માંસહારી સીગલ પક્ષીઓને ધરેલુ બનાવટ ના ચણ ન નાખવા પ્રાકૃતિક યુથ સોસાયટીની અપીલ

 

પોરબંદરમાં રૂપકડા વિદેશી પક્ષી એવા સિગલ પક્ષાીઓ હાલ મહેમાન બન્યા છે,  ત્યારે આ વિદેશી રૂપકડા પક્ષીઓને ગાંઠિયા અને દાળિયા જેવો ખોરાક આપવો ન જોઈએ તેવી પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા અપીલ કરવામાં આવી છે. દૂર દેશથી ઉડીને આવેલા રૂપકડા વિદેશી પક્ષાી સીગલ પોરબંદર શહેરના મહેમાન બન્યાં છે.આ  સિગલ પક્ષી યુરોપિયન દેશમાંથી આવે છે અને ઠંડા પ્રદેશમાં આ સીઝનમાં ઠંડીનું પ્રમાણ વધતા આવા પક્ષીઓ પોરબંદરના મહેમાન બને છે. આ સિગલ પક્ષી પોતાનો ખોરાક શિકાર કરીને ઓછો મેળવે છે, પરંતુ બીજા પક્ષીઓએ કરેલ શિકારનું ભોજન કરે છે. આ પક્ષીઓની પ્રાકૃતિક શિકાર કરવાની ક્ષમતા ઓછી હોવાના કારણે આવા પક્ષીઓ માછીમારની બોટ આસપાસ વધુ ઉડે છે અને માછીમારી દરમ્યાન મળેલ માછલીઓ ખાય છે. આ સિગલ પક્ષી  વિદેશી પક્ષીઓને ગાંઠિયા અને દાળિયા ખવડાવવા જોઈએ નહિ. લોકો પોતાના મકાનની છત પર તેમજ ચોપાટી પાસે આવેલ દદુના જિમ સામે પક્ષીઓને ચણ નાખતા હોય છે. આ વિદેશી પક્ષીઓ માંસાહારી હોય છે અને તળેલી વસ્તુ ગાંઠિયા ખવડાવવાથી પક્ષીઓને નુકશાન થાય છે જેથી આવા પક્ષીઓને ગાંઠિયા અને દાળિયા જેવા પદાર્થો ન ખવડાવવા જોઈએ તેવી પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડોક્ટર સિદ્ઘાર્થ ગોકાણીએ લોકોને અપીલ કરી છે.  તેલમાં તળેલા ગાંઠિયા ખવડાવવાથી આવા પક્ષીઓના લીવરમાં મોટી ક્ષતિ ઊભી થાય છે અને ઉડવાની ક્ષમતા પણ ઘટે છે. જેથી ધામર્કિ લોકો એવું માનતા હોય કે પક્ષીઓને ખોરાક ખવડાવવાથી પુણ્ય મળે છે, પરંતુ આવા પક્ષીઓને ગાંઠિયા ખવડાવવાથી પક્ષીઓને ઉડવાની ક્ષમતા પર પણ અસર પડે છે, જેથી અજાણતા પાપ કર્મ થઈ શકે છે. જેથી લોકોએ વિદેશી પક્ષીઓને ગાંઠિયા અને દાળિયા તેમજ તળેલી ચીજો ખવડાવતા પહેલા પક્ષીઓને નુકશાન થાય છે તે વાત ધ્યાને લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.