- ૧૭૨ દિવસ પછી ભકતો દર્શન-આરતીનો લ્હાવો લઇ શકશે
અબતક,રાજકોટ
કોરોનાનો કપરોકાળ અને લોકડાઉન બાદ આજે ફરી ભકતો માટે સાળંગપુર મંદિરના દ્વાર ખુલ્યાં છે. સરકારની ગાઇડલાઇન મુજબના નિની નિયમો જળવાઇ રહે તેની સંપૂર્ણ વ્યવસ્થા સાથે સાળંગપુર મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયુ છે ભકતો આરતી સાથે દર્શનનો લાભ લઇ શકશે.
છેલ્લા છ મહિનાની કોરોનાએ સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યો છે.
દિન પ્રતિદિન કોરોના સંક્રમણ વધતા પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા સરકારે તમામ એક પછી એક સરાહનીય પગલા લીધાં છે. આ કપરા કાળમાં પગલા લીધાં છે. આ કપરા કાળમાં, લોકડાઉન સાથે ભકતો ભગવાનના દર્શન વંચિત હતા.
સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા મંદિરો બંધ રહ્યા હતા. ત્યારબાદ જનજીવન થાળે પાડવા ચુસ્ત નિતી નિયમોના પાલન સાથે અમુક મંદિરો ખુલવા પામ્યાં છે. જેમાં આજરોજ હનુમાનજીના વાર શુભ શનિવારથી સૌરાષ્ટ્રનુ સુપ્રિસધ્ધ સાળંગપુર મંદિરના દ્વારા ખુલવા પામ્યાં છે. ૧૭૨ દિવસ મંદિર બંધ રહ્યા બાદ આજથી ફરી ભકતો દર્શન-આરતીનો લ્હાવો લઇ શકશે ચોકકસ નિત નિયમો સાથે, સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તેવી વ્યવસ્થા સાથે મંદિરમાં ભકતો દર્શનનો લ્હાવો લઇ શકશે.મળતી માહિતી મુજબ ભકતો સવરે ૮થી ૧૦ તેમજ સાંજે ૪થી ૯ દરમ્યાન દર્શન કરી શકશે અને આરતીનો લ્હાવો લઇ શકશે.