ભેસાણ વિસાવદર તાલુકાઓમાં ફિલ્મ સ્ટાર જ્યા બચ્ચન- મહિમા ચૌધરી ,સેલિબ્રિટી અને ક્રિકેટ સ્ટારના નામના વેક્સિનેશન સર્ટિફિકટ ઇસ્યુ
કોરોના મહામારી નો જંગ જીતવા ગુજરાત સહિત દેશભરમાં સો ટકા રસીકરણ ના અભિયાનને સાર્થક બનાવવા તંત્રએ આકાશ પાતાળ એક કર્યું હતું અને સંપૂર્ણ રસીકરણ ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કરેલી કવાયત વચ્ચે ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ પૂરા કરવા માટે શોર્ટકટ લેવાયો હોય તેમ જૂનાગઢના વેચાણ વિસાવદર સહિતના કેટલાક વિસ્તારોમાં સેલિબ્રિટી ના નામના વ્યક્તિને સર્ટિફિકેટ થયા હોવાના જાહેર થયેલા કોભાંડે ખળભળાટ મચાવી દીધો છે, વેક્સિનેશન ઝુંબેશ દરમિયાન સર્ટીફીકેટ ઇસ્યુ કરવાની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ગેર રીતે થયા હોવાની ચર્ચાઓ થઈ હતી
પરંતુ તાજેતરમાં જ જ વિસાવદર અને ભેસાણ વિસ્તારમાંથી ફિલ્મ અભિનેત્રી જયા મહિમા ચૌધરી અને ક્રિકેટરો ના નામના વ્યક્તિને સર્ટિફિકેટ મળી આવ્યા છે સેલિબ્રિટી ના નામના વેક્સિનેશન સર્ટિફિકેટ મળી આવવાની ઘટનાને પગલે આરોગ્ય વિભાગ અને સંલગ્ન વિભાગના અધિકારીઓએ તપાસના ચક્રો ગતિમાન કરી લીધા છે આ કૌભાંડમાં કોની કોની છે આ કૌભાંડ માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે જ આચરાયુ છે કે ભ્રષ્ટાચાર આચરી વેક્સિનેશન ન લીધેલ લોકોને પણ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે તે તપાસનો વિષય છે
પ્રારંભિક તબક્કે સેલિબ્રિટીઓના નામના સર્ટિફિકેટ થયા છે તે કેન્દ્રો ને તપાસના દાયરામાં લીધા છે આ કૌભાંડ માત્ર જુનાગઢ પૂરતું મર્યાદિત છે કે સૌરાષ્ટ્રને ગુજરાત વ્યાપી છે તે તપાસમાં વિષય બન્યો છે આ લખાઈ રહ્યું છે ત્યારે વ્યક્તિ સર્ટિફિકેટ મામલે તપાસના આદેશો આપી દીધા છે અને આ બનાવ અને કૌભાંડમાં કંઈકના હાંડલા અભણાઈ જાય તેવી આશંકા વચ્ચે વિકસીનેશન સર્ટિફિકેટ ની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે