ગેહલોત કેબિનેટે વિધાનસભાનું સત્ર બોલાવવા રાજ્યપાલને ફરી ભલામણ કરી, રાજ્યપાલે મુખ્ય સચિવ અને પોલીસ વડા સાથે બેઠક
યોજી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિનો કયાસ મેળવ્યો: રાષ્ટ્રપતિ શાસન લાદવાની સંભાવનાથી કોંગ્રેસે રાજભવન ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલતી યાદવાસ્થળીના કારણે ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટ જુથના ૧૮ ધારાસભ્યોના બળવાથી અશોક ગેહલોત સરકાર પર સંકટના વાદળો વધારે ઘેરા બની રહ્યા છે. મુખ્યમંત્રી ગેહલોતે વિધાનસભાનું સત્ર બોલાવીને પોતાની ફલોર ટેસ્ટ પર બહુમતિ પૂરવાર કરવાની માંગ પર રાજયપાલ કલરાજ મિશ્રાએ છ મુદાઓ પર સ્પષ્ટતા માંગી હતી. જે બાદ પરમ દિવસે ગેહલોત મંત્રીમંડળની મળેલી બેઠકમાં ફરીથી વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી છે. રાજયપાલ મિશ્રએ ગઈકાલે રાજયના મુખ્ય સચિવ અને પોલીસ વડાને બોલાવીને બેઠક યોજી હતી. દરમ્યાન બસપાએ તેના તમામ છ ધારાસભ્યોને કોંગ્રેસ વિરૂધ્ધ મતદાન કરવાનો વ્હીપ આવ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં સ્પીકર સી.પી. જોષીની અરજીની સુનાવણી યોજાનારી છે. આ બધી રાજકીય સ્થિતિને જોતા રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસનના ભણકારા વાગીરહ્યા છે. જેથી ગેહલોત સરકારને રાષ્ટ્રપતિ શાસનનું ‘લખલખુ’ આવ્યું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રાજસૃથાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોવિડ-૧૯ની સિૃથતિ અંગે ચર્ચા કરવા વિધાાનસભાનું સત્ર ૩૧ જુલાઇના રોજ બોલાવવા રાજ્યપાલને વિનંતી કરતો પત્ર લખ્યો હતો જેનો રાજ્યપાલે સ્વીકાર કર્યો હતો, એમ રાજભવનના સ્ત્રોતો ક્હયું હતું. શનિવારે મોડી રાત્રે પત્ર મળ્યો હોવાનું રાજભવન સૂત્રે કહ્યું હતું.
રાજ્ય સરકાર કેટલાક ખરડા રજૂ કરવા અને રાજ્યમાં ઉદભવેલી કોરોના મહામારી અંગે ચર્ચા કરવાની દરખાસ્ત કરી હતી.ઉપરાંત રાજ્યની નાણાકીય સિૃથતિ પર તેની કેવી અસર પડશે તે અંગે પણ ચર્ચા કરાશે.
સસ્પેન્ડ કરાયેલા નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ અને તેમના સાથીઓએ બળવો કરતાં રાજકીય વમળ પેદા થયો હતો અને ગેહલોત સરકાર સામે કટોકટી ઊભી થઇ હતી. વિધાાનસભાનું સત્ર બોલાવવાની માગ સાથે રાજ્યના ધારાસભ્યોએ રાજભવનમાં પાંચ કલાક સુધી ધરણા કર્યા પછી ગવર્નર કલરાજ મિશ્રા એ રાજ્ય સરકાર પાસેથી છ મુદ્દે ખુલાસો માગયો હતો.
હું કોઇના દબાણ હેઠળ કામ નહી કરૂં અને બંધારણની જોગવાઇ મુજબ જ કામ કરીશ એવું રાજ્યપાલે કહેતા ઘરણા સમેટી લેવાયા હતા. ત્યાર પછી રાજ્યપાલે શા માટે વિધાનસભાનું સત્ર બોલાવવું છે તેનો ખુલાસો કરવા ગેહલોતને ફરી વાર દરખાસ્ત કરવા કહ્યું હતું. તેમના પત્રમાં શા માટે અરજન્ટ બેઠક બોલાવવી છે અને ધારાસભ્યોની મૂક્ત હેરફેર સહિતના કેટલાક સવાલ પૂછ્યા હતા.
દરમ્યાન ગઈકાલે રાજયપાલ કલરાજ મિશ્રએ રાજયના મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપ અને પોલીસવડા ભુપેન્દ્રસીંગ યાદવ સાથે બેઠક યોજી હતી કોરોનાની સ્થિતિના મુદે યોજાયેલી આ બેઠકમાં મિશ્રએ રાજયમાં વર્તમાન સમયમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અને કોંગ્રેસના રાજભવનને ઘેરવાની ચીમકી સામે સલામતીનાં મુદાઓ સહિતની ચર્ચાઓ કરી હતી રાજકીય સુત્રોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ મિશ્ર મુખ્યસચિવ અને પોલીસ વડાના રિપોર્ટના આધારે રાજયની ગેહલોત સરકાર સામે થયેલા બળવા બાદ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના મુદા પર કેન્દ્ર સરકારને રાજયમા રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરે તેમ મનાય રહ્યું છે. જો કે, અધ્યક્ષ સી.પી. જોષીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હોય સુપ્રીમ કોર્ટના હુકમ બાદ જ રાજયપાલ મિશ્ર કોઈ પગલુ ભરશે તેમ મના રહ્યું છે.
રાજયની રાજકીય સ્થિતિ પોતાની વિરૂધ્ધ થઈ રહ્યાનું નિહાળીને કોંગ્રેસે આજે રાજભવન ઘેરાવના આપેલા કાર્યક્રમને શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજય કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગોવિંદસિંગ ઘેતાસરાએ ટવીટ કરીને આ અંગેની વિગતો આપી હતી દરમ્યાન આ રાજકીય સ્થિતિનો લાભ લેવા ભાજપે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાની આગેવાનીમાં રાજયપાલ મિશ્રને મળીને રાજભવનને ઘેરવાની ચીમકી આપતા મુખ્યમંત્રી ગેહલોત સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ટેકામાં રહેલા બસપાના છ ધારાસભ્યોને બસપાએ વ્હીપ આપીને વિધાનસભામાં બહુમત પરીક્ષણ સમયે કોંગ્રેસ વિરૂધ્ધમાં મતદાન કરવાનો આદેશ આપ્યો છે. બસપાના ધારાસભ્યો પાર્ટીના આ વ્હીપનો અનાદર કરે તો તેમનું ધારાસભ્ય પદ પર જોખમ આવી શકે તેમ છે. જેથી રાજસ્થાનની વર્તમાન રાજકીય સ્થિતિને નિહાળતા ગેહલોત સરકારની વિદાય અને રાષ્ટ્રપતિ શાસનની સંભાવના પ્રબળ બની છે. જેથી ગેહલોત સરકારને રાષ્ટ્રપતિ શાસનનું લખલખુ આવ્યા સમાન સ્થિતિ ઉભી થવા પામી છે.
રાજસ્થાનની ગેહલોત સરકારની વિદાય આ મુદાઓ પર નિશ્ર્ચિત
પાયલોટ જુથના ૧૮ ધારાસભ્યોના બળવા બાદ કોંગ્રેસે યોજેલી બેઠકમાં તેમને હાજર રહેલા વ્હીપ અપાયો હતો જેનો ભંગ કરીને આ ધારાસભ્યો હાજર ન રહેતા વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોષીએ તેમને નોટીસ પાઠવીને ગેરલાયક શા માટે ના ઠેરવવા તે મુદે જવાબ માંગ્યો હતો. જે સામે પાયલોટ જુથે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં હાઈકોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવા અધ્યક્ષને હુકમ કર્યો હતો. જે સામે જોષીએ સુપ્રીમ કોર્ટમા કરેલી અરજીની આજે સુનાવણી થનારી છે. દરમ્યાન રાજયપાલે ગેહલોત જૂથના રાજભવન ખશતે ધરણા કાર્યક્રમ બાદ રાજયપાલે છ મુદે સ્પષ્ટતા, મુખ્ય સચિવ અને ડીજીપી સાથેની મુલાકાત કરી હતી. જેથી સ્પષ્ટ થવા પામ્યું છે. કે રાજયપાલ રાષ્ટ્રપતિ શાસનની કેન્દ્ર સરકારને ભલામણ કરશે. દરમ્યાન બસપાના છ ધારાસભ્યોને પાર્ટીએ વ્હીપ આપીને કોંગ્રેસ વિરૂધ્ધ મતદાન કરવાનો આદેશ આપતા ગેહલોત સરકારની સ્થિતિ કફોડી બની જવા પામી છે. જેથી બચાવની સ્થિતિમાં આવી ગયેલા કોંગ્રેસે આજના રાજભવન ધેરાવના કાર્યક્રમને રદ કર્યો છે. ભાજપે પણ તકનો લાભ લઈને રાજયમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોવાનો રાજયપાલ સમક્ષ દાવો કરીને ગેહલોત સરકાર સામે પગલા લેવાની માંગ કરી છે. જેથી આગામી સમયમાં ગેહલોત સરકારની વિદાય નિશ્ર્ચિત અને રાષ્ટ્રપતિ શાસન અમલી બનવાનું વાતાવરણ રાજકીય પંડીતો નિહાળી રહ્યા છે.