ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના દરવાજા આજે 17 દિવસ બાદ પાણીની આવકમાં ઘટાડો થવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા 138.68 મીટરે ઓવર ફલો થતા નર્મદા ડેમની સપાટી 138.06 મીટરે પહોચી જવા પામી છે.
ડેમની સપાટી 138.06 મીટર: 56654 કયુસેક પાણીની આવક
મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થવાના કારણે ડેમ ઓવરફલો થઈ ગયો હતો. પાણી આવક સતત ચાલુ રહ્યાના કારણે ડેમના તમામ 30 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતા જેના કારણે અનેક જિલ્લામાં જળ હોનારત જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. દરમિયાન વરસાદે વરામ લેતા અનેપાણીની આવકમાં ઘટાડો નોંધાતા છેલ્લા 17 દિવસથી ખૂલ્લા રાખવામાં આવેલા નર્મદા ડેમના દરવાજા આજે બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલ પ્રતિ સેક્ધડ 56654 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે 42000 કયુસેક પાણીની જાવક થઈ રહી છે. 138.68 મીટરે ઓવર ફલો થતા નર્મદા ડેમની સપાટી 138.06 ફૂટે પહોચી જવા પામી છે. ડેમના દરવાજા બંધ કરતા હેઠવાસના ગામોનાં લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.