નવા બિલ્ડિંગમાં વકીલોની સુવિધાઓ સંદર્ભે નિર્ણય લેતા પહેલા
ગઈકાલે બાર એસોસિએશનની યોજાયેલી સામાન્ય સભામાં વકીલો દ્વારા પ્રત્યક્ષ નિરીક્ષણ બાદ જનરલ બોર્ડમાં ચર્ચા કરવાનો ઐતિહાસિક નિર્ણય
રાજકોટ બાર એસોસીએશન દ્વારા ગઇકાલે મોચી બજાર સિવિલ કોર્ટના બીલ્ડીંગમાં બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં નવા આકાર પામી રહેલ કોર્ટ બિલ્ડીંગમાં વકીલો માટેની સુવિધા અને ખાસ કરીને બાર એસોસીએશન માટે ફાળવવામાં આવતી જગ્યા સંબંધે જરૂરી અને યોગ્ય કાર્યવાહી સંબંધે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ જનરલ બોર્ડમાં વિશાળ સંખ્યામાં રાજકોટના સિનિયર તેમજ જુનિયર વકીલો વકીલહિતોની ચિંતા માટે હાજર રહ્યા હતાં.
રાજકોટની કોર્ટો માટેનું વિશાળ બિલ્ડીંગ માધાપર ખાતે સંપુર્ણતાના આરે પહોંચવા આવેલ છે અને ટૂંક સમયમાં જયારે આ નવા બિલ્ડીંગમાં રાજકોટની સીવીલ તેમજ ફોજદારી અને સેશન્સ કોર્ટો કાર્યરત થવાની છે, ત્યારે આ બિલ્ડીંગમાં વકીલો માટે ખાસ કરીને બાર રૂમ માટે કેટલી જગ્યા ફાળવવામાં આવેલી છે અને આ જગ્યાનો કેવી રીતે સારી રીતે ઉપયોગ થઈ શકે અને વકીલ કે જેમને ઓફીસર ઓફ કોર્ટ પણ કહેવામાં આવે છે.
તેમની ડિગ્નિટી પ્રમાણે અને વ્યવસાયીક સરળતા માટે જરૂરી સુવિધાઓ અંગે લગભગ અઢી કલાક આ જનરલ બોર્ડમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. ચર્ચાઓના અંતે જનરલ બોર્ડ એવા નિર્ણય ઉપર આવેલ કે દરેક એડવોકેટે આવી ગંભીર ચર્ચા કરતાં પહેલા આ બિલ્ડીંગનું સ્થળ ઉપર પ્રત્યક્ષ નિરિક્ષણ કરવું જોઈએ અને મોટા ભાગના વકીલોએ આ નવા નિર્માણ પામી રહેલા બિલ્ડીંગને પ્રત્યક્ષ રીતે જોયેલ ન હોય તેથી રાજકોટ બારના પ્રમુખ અર્જુન પટેલ દ્વારા એવું મહત્વનું સૂચન કરવામાં આવ્યું હતું, તેથી આગામી તા. 09/ 05/ 2022ના રોજ સાંજના 5.30 કલાકે રાજકોટ બાર એસોસીએશનનું જનરલ બોર્ડ માધાપર ખાતે આ નવા કોર્ટ બિલ્ડીંગના કેમ્પસમાં રાખવાનો અને જગ્યાનું નિરીક્ષણ કરી જરૂરી ઠરાવો અને નિર્ણયો કરવા નિર્ણય સર્વાનુમતે તમામ વકીલોએ તાળીઓના ગડગળાટ સાથે લીધો હતો. આવી રીતે પ્રથમ વખત રાજકોટ બાર એસોસીએશનનું જનરલ બોર્ડ કોઈક અલગ જગ્યાએ મળશે. ત્યાં વકીલ હિતોની ચિંતાઓ કરવામાં આવશે.
રાજકોટ બારના પ્રમુખ અર્જુન પટેલ સહિતના હોદેદારોએ તમામ સિનિયર અને જુનિયર વકીલોને આ ઐતિહાસિક અને ખૂબ જ અગત્યના જન2લ બોર્ડમાં ખાસ ઉપસ્થિત રહેવા અને રાજકોટ બારને સહકાર આપવા અનુરોધ કર્યો છે.
આ નવા વિશાળ કોર્ટ બિલ્ડીંગમાં 2ાઈટ સાઈડની એક વિંગના ગ્રાઉન્ડ ફલોર તેમજ ફર્સ્ટ ફલોરની સંપૂર્ણ જગ્યા વકીલો માટે અલાયદી ફાળવવામાં આવેલી અને આ જગ્યાનો બાર એસોસીએશન માટે કેવી રીતે સારામાં સારો ઉપયોગ થઈ શકે અને વકીલોની વધુમાં વધુ સુવિધાઓ કેવી રીતે ઉપલબ્ધ થઈ શકે તેની ચિંતા માટે રાજકોટ બાર એસોસીએશન સતત પ્રયત્નશીલ હોવાના ભાગરૂપે આ જન2લ બોર્ડ બોલાવી રહયું છે.
રાજકોટના ધારાશાસ્ત્રીઓની શુભેચ્છાની ત્વરિત અસર જસ્ટિસ જે.બી. પારડીવાલા સુપ્રીમ કોર્ટમાં નિમાયા
રાજકોટ જિલ્લાની જયુડીશી માટેના યુનિટ જજ જસ્ટીસ જે. બી. પારડીવાલા (ગુજરાત હાઇકોર્ટ) છે. તેઓએ રાજકોટ બારના પ્રમુખ અર્જુન પટેલના આમંત્રણને માન આપી પ્રથમ વખત ગત તા.23/04 2022ના રોજ અમદાવાદથી સીધા જ રાજકોટ ખાતે આ નવનિર્મિત આકાર પામી રહેલ કોર્ટ કેમ્પસની મુલાકાત લીધી હતી અને તેમણે વકીલો અને રાજકોટ જિલ્લાના તમામ જજીસને ખૂબ જ મહત્વનું વક્તવ્ય સતત બે કલાક આપ્યું હતું. તેમજ રાજકોટના એમ.એ.સી.પી. બારના એન્યુઅલ ફંકશનના અધ્યક્ષપદે હાજર રહી રાજકોટના સૌના આદરણીય સિનિયર વકીલ ભારતીબેન ઓઝાનું સન્માન કર્યૂં હતું અને કાર્યક્રમના અંતે જસ્ટિસ પારડીવાલા જયારે વિદાય લઈ રહેલ હતા ત્યારે તેમને સુપ્રીમ કોર્ટના જજ બને તે માટે તમામ વકીલોએ શુભેચ્છાઓ પાઠવેલી હતી. જેના દસ દિવસ બાદ પારડીવાલાની પસંદગી સુપ્રીમ કોર્ટના જજ તરીકે થઇ છે ત્યારે રાજકોટ બાર વતી રાજકોટ બારના પ્રમુખ અર્જુન પટેલે જસ્ટિસ જે.બી. પારડીવાલાને મખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ બાબતે પ્રમુખ અર્જુન પટેલે જણાવેલ છે કે રાજકોટ બાર ગૌરવવંતા બારની સાથે શુકનવંતુ બાર પણ છે અને રાજકોટ બાર માટે એ ખુશીની વાત છે કે “રાજકોટ બાર સુપ્રીમ કોર્ટના દ્વાર” માટે પણ ઓળખાશે.