અયોધ્યામાં ગઈકાલે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભવ્યરીતે યોજાયા બાદ આજે રમલલાના દર્શન કરવામાં માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ફક્ત આમંત્રિત મહેમાનોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે આજે હવે મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવતા જ આજે કડકતી ઠંડીમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
દરરોજ મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન અને શયન સહિતની આરતી થશે,આરતીમાં માત્ર 30 વ્યક્તિઓને જ પ્રવેશ અપાશે
રામલલ્લાની એક ઝલક મેળવવા ભાવિકો ઉમટી પડ્યા, રાતથી જ દર્શન માટે કતારો લાગી
રામલલાના અભિષેક પછી તેમની પૂજા અને આરતીમો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. આરતીમાં હાજરી આપવા માટે પાસ આપવામાં આવશે. અત્યાર સુધી રામલલા બે આરતીઓ હતી.રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશનંદિની શરણે કહ્યું કે, હવે મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સાંજ અને રામલલાની શયન આરતી થશે. શક્ય છે કે પૂજારી પોતે ઉત્થાપન આરતી કરે અને પછી દર્શન માટે પડદો ખોલે. આ અંગે ટ્રસ્ટ જ જાહેરાત કરશે.
મંગળા આરતીનો અર્થ ભગવાનને જગાડવા માટે છે. તેઓને શ્રૃંગાર આરતીમાં શણગારવામાં આવે છે. ભોગ આરતીમાં પુરી-સબ્જી-ખીર ચઢાવવામાં આવે છે. રામલલાની ખરાબ નજર દૂર કરવા ઉત્થાપન આરતી કરવામાં આવે છે. સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે અને પછી ભગવાનને સૂતા પહેલા શયન આરતી કરવામાં આવે છે.
નવા મંદિરમાં સવારે 3:30 થી 4:00 વાગ્યે પૂજારી રામલલાને મંત્રોચ્ચારથી જગાડશે, ત્યારબાદ મંગળા આરતી થશે. શ્રૃંગાર આરતી સવારે 5:30 કલાકે શરૂ થશે બપોરે મધ્યાહ્ન ભોગ આરતી થશે. ત્યારબાદ ભગવાનને શયન કરતી વખતે ઉત્થાપન, સાંજની આરતી અને શયન આરતી થશે. આ પહેલીવાર હશે જ્યારે રામ લલ્લાનો પ્રસાદ તમામ પ્રમાણભૂત પદ્ધતિઓ અનુસાર કરવામાં આવશે. રામલલાનો બાકીનો અભિષેક 40 દિવસ સુધી દરરોજ થશે. કલાકારો 60 દિવસ સુધી સ્વરાંજલી આપતા રહેશે.
બપોરે દર કલાકે ભોગ પીરસવામાં આવશે
બપોરે પુરી-સબ્જી, રબડી-ખીર ઉપરાંત દર કલાકે રામલલાને દૂધ, ફળો અને પેડા ચઢાવવામાં આવશે. રામ લલ્લા સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે ક્રીમ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી પહેરશે. ખાસ દિવસોમાં તેઓ પીળા વસ્ત્રો પહેરશે.
મંદિરમાં એન્ટ્રી નિ:શુલ્ક જ હશે, આરતીમાં હાજર રહેવા માટે ખાસ પાસ લેવો પડશે
અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોએ દર્શન માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહી. મંદિરમાં રામ લલાના મફત દર્શન કરી શકાશે. જો કે જે શ્રદ્ધાળુઓ આરતીના દર્શન કરવા માંગતા હોય તેમણે ફરજીયાત પાસ લેવાનો રહેશે. આરતી સમયે પાસ ધરાવતા લોકોને જ આરતીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. ભક્તો શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પાસ લઈ શકશે. પાસ માટે માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) હોવું જરૂરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકશે.
મંદિરમાં એન્ટ્રી નિ:શુલ્ક જ હશે, આરતીમાં હાજર રહેવા માટે ખાસ પાસ લેવો પડશે
અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોએ દર્શન માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહી. મંદિરમાં રામ લલાના મફત દર્શન કરી શકાશે. જો કે જે શ્રદ્ધાળુઓ આરતીના દર્શન કરવા માંગતા હોય તેમણે ફરજીયાત પાસ લેવાનો રહેશે. આરતી સમયે પાસ ધરાવતા લોકોને જ આરતીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. ભક્તો શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પાસ લઈ શકશે. પાસ માટે માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) હોવું જરૂરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકશે.
દર વર્ષે અંદાજે 5 કરોડ લોકો અયોધ્યાની મુલાકાત લેશે
અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય અભિષેક બાદ હવે દર વર્ષે ઓછામાં ઓછા પાંચ કરોડ પ્રવાસીઓ શહેરની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ સંખ્યા સુવર્ણ મંદિર અને તિરુપતિ મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા કરતા ઘણી વધારે છે. બ્રોકરેજ ફર્મ જેફરીઝે રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે એરપોર્ટ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે ખર્ચ થવાને કારણે યુપીનું આ શહેર દેશના સૌથી મોટા પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં નવા એરપોર્ટ, વિસ્તૃત રેલ્વે સ્ટેશન, રહેણાંક યોજનાઓ અને બહેતર રોડ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ માટે 10 બિલિયન ડોલરથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આનાથી શહેરમાં નવી હોટેલો ખુલશે અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. તેનાથી અયોધ્યા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. જેફરીઝના મતે, ધાર્મિક પર્યટન હજુ પણ ભારતમાં પ્રવાસનનો સૌથી મોટો વિભાગ છે. ઘણા લોકપ્રિય ધાર્મિક કેન્દ્રો આંતરમાળખાના અવરોધો હોવા છતાં દર વર્ષે 10-30 મિલિયન પ્રવાસીઓને આકર્ષે છે. તેથી, વધુ સારી કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવા ધાર્મિક પ્રવાસન કેન્દ્રની રચના ભારે આર્થિક અસર ઊભી કરી શકે છે.
રિપોર્ટ અનુસાર, પ્રી-કોવિડ એટલે કે 2018-19 દરમિયાન જીડીપીમાં પર્યટનએ 194 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું. તે 2032-33 સુધીમાં 8 ટકાના દરે વધીને 443 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.
રિપોર્ટ અનુસાર અયોધ્યામાં નવા એરપોર્ટનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. તે 10 લાખ મુસાફરોને હેન્ડલ કરી શકે છે. દરરોજ 60,000 મુસાફરોને હેન્ડલ કરવા માટે રેલવે સ્ટેશનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. હાલમાં અયોધ્યામાં 590 રૂમવાળી લગભગ 17 હોટલ છે. 73 નવી હોટલ બનાવવામાં આવી રહી છે. ઇન્ડિયન હોટેલ્સ, મેરિયોટ અને વિન્ડહેમ પહેલાથી જ હોટેલ બનાવવા માટે કરારો પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે. આ સિવાય આઇટીસી અયોધ્યામાં પોતાના માટે શક્યતાઓ પણ શોધી રહી છે. ઓયો અયોધ્યામાં 1,000 રૂમ ઉમેરવાની યોજના ધરાવે છે. 1,200-એકર ગ્રીનફિલ્ડ ટાઉનશિપ બનાવવાની યોજના પણ છે.
ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહે ગુજરાતની કેબિનેટ બેઠકનું અયોધ્યામાં ગોઠવાતું આયોજન
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી આ શહેરનું મહત્ત્વ અનેક ગણું વધી જવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી મહિનામાં કદાચ તેમની કેબિનેટ મિટિંગ પણ અયોધ્યામાં યોજે તેવી શક્યતા છે. ગુજરાત સરકારનું આખું મંત્રીમંડળ ફેબ્રુઆરીમાં અયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતા છે જ્યાં મંત્રીમંડળની બેઠક મળી શકે છે.ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું કે 22 ફેબ્રુઆરી અથવા 24 ફેબ્રુઆરીએ ગુજરાતની કેબિનેટ મિટિંગ અયોધ્યામાં મળી શકે છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રામ મંદિરની મુલાકાતે જઈ શકે છે. તેમની સાથે તેમનું મંત્રીમંડળ પણ જાય તેવી શક્યતા છે અને ત્યાં જ કેબિનેટની બેઠક પણ યોજવામાં આવશે.