આજે મોગલર્માંનો પ્રાગ્ટય દિન: ભગુડા ધામમા હવન બાદ ભકતો કરી શકશે દર્શન
આજે આસો સુદ ૧૩ ને ગુરૂવાર મા મોગલનો પ્રાગ્ટ દિન છે. ત્યારે આજથી ઘણા દિવસો બાદ ભગુડા મોગલ માંનું મંદિર ભકતોના દર્શન માટે ખૂલ્લુમુકાયુંં છે.
આજે મોગલ માંનો પ્રાગ્ટય દિન છે. મોગલ માના દરેક ધામમાં આ દિવસની ભકિતભાવ પૂર્વક ઉજવણી થાય છે. મોગલમાની પ્રાગ્ટય ભૂમિ દ્વારકા નજીક આવેલા ભીમરાણા છે. આજે મોગલ માના ધામ ભગુડા ખાતે હવનનું આયોજન કરવામાં આવેલ છે. સવારથી માતાજીનો હવન ચાલી રહ્યો છે. જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ બીડુ હોમાયા બાદ મંદિરના દ્વાર ભક્તોમાટે ખૂલ્લા મૂકાશે છેલ્લા ઘણા દિવસોથી કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના કારણે મંદિરના દ્વાર બંધ હતા.
આજથી દરરોજ મંદિરના દ્વાર ખૂલતા ભકતો ર્માંના દર્શન કરી શકશે. તેમજ શોશ્યલ ડીસ્ટન્ડ અને માર્સ્ક સાથે માઈ ભકતો ર્માંને શીશ ઝુકાવી શકશે.