મેષ (અ,લ,ઈ)
આ અઠવાડીયા માટે, ઉતાવળવૃતિ તથા ત્વરીત પ્રતિક્રિયા પર કાબુ રાખવો, સાથે પિતની તાસીર વાળા જાતકોએ વિશેષ કાળજી લેવી. આડેધડ ફાસ્ટ ફૂડ આરોગવામાં આરોગ્ય પ્રદ સંયમ જાળવવો, અન્યથા અસ્પતાલ યોગની શક્યતા. દુષિત યોગ વાળા જાતકોએ બાહ્ય આકર્ષણના યોગ કે સંબંધોથી દુર રહેવું, તથા આવાં સંબંધો વાળા જાતકો એ વિશેષ તકેદારી રાખવી, આ સપ્તાહ ધંધા વ્યાપાર માટે સાનુકુળ રહેવાંની સંભાવના. ૨૪ સપ્ટેમ્બર તથા ૨૫ સપ્ટેમ્બરનો દિવસ પ્રતિકુળતા આપશે. અન્ય દિવસો સાનુકુળતા થી પસાર થશે.
વૃષભ (બ,વ,ઉ)
ધાર્મિક કે તિર્થ સ્થાનોએ પ્રવાસ થવાનાં સંયોગો. જુના દેવું-કરજ માંથી થી છુટકારો થવાના પ્રયાણ થશે. કૌટુંબીક બાબતોમાં યથામતિ કામ કરવું, પ્રેમ -મિત્રતા, લાગણીના સંબંધમાં થોડા વત્તા અંશ ઉતાર ચડાવ જોવા મળશે. સરકારી કામકાજમાં થોડી ધીરજ રાખીને આગળ વધવું. જમીન તથા નવ મકાનના યોગ. મૂડી રોકાણ માટે ઉતમ સમય સંપતિ તથા રોકડ-બચતમાં વધારો થવાની શકયતા. વિદેશમાં યુરોપિય દેશોથી લાભના અનેક અવસરો મળશે. સાથોસાથ પરદેશાગમન માટે સંયોગો. આ સપ્તાહ પણ સારુ નીવડશે.
મિથુન (ક,છ,ઘ)
આ સપ્તાહ દરમ્યાન દોડાદોડી તથા શારીરિક રીતે શ્રમ રહેશે, એટલે માનસિક રીતે સજ્જ થઈ જવું. વાહન ધીમે ચલાવવું. શારીરિક પરિશ્રમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. પારિવારીક કાર્યોમાં ભાગદોડ રહેશે, વેવિશાળ કે લગ્ન જેવાં યોગો. મોસાળ તથા સાસરા પક્ષે નિરાંતનો અનુભવ થશે. તમામ કાર્યો નિરાંતે કરવાં કારણ આ સપ્તાહના દરેક કાર્યમાં કોઈ ને કોઈ દોડધામ કે ઉતાવળ રહેશે. ધંધા નોકરી કે વ્યવસાય માટે બહારી રાજયોમાં જવાની સંભાવના. સ્થાનિક સરકારી નોકરીયાત માટે બદલી કરાવવાનો સાનુકુળ સમય.
કર્ક (ડ,હ)
આ સપ્તાહ દરમ્યાન તહેવારી જુગારમાં કે શેર સટ્ટામાં મોટી હાની થવાની શક્યત, આથી, યથામતિ પગલાં લેવાં.પ્રોફેશન્લ્સ વર્ગ, નોકરીયાત વર્ગ તથા ગૃહ જીવન વિતાવતા લોકો માટે આ સપ્તાહ સારું નીવડશે.નાનાં પાયે ઈલેક્ટ્રીકલ કે ઈલેક્ટ્રોનિક કે ઈંટરનેટ સાથે સંકળાયેલ વ્યાપાર વ્યવસાય માટે રાહત અનુભવાશે.હેવી મશીનરી ઉદ્યોગ માટે આ સપ્તાહ મુશ્કેલી વાળૂ રહેશે. વિદ્યાર્થી તેમજ ગૃહિણીઓ માટે આ સપ્તાહ ઉતમ રહેશે. જાહેર ક્ષેત્રના લોકો કે સેલેબલ વ્યક્તિઓ એ માટે મધ્યમ સપ્તાહ.સપ્તાહ ના અંતિમ ત્રણ દિવસો વધારે સાનુકુળ રહેશે.
સિંહ (મ,ટ)
દુષિત યોગ વાળા આ રાશિ-જાતક માટે આ સપ્તાહ પણ સારુ નીવડશે. પારિવારીક તથા ઘરેલુ બાબતોમાં સુધારાની સંભાવના.મૈત્રી સંબંધોથી લાભના અવસર મળવાની થવા સંભવ. અધુરા રહેલા સરકારી કાર્યને પૂર્ણ કરવા પ્રયાસ કરવો. વિદેશથી થોડો ઘણો લાભ થવાની શકયતા, સાથે વિદેશથી ધંધા વ્યવસાય મળવાની સંભાવના. ન વેંચાતા મકાન કે જમીનને વેંચવા માટે યોગ્ય સમય. આ માટે ૨૨, ૨૩, તથા ૨૪ ૨૫ સપ્ટેંબરના દિવસો યોગ્ય સમય. હાથ ઉછીના પૈસા ન આપવા, આપવા હોય તો પરત આવવાની અપેક્ષા નહિવત રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
હોટેલ બૂકીંગ તથા ટ્રાવેલ એજન્ટો- એજંન્સી માટે આ સપ્તાહ સરેરાશ તથા મધ્યમા નીવડવા વાળુ નીવડશે, અણધાર્યા ખર્ચાઓ આવી પડવાની વકી. મોસાળ પક્ષથી સહકાર આપવા લેવાંના સંયોગો પ્રાપ્ત થશે. જુના સગા સ્નહીઓને મળવાના સંયોગો. વિદ્યાર્થી તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. સરકારી નોકરીયાત માટે બદલી તથા બઢતીના સંયોગો પણ સર્જાય છે. ૨૨ સપ્ટેમ્બર થી ૨૫ સપ્ટેમ્બર ના દિવસો વિશેષ લાભકારી નીવડશે. બાકી દિવસો સાધારણ રહેશે.
તુલા (ર,ત)
પરિવારમાં વિશેષ સંભાળવુ, સમજદારીથી કામ લેવું, નાની અમથી વાતમાં ઉગ્ર કલેશ-કંકાસ થઈ જવાની શકયતા. અંગત કાર્યોના અવરોધ દુર થઈ જવાની સંભાવના. ધંધા વ્યવસાય કે ઉદ્યોગ ધારીઓ માટે આનંદ મંગલ, આ ક્ષેત્રે હળવી હળવી સફળતાની શરુઆત. નોકરીયાત માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. રીયાલ્ટીમાં રોકાણ કરતાં પહેલા, ઘર મેળે વિચાર વિમર્શ કરવો કે નિષ્ણાંતની પરામર્શ લેવી. ૨૩,૨૪ ૨૫, સપ્ટેમ્બરનો દિવસો સામાન્ય રહેશે, અન્ય દિવસો સુખદ નીવડશે.
વૃશ્ચિક (ન,ય)
આ સપ્તાહ દરમ્યાન પણ ભાગીદારો વચ્ચે મનદુ:ખ થવાના સંયોગો દર્શાય છે, આથી સમજી વિચારી ચર્ચાઓ કરવી. આ સિવાય આ રાશિ માટે કહી શકાય તેવાં કોઈ વિધ્ન કે અડચણ નથી દેખાતાં. ઉતરતી પન્નોતિના કારણે લાભોદય ની સાથો સાથો સ્વભાવમાં ક્યારેક ક્યારેક ચડાવ ઉતાર આવી જાય તો તે સામાન્ય બાબત છે. એકદંરે, વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ પણ નૂકશાન વિનાનું રહેશે, માટે આનંદ હિ આનંદ.
ધન (ભ,ફ,ધ,ઢ)
આ સપ્તાહ દરમ્યાન સરકારી નોકરીયાત માટે હળવા હળવા અડચણો આવ્યા કરશે. તેમ જ ઉપરી અધિકારી સાથે સુમેળ રાખી કાર્ય કરવું.વ્યાપાર વણિજ ક્ષેત્રે ગતિ જણાશે. દોડધામ હળવી થશે, પરિશ્રમમાં ઘટાડો થશે. માનસિક સ્તરે તનાવમુક્તિ થશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે.પન્નોતિ હોતાં વાહનો ધીમી રફતારે જ ચલાવવાં. પનોતિ દરમ્યાન આંગણ કે મંદિરે કે ગૃહ મંદિરે ફુલોની રંગોળી ફાયદામંદ નીવડે છે.ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ સુખરૂપ પસાર થશે.
મકર (ખ,જ)
આ સપ્તાહ દરમ્યાન નોકરી ધંધામાં અપયશ કે આક્ષેપ મળવાની સંભાવના. કારણે મન થોડુ વ્યગ્ર રહેવા પામે. તેની સામે આ આખુ સપ્તાહ કામકાજમાં વ્યસ્તતા આપનારુ રહેશે.વાહનો ડ્રાઈવ કરવામાં કાળજી રાખવી. પરિવાર તથા મોસાળ પક્ષે થોડા ઘણાં ખટરાગ થવા સંભવ.આવકમાં હળવો વધારો થશે સાથે ખર્ચ પણ વધવાના સંયોગો.નોકરી ધંધા માટે ભાગ દોડ રહેવાની સંભાવના. છળ કપટ કે કુટનીતિઓથી આ સપ્તાહ માટે દુર રહેવું.
કુંભ (ગ,શ,ષ)
સરકારી અધિકારીઓ, કાર્યકર્તાઓ, પત્રકારો, પ્રકાશકો, લેખકો , વિચારકો, શિક્ષકો તથા આચાર્ય ગણ માટે નાનાં મોટા અવરોધો ને અડચણો સાથે આ સપ્તાહ સરેરાશ રહેશે. પારિવારીક સંબંધોમાથી સાથ સહકાર અને લાભના મળવાની સંભાવના.ફાઈન આર્ટસના છાત્રો તથા કલાકારો માટે આ સપ્તાહ સારુ નીવડશે. સંઘરી રાખેલ બીન જરુરી જુની પુરાણી ચીજવસ્તુઓનો નિકાલ કરવો.આ સપ્તાહ હળવાશ સાથે હળવી ભાગદોડ. દિનાંક ૨૫ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધીના કામકાજવાળા તથા દોડધામવાળાઓ માટે લાભદાયી રહેશે
મીન (દ,ચ,ઝ,થ)
કૌટુંબિકસુખમાં વધારો તથા પુત્ર -પૌત્રાદિ, ભત્રીજા, ભાણેજ સુખમાં વધારો, પરિવારમાં સંવિદિતા વધવાના સંયોગો. પૈતૃક પક્ષેથી સાથ સહકાર સાથે આકસ્મિક ધન લાભની સંભાવના. સરકારી નોકરીયાત તથા વ્યાપાર વણિજ વાળા લોકો માટે આ સપ્તાહે અગત્યના કામકાજ પુરા થવાની શક્યતા. આ સપ્તાહ દરમ્યાન વ્યાપાર વણિજમાં સારો એવો ફાયદો થવાંના સંયોગો. નિવૃત, આધ્યાત્મિક તથા ધાર્મિક લોકો માટે સુંદર સપ્તાહ. દાન, ધર્માદા, પુજા, અર્ચના આરાધના તેમજ ધાર્મિક યાત્રા માટે સાનુકુળ સમય. દિનાંક ૨૬ , ૨૭, ૨૮ સપ્ટેમ્બર ના દિવસો શ્રેયકર તથા લાભદેય રહેશે.