કચ્છ જિલ્લામાં કાલે સ્મૃતિવન મેમોરીયલ, ભુજ ખાતે જી-20નું ડેલીગેશન તથા અન્ય મહાનુભાવો પધારનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઇનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે.
કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, વી.વી.આઈ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે તેમજ કચ્છ જિલ્લામાં વસતા લોકોને શારીરિક હિંસા પહોંચાડી શકવાની શકયતા તેમજ જિલ્લાની તેમજ રાજ્યની સલામતી જોખમમાં મુકાય તે શક્યતા નકારી શકાય નહી. ત્યારે કચ્છ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડવાની શક્યતા નકારી શકાય નહી. આ પ્રકારના સાધનોથી જિલ્લામાં આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શક્યતા રહેલી હોઇ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ એ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973(1974 ના ન.-2)ની કલમ-144 તળેનું “નો ડ્રોન” ફલાય ઝોન જાહે2 ક2વા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે.
આ હુકમ સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના સંસાધનોને લાગુ પડશે નહી. જુદા જુદા કારણોસર ડ્રોનથી શુંટીગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષક કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ અધિકારી દ્વારા આપી શકાશે.