વિશ્વપ્રસિદ્ધ ગીર સેન્ચુરીમાં ડાલા મથ્થા સાવજો વચ્ચે ખુમારીભેર વસવાટ કરતા ગીરના ભરવાડ પરિવારના નેસડા હવે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે, આભિર સંસ્થાના પ્રયાસોને કારણે ટ્રાયબલ મ્યુઝિયમમાં ભરવાડ સમાજની સાંસ્કૃતિક ધરોહરને સ્થાન મળ્યું છે.
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિધાપીઠ અમદાવાદમા ગુજરાતની ટ્રાયબલ સંસ્કૃતિને ઉજાગર કરતું એવુ એક મ્યુઝીયમ છે જ્યા ગીરના ભરવાડના નેહડા અને સંસ્કૃતિને ઉજાગર કરતા સ્ટેચ્યુ મુકવા માટે આભિર સંસ્થાના ઘનિષ્ઠ પ્રયત્ન થી સમાવેશ કરાવવામા સફળતા મળેલ છે.
બે વરસ પહેલા આભિર સંસ્થાની ટીમના સાથી મિત્રો આ મ્યુઝીયમ જોવા ગયેલા જ્યાં ગુજરાતના તમામ ખુણે -ખૂણાના આદિવાસીઓની સંસ્કૃતિના પહેરવેશ અને રહેઠાણના ટેબ્લોથી સુશોભિત પુતળા સહિતની ચીજવસ્તુઓ ગોઠવી સમાવિષ્ઠ કરેલ હતા અને રબારી અને ચારણ જાતિનો પણ સમાવેશ હતો.પરંતુ ગીર બરડાના આદિજાતિમા ગણાતા ભરવાડ જ્ઞાતિનુ સ્થાન તેમાના હતું આથી આ અન્યાયને દૂર કરવા આભીર સંસ્થા દ્વારા માગણી કરી રાજ્ય સરકાર સાથે આ બાબતે મિટીંગ કરી રજુઆત કરેલી અને લેખિત રજુઆત કરી આગ્રહ રાખ્યો કે ગીરના ભરવાડ સમાજની સંસ્કૃતિનો સમાવેશ કરવામાં આવે , અને આ પ્રયત્ન સફળ થયા.
રાજ્ય સરકારે હકારાત્મક વલણ અપનાવી ડાલામથ્થા સાવજો સાથે અંતરિયાળ જંગલમાં વસવાટ કરતા સમાજ જીવનને ટ્રાયબલ મ્યૂઝમમાં સમાવવામંજૂરી આપી બજેટ પણ ફાળવ્યું.
વધુમા આભિર સંસ્થાએ સલાહ સુચન આપ્યા હોય સંસ્થા એ મ્યુઝીયમ બનાવનાર ટીમને ગીરમા ચાર વાર વિઝીટ કરાવી અને ફાઇનલી કાળુભગત બોહરીયા (ભરવાડ)નુ ફેમિલી કે જેઓ આજે પણ ગીર ની મધ્યમાં જંગલના કાણેક નેસમાં અનેક વરસોથી રહે છે તે કુટુંબ સ્ટેચ્યુ બનાવવા માટે નક્કી કર્યુ, આ ઉપરાંત ગાય, વાછરડું અને ઊંટના પણ ફુલ સાઇજની પ્રતિકૃતિ બનાવી તે પણ ગુજરાત વિધાપીઠમા સરસ જગ્યાએ સ્થાન આપી આખરી ઓપ આપ્યો, જે બાબત ગૌરવ અને આનંદ લેવા જેવી છે.આ સમગ્ર કાર્યવાહીમા વિનુભાઇ ટોળીયા સાથે આ કામમા ખેંગારભાઇ રાણગા,એમ.પી.ગમારા અને મનોજભાઇ ગમારા ,આભિર ટીમ અમદાવાદ પણ સાથે રહેલ હતા. અમદાવાદ મા આશ્રમ રોડ પર આવેલ ગુજરાત વિધાપીઠમા જાવ તો અચુક આ મ્યુઝીયમ ની મુલાકાત લેવા અંતે આભિર સંસ્થાએ અનુરોધ કર્યો છે.