મોરબીમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉત્પાદકોની સફળ રજુઆત:તંત્ર હકારાત્મક ઉકેલની દિશમાં
જીએસટીના અમલ બાદ મોરબીના ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉદ્યોગને ટેક્સ માળખા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોય ઉત્પાદકો મુંઝવણમાં મુકાયા છે ત્યારે આજે મોરબી ખાતે મળેલી જીએસટી કાઉન્સિલની રીવ્યુ બેઠકમાં ગિફ્ટ આર્ટિકલ ઉત્પાદકોને ટેક્સ માળખા અંગેનો એચ.એસ.એન કોડ ટુક સમયમાં જ આપવાની ખાતરી મળતા ઉધોગકારોમાં રાહત ફેલાઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોરબી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ જીએસટી કાઉન્સિલની મીટિંગમાં મોરબીના ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુફેક્ચર એસોસિએશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વર્તમાન સમયમાં ગિફ્ટ આર્ટિકલની કયા ટેક્સ સ્લેબમાં અને તેના માટેનો ચોક્કસ પ્રકારનો એચ એસ એન કોડ વિશેની ચોક્કસ પ્રકારની માહિતી આપવા માટે આપણી સરકાર શ્રી તરફથી નિમાયેલ અધિકારીઓની રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં જીએસટીના ટેક્સ સ્લેબમાં ગિફ્ટ આર્ટિકલ પ્રોડક્ટ માટે કોઈ એચ.એસ.એન કોડ ન હોવાથી ૧૮% સ્લેબમાં બિલો બનાવવામાં આવે છે પરંતુ જો સરકાર દ્વારા આ માળખામાં ફેરફાર કરી જો ગિફ્ટ આર્ટિકલ ચીજોને ૨૮% સ્લેબમાં મુકવામાં આવેતો ઉત્પાદકોને પાછલી અસરથી તમામ બિલોનો ટેક્સ વધારાનો ચૂકવવો પડે જે બોજ ખરીદ દાર ને બદલે ઉત્પાદક પર પડે તેમ હોય ગિફ્ટ આર્ટિકલનું ઉત્પાદન કરતા ઉત્પાદકો મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ સરકાર દ્વારા જીએસટી કાયદા બાદ ઉત્પાદકો વેપારીઓને પડતી મુશ્કેલી જાણવા દરેક જિલ્લામાં ટીમ મોકલવામાં આવી છે ત્યારે આજે મોરબી આવેલી ટીમ સમક્ષ ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલના ઉત્પાદકોએ પોતાની સમસ્યા રજુ કરી પોતાની પ્રોડક્ટ અધિકારીઓને દેખાડી ક્યાં ટેક્સ સ્લેબમાં આ પ્રોડક્ટ ગણવી તેનો ઉકેલ માંગતા આ મુજબની પ્રોડક્ટ માટે જીએસટીમાં કોઈ સ્લેબજ ન હોવાનું અને તે માટે અલાયદો એચ.એસ.એન કોડ જ નહોવાનું બહાર આવ્યું હતું.
જો કે ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉત્પાદકોની રજૂઆતના અંતે અધિકારીશ્રી દ્વારા આગામી ચારથી પાંચ દિવસના સમયમાં જ આ પ્રશ્ન ઉકેલવા હકારાત્મક ખાતરી આપવમાં આવી હતી,ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉત્પાદકો વતી શાશંકભાઈ દંગી અને સંજયભાઈ રાજા સહિતના આગેવાનો જીએસટી કાઉન્સિલ સમક્ષ રાજુઆત માટે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા સેવા સદન ખાતે મળેલી જીએસટી કાઉન્સિલની રીવ્યુ બેઠકમાં મોરબી સીરામીક એસોસિએશન,ચેમ્બર ઓફ કોમર્સ,કાપડ એસોસિએશન સહિતના નાના મોટા તમામ સંગઠનો પોત પોતાના પ્રશ્નો લઈ હાજર રહ્યા હતા.