ઈન્ટરનેટના માધ્યમથી ભાજપના પૂર્વ મંત્રીનો મોબાઈલ નંબર શોધી ખંડણી માંગીને ફસાયો

મોરબીના વતની અને ભાજપ સરકારના પૂર્વ મંત્રીને જયંતિભાઈ કવાડિયાને ગેંગસ્ટર રવિ પુજારીના સાગરીતના નામે ફોન કરી ખંડણી માંગવા પ્રકરણમાં મોરબી એલસીબીએ મુંબઈથી આરોપીને ઝડપી લઈ આજે બપોરે મોરબી લાવવામાં આવ્યો છે અને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે ત્યારે પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ઈન્ટરનેટના માધ્યમથી પૂર્વ મંત્રીનો નંબર શોધી કાઢી ખંડણી પડાવવા કારસો રચ્યો હતો પરંતુ પોલીસની સતર્કતા ખંડણી ખોર તેની જ જાળમાં ફસાયો હતો.

આ ચકચારી ખંડણી પ્રકરણમાં મુંબઈથી આરોપી ઝડપાઇ જતા આજે બપોરે મોરબી લાવવામાં આવ્યો હતો જ્યાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુરુવારના રોજ મોરબીમાં રહેતા ભાજપના માજી મંત્રી જયંતીભાઇ કવાડીયાને મોબાઇલ ફોન ઉપર ગેંગસ્ટર રવી પુજારીના માણસ તરીકે ઓળખ આપી રૂપીયા ૫,૦૦,૦૦૦/-ની ખંડણી માંગવામાં આવી હતી આ બનાવની ગંભીરતા જોતા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન.૫ટેલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી અક્ષયરાજ મકવાણા તુરત જ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક એલ.સી.બીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા પો.હેડ કોન્સ્ટેબલ દીલીપભાઇ ચૌધરી, રજીકાન્તભાઇ કૈલા, પો.કોન્સ. નંદલાલભાઇ વરમોરા તથા દશરથર્સિહ પરમારની એક ટીમ બનાવી મુંબઇ ખાતે તપાસમાં મોકલી હતી.

IMG 20180518 WA0040વધુમાં આ મામલે પૂર્વ મંત્રી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ગુન્હો પણ નોંધાવવામાં આવ્યો હતો અને બે દિવસથી આ પ્રકરણમાં પોલીસે ગુપ્ત વર્તુળોને કામે લગાડી અન્ડરવર્ડ માફિયા રવિ પૂજારીના નામે ધમકી આપનાર શખ્સના મોબાઈલ ફોનને ઓબ્ઝર્વેશનમાં મૂકી લોકેશન મેળવવા તમામ તાકાત કામે લગાડી હતી

બીજી તરફ ખંડણીની ધમકી આપનાર શખ્સને દબોચવા મોરબી એલસીબીની ટીમે અમદાવાદ કાઇમબ્રાન્ચનું માર્ગદર્શન મેળવવા ઉપરાંત મુંબઇ પોલીસના ખંડણી વિરોધી દળની મદદ લઇ મોબાઇલ ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર આરોપી આશીષકુમાર રામનરેશ શર્મા ઉ.વ.૨૫ ધંધો, ફિલ્મક્ષેત્રે આસીસ્ટન્ટ ડાયરેક્ટર રહે. મુબઇ વાળાને ઝડપી લીધો હતો અને બપોરે એલસીબીની ટીમ આરોપીને લઈ મોરબી આવી પહોંચી આરોપીના રિમાન્ડ મેળવવા કોર્ટ સમક્ષ રજુ કરનાર હોવાનું જાહેર કર્યું હતું.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે રવિ પૂજારીના નમે ખંડણી ઉઘરાવવાનો કારસો ઘડનાર આ મુંબઈગરાએ અગાઉ આ રીતે કોઈ પાસેથી ખંડણી ઉઘરાવી છે કે કેમ ? સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવશે કેમકે કહેવાતા ફિલ્મ ડાયરેક્ટરે અગાઉ બોલીવુડના પાંચ થી છ કલાકારો પાસે પણ આવી જ રીતે મોબાઇલ ફોન ઉપર ધમકી આપી ખંડણી માગેલાની કબુલાત આપતા પોલીસ આ દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી છે.

જો કે, ગેંગસ્ટર રવી પુજારીનો માણસ હોવાની ખોટી ઓળખ આપી રાતો – રાત કમાણી કરવા નીકળેલા મુંબઈગરાને હાલ તો મોરબી પોલોસના મહેમાન બનવું પડ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.