ફલાય ઓવરબ્રિજ પર ચડી બ્લેડ વડે પોતાના હાથમાં કાપા  મારતા સારવારમાં ખસેડાયા

પોરબંદરમાં વેલેન્ટાઇન ડે ના દિવસે બપોર બાદ એક યુવતીએ ફ્લાય ઓવરબ્રિજ પર ચડી બ્લેડ વડે  હાથ પર કાપા માર્યા હતા, ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને યુવતીને સારવાર અર્થે સરકારી હોસ્પીટલે ખસેડી હતી.

પોરબંદરના કડિયા પ્લોટ આંબેડકર ભવન નળકના વિસ્તારમાં રહેતી એક ર0 વર્ષીય યુવતીએ હાથમાં બ્લેડના કાપા મારતા તેને સારવાર માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવી હતી. જ્યાંથી તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે તેને તેના જ વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે પ્રેમ સબંધ બંધાયો હતો, પરંતુ તેની ઉમર ર0 વર્ષ હોવાથી લગ્ન શક્ય ન હતા. આથી યુવાને અને તેના પરિવારજનોએ યુવતીને મૈત્રી કરાર કરી પોતાની સાથે રહેવા જણાવ્યું હતું અને યુવાન ૨૧ વષ્ર્ાનો થાય ત્યારબાદ લગ્નની ખાતરી આપી હતી. ત્યારે આ યુવતીએ મૈત્ર્ાી કરાર કર્યો હતો અને એ યુવાન સાથે રહેવા ચાલી ગઈ હતી.

પરંતુ ત્યારબાદ યુવાન અવારનવાર તેને ત્ર્ાાસ આપતો હતો અને કાઢી મુકતો હતો. ચાર માસ સાથે રહ્રાા બાદ એક માસ પૂર્વે તેને ઘરેથી કાઢી મુકતા તે યુવતી પોતાની બહેનપણીને ત્યાં નડીયાદ ચાલી ગઈ હતી અને રવિવારે પરત આવી હતી. ત્યારબાદ યુવાન અને તેના પિતાને લગ્ન અંગે કહેતા બન્નોએ લગ્ન અંગે ઇન્કાર કર્યો હતો. આથી ગઈકાલે વેલેન્ટાઇન ડે ના દિવસે જ તે આપઘાત કરવા માટે ફ્લાયઓવર બ્રીજ પર ચડી હતી, પરંતુ ત્યાં જાળીઓ મુકાઇ હોવાથી તેણે બ્લેડ વડે આડેધડ હાથ પર કાપા માર્યા હતા. આથી તેનો હાથ લોહીલુહાણ થઇ ગયો હતો, ત્યારબાદ જાતે જ પોલીસને ફોન કરી જાણ કરતા પોલીસ તુરંત દોડી ગઈ હતી અને યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.