યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની જાહેરાત: આવતા વર્ષથી સી.એમ.એસ.ઈ.માં તબદિલી
આવતા વર્ષથી કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસીસમાં જનરલ એબીલીટી પેપર નાબુદ કરવાનો નિર્ણય યુપીએસસીએ લીધો છે. યુપીએસસીએ આજે વિધિવત જાહેરાત કરતા જણાવ્યું છે કે સેમેસ્ટર ૨૦૧૮ થી સીએમએસઈ એટલે કે કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ એકઝામમાં જનરલ એબિલિટી પેપર હવેથી નહીં લેવાય. જનરલ એબિલિટી પેપર એટલે કે સામાન્ય ક્ષમતા પરીક્ષણ પેપર વિના જ કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસીઝ એકઝામ લેવાશે. હજુ આ વર્ષે નિયમમાં કોઈ જ ફેરબદલ કરવામાં નથી આવી બલકે આ નિયમ આવતું વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી લાગુ થશે. યુપીએસસીની અખબારી યાદીમાં આગળ જણાવાયું છે તે મુજબ ઈન્ટરવ્યુ અથવા પર્સનાલીટી ટેસ્ટ ૧૦૦ માર્કની રહેશે. વધુ વિગતો માટે ઓફિસીયલ વેબસાઈટ યુપીએસસી. જીઓવી ડોટ ઈન’ની મુલાકાત લેવા ભલામણ કરવામાં આવી રહી છે.પેપર-૧ કોમ્પ્યુટર બેઈઝડ એકઝામ છે. પેપર-૨માં કોઈ મોટા ફેરફાર કરવામાં નથી આવ્યા. કોમ્પ્યુટર બેઈઝ એકઝામમાં પાસ થનારને પર્સનલ ઈન્ટરવ્યુ માટે બોલાવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આગામી કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ એકઝામમાં તબદિલી માટે તૈયારી કરી લીધી છે.