ભારતની ચેસ સ્ટાર સૌમ્યા સ્વામીનાથન ઇરાનના હમદાનમાં યોજાનારી ચેસ ઇવેંટમાંથી બહાર થઇ ગઇ છે. સૌમ્યા મહિલાઓ માટે ઇરાનમાં માથા પર સ્કાર્ફના નિયમોના લીધે તે આ અયોજનમાંથી બહાર થઇ ગઇ છે.

સૌમ્યાને એશિયન નેશનલ કપ ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો હતો. આ ઇવેંટ ૨૬ જૂલાઇથી ૪ ઓગસ્ટ વચ્ચે યોજાવવાની હતી. તેમાં બધી મહિલાઓ માટે આ નિયમ છે કે તે માથા પર સ્કાર્ફ પહેરીને રમી શકે છે.

સૌમ્યાને આ નિયમને તેમના અંગત અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યો અને ઇવેંટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો.

મહિલા ગ્રાંડમાસ્ટર અને પૂર્વ જૂનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયન સૌમ્યા સ્વામીનાથને ફેસબુક પર આ નિયમ વિરૂદ્ધ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. તેમણે લખ્યું છે કે -હું આગામી એશિયન નેશનલ કપ ચેસ ચેમ્પિયનશિપ ૨૦૧૮માં ભાગ લેનાર મહિલા ટીમ પાસે માફી માંગુ છું. ૨૬ જૂલાઇ થી ૪ ઓગસ્ટ દરમિયાન ઇરાનમાં યોજાનારી આ ટૂર્નામેંટમાં મહિલાઓના માથા પર સ્કાર્ફ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હું નથી ઇચ્છતી કે કોઇ અમને સ્કાર્ફ અથવા બુરખો પહેરવા માટે દબાણ કરે.

સૌમ્યાએ લખ્યું- મેં જોયું છે કે ઇરાનમાં માથા પર સ્કાર્ફ અનિવાર્ય અથવા બુરખાનો નિયમ મારા માનવીય અધિકારોને ખાસકરીને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ થોટ, મારી ચેતના અને મારા ધર્મનું ઉલ્લંઘન છે. આ સ્થિતિમાં પોતાના અધિકારોની રક્ષા માટે મારી પાસે એક જ રસ્તો બચ્યો હતો કે હું ઇરાન ન જાઉં. સૌમ્યા સામીનાથને એ પણ કહ્યું કે આયોજકોની નજરમાં નેશનલ ટીમ માટે ડ્રેસ કોડ લાગૂ કરવો ખોટું છે. રમતોમાં કોઇપણ ધાર્મિક ડ્રેસ કોડ લાગૂ ન કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.