ભારતીય ભોજનમાં ઘીની એક ખાસ જગ્યા છે, અનેક એવા પકવાન છે જે ઘીના સ્વાદ વિના અધૂરા છે. આજે લોકો પાતળા થવા માટે અથવા તો ફિટ રહેવા માટે ઘી ખાવાનું ટાળે છે. કારણ કે લોકો એમ માને છે કે ઘીનું સેવન કરવાથી ચરબીમાં વધારો થાય છે પરંતુ પહેલાંના સમયમાં લોકો શુદ્ધ ઘી ખાતા અને તાજા-માજા રહેતા. અત્યારના સમયમાં શુદ્ધ ઘી મળવું મુશ્કેલ છે ત્યારે જામનગરના ખ્ંભાળિયામાં આજે પણ જૂની રીત-ભાતથી જ ઘી બનાવવામાં આવે છે.

ઘીના છે ત્રણ પ્રકાર

આ ઘી ખ્ંભાળિયાના બરાડી વિસ્તારમાં બનાવવામાં આવે છે. ઘીમાં આજે પણ કોઈ પણ પ્રકારની ભેળ-સેળ કરવામાં આવતી નથી. અહી ત્રણ પ્રકારના ઘી બનાવવામાં આવે છે. 1. સોડમવાળું ઘી, કણીવાળું ઘી અને લાળવાળું ઘી. આ ત્રણ પ્રકારના ઘીનું જુદા-જુદા શહેરોમાં વેચાણ પણ કરવામાં આવે છે.

ખંભાળીયા ઘીનું મોટું પીઠું છે જ્યાં ખંભાળીયા તથા લાલપુર, ભાણવડ અને કલ્યાણપુરના માલધારીઓ મોટી સંખ્યામાં ઘી વેચવા આવે છે તથા રોજના ૭થી ૮ હજાર કિલો ઘી આવે છે. 460 રૂપિયા કિલોના ભાવે વેંચાતા આ ઘીનો ૩૦થી ૪૦ લાખ રૂપિયાનો ધંધો થાય છે.

ઘીની હરરાજીના છે ત્રણ પ્રકાર

ખંભાળીયા તથા સંલગ્ન બારાડી વિસ્તારના કલ્યાણપુર ભાણવડ લાલપુર તાલુકાનાં ગામડાઓમાં ઘીનું ઉત્પાદન થાય છે ત્યાંના માલધારી ઘીનાં વાસણો, ઘીનો વેપાર કરનાર વેપારીને ત્યાં મુકે છે ત્યાં જાહેરમાં ઘીની હરાજી કરવામાં આવે છે જેમાં ત્રણ કવોલિટી પ્રમાણે બોલી બોલવામાં આવે છે. પ્રથમ હરાજી, બીજી હરાજી તથા ત્રીજી હરાજી પ્રમાણે બોલી બોલાય છે અને આ મુજબ જાહેરમાં ઘીનું વેચાણ થાય છે જેની વેપારીઓ દ્વારા ખરીદી થાય છે.

ઘી પ્રખ્યાત થવા પાછળ શું છે કારણ ?

આ બારાડી પંથકનું ઘી શા માટે સાચું અને સારું હોય છે તે સવાલ સામે અહીંના માલધારીઓ ભેંસને ખોરાકમાં કપાસિયા અને ખોળ પુરતા પ્રમાણમાં આપે છે. કપાસીયાના ખોરાકના કારણે ઉતમ કવોલીટીનું ઘી બને છે. ઉપરાંત આ વિસ્તારમાં ચોકકસ પ્રકારનું ઘાસ થાય છે જે ભેંસોને ચરાવવામાં આવતા દુધના ફેટમાં વધારો થવાથી ઉતમ કવોલિટીનું ઘી થાય છે.

આ વિસ્તારના લોકો મોટાભાગે ધાર્મિક હોવાના કારણે ઘીમાં ભેળસેળ કરવાની અનૈતિકતાને પાપ માને છે એટલે સરેરાશ ૭૦ ટકાના પ્રમાણમાં ઘીમાં મિલાવટ કરવામાં આવતી નથી. ઘી સાચું છે કે ખોટું એ જાણવું હોય તો લેબોરેટરી ટેસ્ટીંગથી વધુ કોઈ પરખ નથી ત્યારે ખંભાળીયામાં લાંબા અનુભવના આધારે વેપારીઓ સાચા-ખોટાની પરખ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.