૨૯ દરવાજા પાંચ ફૂટ ખોલાતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ ઉપર આજે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બીજીવાર ડેમના તમામ ૨૯ દરવાજા પાંચ ફૂટે ખોલતાં નદીમાં ઘોડાપૂર આવતા હેઠવાસના ઘણા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી મુજબ જ પ્રથમ રાઉન્ડમાં વરસાદ પડતાં લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા. જેમાં સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ પર ભારે વરસાદને પગલે ઇતિહાસમાં પ્રથવાર ડેમના તમામ ૨૯ દરવાજા ૯ ફૂટે ખોલવામાં આવ્યા હતા. ચારેક દિવસના વિરામ બાદ આજે ફરી મુશળધાર વરસાદ વરસતા ભાદર ડેમમાં ડેમમાં ૫૨ હજાર ક્યુસેકની પાણીની આવક થતા ડેમના તમામ ૨૯ દરવાજા પાંચ ફૂટે ચાલુ વરસાદી મૌસમમાં ફરી ખોલીને લગભગ ૫૨ હજાર ક્યુસેક પાણી છોડતા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેમાં હેઠવાસના નદી કાંઠાના વિસ્તારોમાં ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના વાડાસડા, મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી જામકંડોરણાના તરવડ, ઇશ્વરીયા ધોરાજીના ભુખી, વેગડી અને ઉમરકોટ વગેરે ગામોના લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા એલર્ટ કરાયા છે. ભાદર નદીમાં ઘોડાપુર આવતા તાજેતરમાં જ નદી પર બનેલ પુલ નદીના ધસમસતા પાણીને જોવા મેળાવડો જામ્યો હતો. ડેમ ઓથોરિટી દ્વારા જેતપુર, ગોંડલ, ધોરાજી અને ઉપલેટાના નદી કાંઠાના વિસ્તારોને મકાનો ખાલી કરી સુરક્ષીત જગ્યાએ ચાલી જવાની ચેતવણી આપી હતી. જેતપુર માં ૩૦ તારીખ નો ૬૫ મિમિ અને મોસમ નો કુલ વરસાદ ૧૦૦૯ મિમિ પડેલ છે.