સમાજ શ્રેષ્ઠી રમેશભાઈ ઠકકર યુવાઓને સંબોધીને જણાવે છે કે આજે મને 72 વર્ષ થઈ ગયા, છેલ્લા 25 વર્ષથી હું જોઉં છું કે સમાજ એટલો બધો સુખી થતો જાય છે, હું જય જય ગરવી ગુજરાત, જય જય મા ભારતીને વંદન કરીને કહુ છુ કે ભારતમાં જેટલા લોકો હજારો વર્ષોથી લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે મંદિરો, દેવાલયો, ગુરૂદ્વારા, જિનાલય હોય, ગુરૂકુળ હોય, દવાખાના હોય, અન્નક્ષેત્ર હોય, સમુહલગ્ન હોય, ભણવા માટે સ્કૂલો કે કોલેજો હોય, ગૌશાળા હોય કે પાંજરાપોળ હોય, મુકબધીરની સ્કૂલો હોય કે વૃધ્ધાશ્રમ હોય, જ્ઞાતિની વાડી હોય કે દરેક તહેવારોની ઉજવણી હોય, રિઝલ્ટ કે ગરબાની રમઝટ હોય આ બધામાં આપણા લોકો સત્વરે ખૂબ સારી રીતે વર્ષોથી દાન આપે છે. વાવ કુવાઓ ખોદાવો કે ચેકડેમ બનાવો.
લોકોના દાનથી થઈ શકે છે અને લોકો કરે પણ છે આજે મારે વાત એ કરવી છે જેમ આપણા મા-બાપ પાસે ઓછા પૈસા હતા ત્યારે પણ આપણે સારૂ કામ કરતા હતા, આજે નવો યુગ આવ્યો છે, પૈસા જેની પાસે છે અને દયા કરૂણા ખુબ જન્મી રહી છે આ 25 વર્ષના અનુભવમાં કહ તો 1800 ગાયો છે કે એનિમલ હેલ્પલાઈન ચલાવીએ છીએ કે બીજી ઘણી સંસ્થાઓ સાથે જોડાઈને કામ કરીએ ત્યારે કોઈ પાસે કંઈ માગવા જવુ નથી પડતુ, લોકો સામે આપવા આવે છે, આજે પણ મોરબીના એક કિસ્સો આવ્યો 11 લાખ રૂપીયા મેડીકલ સહાય માટે જાહેર કર્યાં એની મને ખુશી થઈ યંગ જનરેશન જે રીતે પૈસા આપી રહી છે કોઈપણ આ બધામાં ખૂબ લોકો આગળ આવે છે અને ખુબ સારૂ કામ કરે છે.
સારા સારા લોકો આ કાર્યમાં જોડાઈ પણ છે યંગ જનરેશનને ખરેખર વંદન કરૂ કે મંદિરોમાં તમે જુઓ કે સારા તહેવારમાં જુઓ, ધંધામાં જુઓ કે વ્યાપારે ઉદ્યોગમાં જુઓ દરેક જગ્યાએ યંગ જનરેશન આગળ આવે છે ખૂબ મોટું યોગદાન પણ આપી રહયાં છે ત્યારે આજે યંગ જનરેશનને બિરદાવ છું આજે મારે 72 વર્ષ થઈ ગયા મારાથી નાના 20, 30, 40 વર્ષના છોકરાઓ જે રીતે કામ કરી રહયાં છે, જે રીતે તેઓ વિનમ્ર ભાવે તન, મન, ધનથી સેવા કરી રહ્યાં છે. ત્યારે હું આ બધા લોકોને ખરેખર દિલથી વંદન કરૂ છું આજે કોવિડ19 ચાલુ થયું ત્યારથી 13 મહિના થયા લોકોને ટ્રેન મારફતે અલગ રાજયમાં પહોંચાડી રહયાં હોય, રસ્તામાં ભોજન આપવુ હોય, દેવા, ચંપલ, વસ્ત્રો કે અન્ય કોઈ સુવિધા આપવી હોય ઉપરાંત રોકડા રૂપીયા પણ આપવાવાળા નીકળયા કે, કોરોનામાં પરીવારને સંભાળવા માટે રોકડા રૂપીયા પણ આપવાવાળા ઘણા નિકળ્યા, મિત્રો, એકપણ દિવસ એવો નથી કે નાનામાં નાના માણસ સુધી મદદ ન પહોંચી હોય અને એટલા માટે જ લુંટ નથી થતી, ચોરી નથી થતી, અમુક ચારી થાય તે જુદી વાત છે પરંતુ મજબ્રીમાં પણ ઘણા લોકો ચોરી નથી કરતા પોતાના ભરણપોષણ કરવા માટે નિભાવ કરે છે, આવો સમાજ આટલા વર્ષોમાં જોયો નથી તો આ યુવાનોને આપણે ખુબ સારી રીતે બિરદાવીએ મને જીવનમાં ભુજના ભૂકંપ વખતે, મોરબીના પર, સુરતના પૂર વખતે આવા લોકો મળે છે ત્યારે હું જોઉં છું આજે પણ આર.એસ.એસ. સ્વયંસેવકો જે રીતે મૃતદેહોને કોઇને અગ્નિદાહ આપે છે જેન પરીવાર નથી, સગાવ્હાલા નથી, ત્યારે હું આ આયોજનને બિરદાવું છે.
દાન આકાશી ખેતી છે દાનનું વળતર ચાહે શાબ્દીક હોય શકે, સમય હોય શકે, અને પાછું આવે છે હું આ મારા અનુભવથી કહે છે અને આવ કામ સાર કરવા માળે અને સાર પરીણામ મળતુ રહે તેવી જ પ્રભુને પ્રાર્થના, 90 પૈસા કમાવા હોય તો 10 પૈસા વાપરવા આપો બાકીના આપણા જ છે. સર્વધર્મમમાં મુસ્લિમમાં જકાત છે, ફોરેનમાં ચેરીટેબલ ટ્રસ્ટ છે, ભારતમાં દાન છે, વાવણી કરતા રહો અને મીઠા ફળ સૌને મળે, સમૃધ્ધિ મળે, ઘણા બધા ઝાડ વાવે છે એ પણ સારી વાત છે. બ્લડ ડોનેશન કરે છે, જરૂરીયાતમંદોને દવા આપે છે આવી રીતે ઘણા કોરોના વોઅર્સ તરીકે કામ કરે છે