દુબઇ નાસી છૂટે તે પૂર્વે પોલીસે મુંબઇ એરપોર્ટ ખાતેથી હત્યારાને દબોચી લીધો
પંજાબ પોલીસને એક મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસે ગત વર્ષે ૧૬ ઓક્ટોબરના રોજ શૌર્યચક્ર વિજેતા બલવિંદરસિંહની હત્યામાં સામેલ બીજા શૂટર ઇન્દ્રજિત સિંહની ધરપકડ કરી છે. આરોપી દુબઈ નાસી છૂટે તે પૂર્વે જ મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઝડપી લેવામાં આવ્યો છે.
ઇન્દ્રજિતે ગુરજીતસિંહ ઉર્ફે ભા સાથે મળીને કોમરેડ બલવિંદરસિંહની તરણતારણમાં તેના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ડીજીપી દિનકર ગુપ્તાના જણાવ્યા અનુસાર ગુરજિતસિંઘને તેના સાથી સુખજિતસિંહ ઉર્ફે બુડાની સાથે ૭ ડિસેમ્બરના રોજ દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. ગુરજિત અને ઇન્દ્રજિતસિંહે ગોળીબાર કર્યો ત્યારે સુખજિત ઘટનાસ્થળથી થોડે દૂર હાજર હતો.પ્રાથમિક પૂછપરછમાં, ઇન્દ્રજિતે ખુલાસો કર્યો છે કે, તેમની વિમૂલ પોસ્ટના કારણે માર્ચ ૨૦૨૦ માં બે વિદેશી ખાલિસ્તાની આતંકીઓએ ફેસબુક પર તેનો સંપર્ક કર્યો હતો. તેણે કબૂલાત આપી હતી કે, તેને બાલવિંદરસિંહની હત્યા કરવા માટે ખાલિસ્તાની આંતકીઓ દ્વારા પ્રેરિત કરાયો હતો. આરોપીએ એવો પણ ખુલાસો કર્યો છે કે, તેના બે વિદેશી સાથી કેનેડામાં રહેતા સનીએ પહેલા તેને બલવિંદરસિંહનું નિવાસસ્થાન શોધવાનું કહ્યું હતું અને બાદમાં ભાગેડુ ગેંગસ્ટર સુખ ભીખારીવાલ સાથે સંપર્ક કરાવ્યો હતો.આકસ્મિક રીતે નકલી પાસપોર્ટ પર દુબઈમાં રહેતા સુખમીતને દુબઈ પોલીસે કસ્ટડીમાં લીધો હતો અને બાદમાં તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે તેનઓ કબ્જો લીધો હતો. ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કેસની એનઆઈએ દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે ઓપચારિક સોંપણી પૂર્ણ થયા બાદ ઇન્દ્રજીતનનો કબ્જો સોંપી દેવામાં આવશે.
આઈએસવાયએફએ એક સાથીદારની હત્યાનું કાવતરૂ રચ્યું હતું
ડીજીપીએ જણાવ્યું હતું ક, કોમરેડ બલવિન્દરસિંહને મારી નાખવાનું સમગ્ર કાવતરું પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (આઇએસવાયએફ) દ્વારા રચવામાં આવ્યું હતું. જે પાકિસ્તાનમાં સેલ્ફ-સ્ટાઇલ ચીફ લખવીર સિંહ રોડે અને તેના પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ દ્વારા કરવામાં આવી હતી. રહોડે સુખમીત પાલ અને સનીને હત્યાની જવાબદારી આપી હતી.
સની નામનો ખાલીસ્તાની કેનેડાથી શૌર્યચક્ર વિજેતાની હત્યાના કાવતરાનું સંચાલન કરી રહ્યો હતો
શૌર્યચક્ર વિજેતા બલવિન્દરસિંહની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા શૂટર ઇન્દ્રજિતસિંહે પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે, તે કેનેડામાં રહેતો સન્ની હત્યાના કાવતરામજ સંચાલન કરી રહ્યો હતો. ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, તપાસમાં એવુ પણ બહાર આવ્યું છે કે, સનીએ હત્યા પહેલા અને પછી ઇન્દ્રજિત અને તેના સાથીઓને આર્થિક અને અન્ય સહાય આપી હતી.
બલવિંદર સિંહની હત્યા કર્યા પછી, તમામ આરોપીઓ પંજાબથી ભાગી છૂટ્યા હતા અને જુદા જુદા સ્થળોએ ગયા હતા. ગુપ્તાએ જણાવ્યું કે તરણતારણ પોલીસને બાતમી મળી હતી કે, ઈન્દ્રજીત વિદેશ ભાગી જવા માટે મુંબઇ જઈ રહ્યો છે. ઇન્દ્રજિતે પણ કબૂલ્યું હતું કે, સનીએ ૨૫ જાન્યુઆરીએ તેને મુંબઈ બોલાવ્યો હતો. તેણે જ ઈ-વિઝા અને દુબઈની ટિકિટની વ્યવસ્થા કરી હતી.