ઝાલાવાડ કપાસ માટેનું હબ ગણવામાં આવે છે ત્યારે કપાસના ઉત્૫ાદનના લીધે ધ્રાંગધ્રા સહીત અન્ય વિસ્તારોમાં જીનીંગ કંપનીઓમાં મોટા પ્રમાણમાં કપાસની આવક રહે છે ત્યારે કપાસની આવક મોટા પ્રમાણમાં હોવાથી અહી કેટલીક સ્પીનીંગ મિલ પણ નિર્માણમાં આવી છે ત્યારે આ સ્પીનીંગ મીલના લીધે અહીંના સ્થાનીક લોકો માટે આવકનું સાધન મળી રહે છે આ એક સ્પીનીંગ મીલમાં અંદાજે ૪૦૦ જેટલા લોકો કામ કરે છે જેથી મોટા પ્રમાણમાં લોકોને પોતાની રોજગારી મળી રહે છે.
આ સ્પીનીંગ મીલ ધ્રાંગધ્રાની અન્ય મિલો કરતા ખુબ જ વિશાળ માનવામાં આવે છે અહી કેટલાક બેરોજગારોને રોજગાર પણ મળી રહે છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના કેટલાક ગામોમાંથી રોજગાર માટે આવતી કેટલીક યુવતિઓને રોજગાર પુરુ પડાય છે. તેવામાં સીતાપુર પાસેથી આવેલી વિશાળ સ્પીનીંગ મીલના ગઇકાલે રાત્રેે દુધટનામાં એક યુવતિએ પોતાનો હાથ ગુમાવ્યો હતો.
સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ફુડા ગામે રહેતા શેખવા ચંદ્રીકાબેન મોતીભાઇ (ઉ.વ.૧૮) વાળા અહી સ્પીનીંગ મિલના રાત્રીની સીપમા કામ કરતા હતા જેઓને ગઇકાલે મોડી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં સ્પીનીંગની મશીનરીમાં પોતાનો હાથ સફાઇ જતા દુધટના ઘટી હતી. જયારે દુધટના થતા જ તાત્કાલીક યુવતિને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા જયારે સારવાર દરમિયાન યુવતિના હાથને વધુ પડતી ઇજા થઇહોવાથી યુવતિને તાત્કાલીક અમદાવાદ ખાતે રીફર કરાઇ હતી જેમાં અમદાવાદ ખાતે વાડીલાલ હોસ્પિટલ ખાતે સારવાર શરુ કરાઇ હતી પરંતુ દુધટનામાં યુવતિને પોતાનો હાથ ગુમાવ્યો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ હતી જો કે હાલ દુધટના ભાદ યુવતિ કલાકો સુધી ભાનમાં આવી ન હતી પરંતુ હોસ્પિટલના તબીબ દ્વારા તાત્કાલીક સારવારથી યુવતિનું જીવ બચી ગયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,