ભારતની રાષ્ટ્રીય રમત હોકીના સુવર્ણ દિવસો ફરી પાછા ફરી રહ્યા હોય તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. મહિલા હોકી ટીમે હાલ જાપાનના ટોકયોમાં રમાતી ઓલિમ્પિકમાં ડંકો વગાડી દીધો છે. અને સેમિફાઈનલમાં સ્થાન મેળવી ઈતિહાસ રચ્યો છે. આજે ફાઈનલમાં પ્રવેશવાના બૂલંદ ઈરાદા સાથે મહિલાઓ મેદાનમાં ઉતરશે.
દરમિયાન ભારતીય મહિલા હોકી ટીમેન પ્રોત્સાહિત કરતી જાહેરાત સુરતનાહિરાના વેપારી સવજીભાઈ ધોળકીયા દ્વારા કરવામાં આવી છે. જો મહિલા હોકી ટીમ ટોકયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે તો પ્રત્યેક ખેલાડીને ઘર ખરીદવા માટે રૂ.11 લાખ અને કાર ખરીદવા રૂ.5 લાખની સહાય કરવામાં આવશે.
કુછ કરીએ… કુછ કરીએ… નસ.. નસ.. મેરી ખોલે, અબ કુછ કરીએ
ખેલાડીઓને ઘર ખરીદવા 11 લાખ રૂપીયા અને કાર ખરીદવા માટે 5 લાખની સહાય અપાશે: સુરતના હિરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાની જાહેરાત
જાપાનના ટોકયોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહેવા પામ્યું છે. ટીમ સેમી ફાઈનલમાં પહોચી ચૂકી છે. આજે બપોરે આર્જેન્ટીના સામે સેમીફાઈનલ રમશે રાજય સરકાર દ્વારા સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આજે સરકાર દ્વારા રાજયભરમાં નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે ખરા અર્થમાં સમગ્ર દેશને ગૌરવ અપાવનાર ભારતીય મહિલા હોકી ટીમને પ્રોત્સાહિત કરવા માટે સુરતના હિરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ એવી જાહેરાત કરી છે કે ટોકયો ઓલિમ્પિકમાં જો ભારતીય મહિલા હોકી ટીમ જો ગોલ્ડ મેડળ જીતશે તો ટીમના દરેક ખેલાડીને 11 લાખ રૂપીયા અથવા ઘરનું ઘર આપવામાં આવશે. આ ઉપરાંત એક મોટરકાર પણ આપવામાં આવશે.તેઓની આ જાહેરાતથી ભારે ખૂશાલી વ્યાપી જવા પામી છે.
ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે સેમી ફાઈનલ સુધીની સફર પાર કરી લીધી છે. આજે બપોરે ભારત અને આર્જેન્ટીના વચ્ચે સેમિફાઈનલ જંગ ખેલાશે ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલમાં પહોચી દેશને ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવે તે માટે દેશભરમાં પ્રાર્થના અને દુવાઓનો દોર શરૂ થઈ ગયો છે. ભારતીય મહિલા હોકી ટીમ કવાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલીયાને હરાવીને પ્રથમવાર ઓલિમ્પિકનાં ફાઈનલમાં પહોચી છે. અને હવે ફાઈનલમાં પહોચી નવાજ ઈતિહાસ રચવાના બુલંદ ઈરાદા સાથે આજે આર્જેન્ટીના સામે મેદાનમાં ઉતરશે.
ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેટલાક ખેલાડીઓની આર્થિક સ્થિત ખૂબજ દયનીય છે. વેઈટ લીફટીંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર મીરાબાઈ ચાનુ ઘરમાં જમીન પર બેસીને ભોજન લ્યે છે. અનેક ખેલાડીઓ પાસે ઘરનું ઘર નથી તો કેટલાક પાસે કારની સુવિધા નથી.
સુરતના હિરાના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા ભૂતકાળમાં પણ રત્નકલાકારોને કાર અને ફલેટની ભેટ આપી લાઈમ લાઈટમાં આવ્યા હતા તેઓએ પોતાની ફેકટરીમાં કામ કરતા રત્ન કલાકારોને દિવાળી બોનસ પેટે કારઅને ફલેટ આપ્યા હતા તેઓએ ભારતીય મહિલા હોકી ટીમને પ્રોત્સાહીત કરવા માટે જે જાહેરાત કરી છે તેની દેશભરમાં સરાહના થઈ રહી છે.