નગર પાલિકામાં ઉપપ્રમુખ ને સત્તા થી દૂર કર્યા બાદ વિરોધીઓને હંફાવવા પાલિકા પ્રમુખે શામ,દામ,દંડ, ભેદનો રસ્તો અપનાવ્યો ;ભાજપ અને ધારાસભ્ય જુના સભ્યો નક્કી કરશે પ્રમુખનું ભાવિ

મોરબી નગર પાલિકા પ્રમુખ સામે કોંગી સદસ્યો એ  મુકેલી અવિશ્વાસ ની દરખાસ્ત ફગાવી દેવા ગઈકાલે રાતભર દોડાદોડી કરી પાલિકા પ્રમુખે શામ,દામ,દંડ,ભેદ ની નીતિ અપનાવી સતાં ટકાવવા પ્રયાસ કર્યા છે તો સામે પક્ષે વિરોધીઓ એ પણ પ્રમુખ ને ઘરે બેસાડવા તમામ તાકાત કામે લગાડી છે.

મોરબી નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ રજૂ યેલી અવિશ્વાસ ની દરખાસ્ત બાદ ઉપપ્રમુખે રાજીનામુ ધરી દેતા સમગ્ર મોરબી શહેર માં  આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી કારણકે આજે પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ ની સતાં ટકશે કે ઘરભેગા શે તે નક્કી ઇ જશે

ભાજપ કોંગ્રેસ ની ઊંધિયા જેવી વિકાસ સમિતિ ના શાસન માં હાલ મોરબી નો વિકાસ વા ને બદલે અધોગતિ ી રહી છે ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે,સફાઈ ના ઠેકાણા ની તો શહેર અને શહેર ના છેવાડાના વિસ્તારો ને પાણી પહોંચાડવામાં નગરપાલિકા ના શાસકો ઉના ઉતાર્યા છે.વળી નગરપાલિકા ના ડામાડોળ શાસન માં તંત્ર વાહકો નગરપાલિકા ના અધિકારીઓ ને પંકાબુ કરી શકયા નહોવા ની બૂમ ઉઠી છે.

ઉપરોક્ત તમામ હકીકત ને આગળધરી કોંગ્રેસ ના ૨૨ સભ્યો એ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત કરી હોય આજે મળનારી બોર્ડ બેઠક માં નયનાબેન ના શાસન નું ભાવી ફાયનલ નાર છે

ટોચ ના વર્તુળો તો એવું જણાવી રહ્યા છે કે નયનાબેન ને પ્રમુખપદે ી હટાવવાનો તખ્તો ગઈકાલે રાત્રે જ ઘડાય ગયો છે અને ટોચ ની રાજકીય વ્યક્તિઓ દ્વારા પ્રમુખ ને ૩૫ સભ્યોની બે તૃતીયાસ બહુમતી ના મળે તેવા સોગંઠા પણ ગોઠવી દીધા છે.

બીજી તરફ પાલિકા પ્રમુખ પણ સતા ટકાવવા મક્કમ છે અને સ્પષ્ટ પણે જણાવી રહ્યા છે કે આજના બોર્ડ માં તેઓ બહુમતિ સાબિત કરી બતાવશે

ઉલ્લેખનીય છે કે નગરપાલિકા માં કુલ ૫૨ સંભોગ પૈકી ૨૨ કોંગ્રેસ ના સભ્યો અને માજી ઉપપ્રમુખ મળી ૨૩ સભ્યો પ્રમુખ વિરુદ્ધ છે આી હવે મોરબી શહેર ભાજપ અને ધારાસભ્ય જૂ ના પાલિકા સદસ્યો પર પ્રમુખ નું ભાવિ ટકેલું છે જો ભાજપ ના સભ્યો નયનાબેન ને સર્મન આપે તો જ તેઓ સતા પર બેસી શકશે.

જો કે પ્રમુખ રહે કે ના રહે મોરબી ની પ્રજા ને કોઈ ફરક પડતો ની. જો આ અવિશ્વાસ ની દરખાસ્ત ી પ્રમુખ સુધરી જય પ્રજાભિમુખ વહીવટ આપે તો મોરબીની પ્રજા નગરપાલિકા ના સત્તાધીશોની ઉપકારી રહેશે તેવું મોરબી ના  બુદ્ધિજીવીઓ ઈચ્છી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.