શહેરના બાલભવન ખાતે ધેડીયા કોળી સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમની સંસ્થા ૧૯૯૬ થી કાર્યરત છે વિઘાર્થીઓ માટે વિઘાર્થી ભુવનમાં ૧૫થી ૧૬ વિઘાર્થીઓને રહેવાની સગવડ સાથે જ ગરીબ દર્દીઓ માટે પણ રહેવાની સગવડો કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ૧ થી ૯ ધોરણના ૬૦ ટકાથી ઉપર માર્કસ લાવનાર વિઘાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે આ કાર્યક્રમથી વિઘાર્થીઓ વધુ ઉત્સાહીત થાય અને સમાજમા અભ્યાસની વધુ જાગૃતિ આવે તેવા હેતુથી કરવામાં આવેલ છે.
બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉ૫સ્થિતિ
વિદ્યાર્થી ભુવનમાં ગરીબ દર્દીઓ માટે રહેવાની પણ સગવડતા: ઘનશ્યામભાઇ
ઘનશ્યામભાઇએ અબતક સાથેની ખાસ વાતચીતના જણાવ્યું હતું કે તેમનું મંડળ ૧૯૯૬ થી ચાલુ કરવામાં આવેલ છે. તેઓ પોતે આ મંડળના કાર્યરત છે. તેમને ત્થાં વિઘાર્થીઓ રહે છે તે સિવાયના એક માળમા સમાજના ગરીબ દર્દીઓ માટે રહેવાની સગવડતા છે વધુ આગળ પ્રગતિ કરે તેવી સમાજ પાસેથી તેમને અપેષાઓ છે.
ટ્રસ્ટ વિદ્યાર્થીઓની તમામ જરૂરિયાતો પુરી કરવામાં મદદ કરશે: રામદેવભાઇ
રામદેવભાઇએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ધેડીયા કોળી સમાજ રાજકોટ ટ્રસ્ટ દ્વારા ૨૦૧૯માં વિઘાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વિઘાથીઓ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં ધેડીયા સમાજના લોકો જે ધેડ વિસ્તારની તમામ પબ્લીક અહીં આવેલ છે તેમનું હાર્દિક સ્વાગત કરી છે. સમાજના વિઘાર્થીઓ છે જે સારા પરીણામથી ઉર્તીણ થયેલ છે તેમનું સન્માન કરવામાં આવેલ છે. તેમના ટ્રસ્ટમાં કુલ ર૧ સભ્યો છે તેમના સમાજના વિઘાર્થીઓ કે ગરીબ દર્દીઓ છે તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમના સમાજના વિઘાર્થીઓ ઉતરોતર પ્રગતિ કરશે તેમના દ્વારા તેમને પડતી બધી જરુરીયાતો પુરી કરવા મદદ કરશે.