હાલ જે રીતે પાકિસ્તાન પોતાની વિશ્વસનીયતા સાવ ગુમાવી બેઠું છે ત્યારે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતે તણાવ ઉભો થયો છે તેને નાથવા પાકિસ્તાન કરતારપુર, કોરીડોર ખાતે આવી ભારત સાથે અમન અને શાંતીની મથામણ કરી રહ્યું છે.
હાલ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન વિરુઘ્ધ ઉભું થઈ ગયું છે ત્યારે કોઈપણ એવી ઘટના તેમના દ્વારા જો કરવામાં આવે અથવા તો પાક. આતંકવાદીઓને પોસે તો ખરેખર પરિસ્થિતિ જોવા જેવી થશે ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા તેમનું એક દળ કરતારપુર કોરીડોર ખાતે આવશે જે વાત દર્શાવે છે કે પાકિસ્તાન હવે શાંતીની મથામણ કરી રહ્યું છે.
કરતારપુર કોરીડોર સમજોતા વિષય પર ચર્ચા કરવા પાકિસ્તાનનું એક પ્રતિનિધિ મંડળ ૧૪ માર્ચના રોજ ભારત આવશે. જયારે ભારતીય પ્રતિનિધિ મંડળ ૨૮ માર્ચે ઈસ્લામાબાદની યાત્રા કરશે ત્યારે બંને દેશો એટલે કે ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ડામવા આ પગલું ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કે કેમ? તે આવનારો સમય જ જણાવશે.