અબતક, રાજકોટ
ભારતીય શેરબજારમાં હવે મંદીના વાદળો હટી ગયા હોય તેવું લાગી રહ્યું છે સોમવારે મોટા કડાકા બાદ મંગળવારે બાઉન્સ બેક જોવા મળ્યું હતું. આજે બુધવારે ઉઘડતી બજારે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકસો સેન્સેકસ તથા નિફટી તોતીંગ ઉછાળા સાથે ખુલ્યા હતા. સેન્સેકસે ફરી પ8 હજાર પોઇન્ટની સપાટી તોડી હતી. જયારે નિફટી પણ 17400 ની પાર થઇ ગઇ હતી.
અર્થતંત્રના ઉજળા સંજોગોએ બજારને રફતાર પકડાવી:
2022 શેર બજાર માટે ન ભૂતો ન ભવિષ્યતી
ભારતીય શેર બજારમાં મંગળવારે બાઉન્સ બેક રેલી જોવા મળી હતી. આજે પણ તેજી યથાવત રહ્યા પામી હતી. ઉઘડતી બજારે સેન્સેકસમાં 800 થી વધુ પોઇન્ટનો અને નિફટીમાં ર40 થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
આજે બજાજ ફાઇનાન્સ, વિપ્રો, બજાજ ફિનસર્વ, વિપ્રો, ગ્રાસીમ સહિતની કંપનીઓના શેરોના ભાવમાં 3 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો જયારે એચડીએફસી, લાઇફ, મારૂતિ સુઝુકી, ડેવીસ લેબ, કોલ ઇન્ડિયા સહિતની કંપનીના શેરોના ભાર તેજીમાં પણ તુટયા હતા. બુલીયન બજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 680 પોઇન્ટના ઉછાળા સાથે 58313 અને નિફટી 197 પોઇન્ટના ઉછળા સાથે 17373 પોઇન્ટ પર ટ્રેક કરી રહ્યો છે.
શેરબજારમાં હવે મંદિવાળાઓ હટી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને તેજી વાળા ફરી એકિટવ થયા છે ગઇકાલે જે રીતે બાઉન્સ બેક જોવા મળ્યું હતું તે આગામી દિવસોમા બજારમાં તેજીના સંકેતો આપી રહ્યા છે. ટુંક સમયમાં સેન્સેકસ અને નિફટી નવા સિમાચિહનો હાંસલ કરી લેશે તેવી શકયતાઓ પણ નકારી શકાતી નથી.