આપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનું દરેક નાગરિકનું સ્વપ્ન હશે. શું તમે પણ પીએમ મોદીને મળવા ઈચ્છો છો? આવું જ એક સ્વપ્ન ધરાવતી બાળકીની ઈચ્છા નરેન્દ્ર મોદીએ પૂરી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 10 વર્ષની બાળકી સાથેની મુલાકાત હમણાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. અનીષા પાટીલે પીએમ મોદીને મળવા માટે તેના પિતાના લેપટોપમાંથી માત્ર એક મેઈલ કર્યો હતો અને તેને PMO તરફથી જવાબ પણ મળ્યો હતો. PMO તરફથી મળેલ જવાબ જોઈને છોકરીના પિતા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ દીકરીનું નામ અનિષા છે અનિષા પાટિલ બુધવારે સંસદ પહોંચ્યા અને પીએમ મોદીને મળ્યા હતા. અનીષા અહમદનગરના સાંસદ ડો.સુજય વિખે પાટીલની પુત્રી અને મહારાષ્ટ્રના બહુવિધ વખતના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલની પૌત્રી છે.
પિતાના લેપટોપમાંથી મેઈલ
અનિશા લાંબા સમયથી પીએમ મોદીને મળવા માંગતી હતી. એક દિવસ અનીષાએ તેના પિતાના લેપટોપમાંથી પીએમ મોદીને મેઈલ કર્યો. તેમણે PM મોદીને મળવાની અપીલ કરી હતી. તેણીની આ પર તેમને PMO તરફથી જવાબ મળ્યો કે ‘દૌડ કે ચલી આઓ બેટા’. PMO તરફથી મળેલો જવાબ જોઈને અનિશાના સાંસદ પિતા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અનીશા હાલમાં દિલ્હીમાં તેના આવાસસ્થાને રહે છે. તેના પિતા પણ અહીં જ રહે છે.
સમગ્ર પરિવાર સાથે મુલાકાત
देशाचे पंतप्रधान आदरणीय @narendramodi यांची खा. डॉ @drsujayvikhe आणि रणरागिणी महिला मंडळाच्या अध्यक्षा सौ.धनश्री विखे यांच्या समवेत सदीच्छा भेट घेतली.
देशात प्रथमच सहकार मंत्रालय स्थापन केल्याबद्दल पंतप्रधान मोदीजीचा सत्कार करून आभार 1/2 pic.twitter.com/uVucQppQre
— Radhakrishna Vikhe Patil (@RVikhePatil) August 11, 2021
સુજય વિખે પાટિલે ટ્વીટ કર્યું કે તેઓ તેમની પુત્રી અને પરિવાર સાથે પીએમ મોદીને મળ્યા. આ દરમિયાન તેમની પુત્રીએ પણ પીએમ મોદી સાથે લાંબી વાતચીત કરી હતી. રાધાકૃષ્ણ વિખે પાટીલે પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.