મેષ (અ,લ,ઈ)
પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ માટે આ અઠવાડીયું કામકાજથી વ્યસ્ત રાખનારું નિવડશે. આવકના નવા સ્ત્રોત સાથે નવા માર્ગો આ સપ્તાહ દરમ્યાન મળવાની સંભાવના રહેલી છે. આથી, ચોક્કસાઈથી કામ કરવું. જુના કરજમાંથી મુક્તિ મળવા સંભવના સાથે આ સપ્તાહે કોઈ પણ પ્રકારના કરજ કે અધુરા કામ કરવાં નહિ. ઉતાવળીયા લોકોએ થોડી ધીરજ રાખવી, ગૃહિણીઓએ ઓનલાઈન સહિત શોપીંગમાં વિશેષ કાળજી લેવી. લાંબા ગાળા માટે જમીન મકાનમાં રોકાણ કરવાનો યોગ્ય સમય. આ સપ્તાહે દિનાંક ૧૦ ૧૧ ૧૨ ,સપ્ટેમ્બરના દિવસો સરેરાશ નિવડશે.
વૃષભ (બ,વ,ઉ)
પારિવારીક સુખમાં, તેમજ પુત્ર -પૌત્રાદિ સુખમાં વધારો થવાના અવસરો. પરિવારમાં સુમેળતાનો વધારો થશે, આકસ્મિક ધન લાભ સમેત કોઈ પણ પ્રકાર ના લાભ થવાની શકયતા. આ સપ્તાહે કોઈ પણ અગત્ય કે બીન અગત્યનાં કાર્યો આરામથી સંપન્ન કરવાં. ધાર્મિક-આધ્યાત્મિક લોકો માટે સુંદર સમય, દાન કે ધર્માદો કરવા માટે સાનુકુળ સપ્તાહ.
ગૃહિણી માટે સારુ સપ્તાહ હોતાં આ સપ્તાહ દરમ્યાન ગૃહિણીઓ એ આંગણમાં નાની રંગોળી અથવા ફુલોની રંગોળી કરશે તો વધારે લાભદાયી ભાવિ રહેશે.
મિથુન (ક,છ,ઘ)
મેનેજમેંટ ક્ષેત્રે તથા એકાઉંટ ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ લાલબતી જેવું છે. જુના ભુલ ચુક કે ગોટાળાં વાળા કાર્યો આ સપ્તાહે સુધારી લેવા, અન્યતા લાંબા પ્રવાસની સંભાવના નજીકના ભવિષ્યમાં જ જણાશે. તેમ પ્રકાશન કે સ્ટેશનરી ધંધા ઉદ્યોગ વાળાએ પોતાના કાર્ય ક્ષેત્રમાં વિશેષ તકેદારી રાખવી. મોસમી વ્યાપારી માટે કમાઉ સપ્તાહ.
દિનાંક ૯, ૧૧ ૧૨ ,સપ્ટેમ્બરના દિવસો હળવા લાભદાયી નિવડશે
કર્ક (ડ,હ)
કાયદો અને વ્યવસ્થા ક્ષેત્રે કાર્યરત લોકો માટે સારુ સપ્તાહ. તેમજ બેદરકાર લોકો માટે ચેતવાં જેવું સપ્તાહ. કારણ આ સપ્તાહે, બદલી, બઢતી, બરતરફીના એક સાથે અનેક સંયોગો બને છે. આ સપ્તાહ, અન્ય પ્રોફેશનલ્સ માટે આ અઠવાડીયું શ્રેયકર તથા ધનલાભ વાળું નિવડશે. ગૃહિણીઓ માટે સારુ સમય, વર્કીગ વૂમન માટે થોડી ઘણી તકલિફ રહેવાની સંભાવના. બ્યુટી પાર્લર માટે સારો સમય. આચાર્ય ગણ, પંડીત પુરોહિત માટે સારુ સપ્તાહ. ૮ સપ્ટેમ્બર તથા ૧૧ સપ્ટેમ્બર વિશેષ લાભકારી નીવડશે. બાકી દિવસો મધ્યમ રહેશે.
સિંહ (મ,ટ)
આ સપ્તાહ માટે આળસની સાથે રોયાલીટી પણ ખંખેરવી કારણ, આ સપ્તાહ દરમ્યાન અનેક વિધ લાભના અવસરો હાથમાં આવશે. આડા અવળા કે નજીકી સંબંધોમાં છેતરાવાંનો સંયોગો બને છે, આથી શક્ય તકેદારી રાખવી. આ સિવાય આખા સપ્તાહ દરમ્યાન વ્યવસાયિક કાર્યોમાં વ્યસ્તતા રહેવાંની સંભાવના જણાય છે. છાત્રો તથા ગૃહિણી માટે સારુ સપ્તાહ. ૮ સપ્ટેમ્બર તથા ૧૦ સપ્ટેમ્બર વિશેષ કાળજી રાખવી. અન્ય દિવસો લાભકારી નીવડશે.
કન્યા (પ,ઠ,ણ)
આ સપ્તાહ દરમ્યાન શારીરિક તથા માનસિક તકલિફ અને રાહત એમ બન્ને એક સાથે રહેવાંની સંભાવના. જુના પડતર કાર્યોમાંથી નિરાંત થઈ જશે. વ્યાપાર -વ્યવસાય હેતુ બહારી રાજયોના વ્યાપારી સાથે સંપર્ક થવાંના અવસરો ઉભા થવાંની સંભાવના. શૈક્ષણિક કે ખાનગી શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલ ક્ધયા રાશિના જાતકો માટે આ સપ્તાહ તકલીફ રહેવાંની શકયતા. સરકારી નોકરીયાત માટે બદલી અને બઢતી ના સંયોગો રચાય છે, આથી યથામતિ ઝડપી લેવાં. પોતાની ચીજ વસ્તુમાં બેદરકારી ન રાખવી, અન્યતા ચોરાય જવાંની સંભાવના.
તુલા (ર,ત)
વ્યાપાર- વ્યવસાયમાં કામકાજની ખેંચતાણ રહેવાની સંભાવના. મિત્રો, સ્નેહીઓના સહકારથી કાર્યક્ષેત્રમાં રાહત અનુભવાય. સાથો સાથ આ કામકાજી ખર્ચાઓમાં વધારો થવાંની સંભાવના.આ સિવાય આ સપ્તાહ સારુ નીવડશે. શણગાર કે બ્યુટી પાર્લર કે પ્રોડકશન્સ ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે આ સપ્તાહ ઘણી રીતે સારુ તથા ઉપયોગી રહેશે. જુના મિત્રો સાથે સંબંધો સુધરવાની શરુઆત થશે. ૯ સપ્ટેમ્બર, તથા ૧૦ સપ્ટેમ્બરના દિવસે કામકાજમાં અતિ વધારો થશે. અન્ય દિવસો સરેરાશ સાથે લાભકારી નીવડશે.
વૃશ્ચિક (ન,ય)
ધાર્મિક કાર્યમાં બાધા આવે. નોકરી ધંધાના કામકાજમાં ઘરની સમસ્યાઓને કારણે ખેંચતાણ અથવા વિલંબ થવાની સંભાવના. દોડધામ રહેવાની શકયતા. રાજકીય તેમજ સામાજીક કે સંસ્થાના કાર્યોમાં પ્રતિકુળતા રહેવાની પૂરેપૂરી સંભાવના છે. તેમજ આ ક્ષેત્રે ઘફલા બાજો માટે આ સપ્તાહ ભારે રહેશે. પરિશ્રમી લોકો તથા ગૃહિણી માટે સાનુકુળતા રહેશે. ઉચ્ચભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સુંદર તથા વિદ્યાપૂર્ણ રહેશે. પન્નોતિનો ઉતરતો તબક્કો આ સપ્તાહે કોઈ ના કોઈ લાભ અપાવશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
વ્યાપાર વણિજ ક્ષેત્રે રાહત રહેશે. સાથે સખત દોડધામ અને પરિશ્રમ પણ રહેશે. માનસિક તનાવમાં નિરાંત રહેશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ સારુ રહેશે, કોમોડીટી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી કાર્યોમાં અડધા કાર્યો સંપન્ન થવાની શકયતા છે. તેમજ મહત્વના કાર્યો થશે નહિ પરંતુ પૂરા થવાની શરુઆત થઈ જશે. બોલીને બગાડવું નહિ તેમજ વાહન ધીમે ચલાવવું. ૯ સપ્ટેમ્બર તથા ૧૧ સપ્ટેમ્બરના દિવસો વિશેષ રૂપે સાનુકુળ નીવડશે. અન્ય દિવસો મધ્યમ રહેશે.
મકર (ખ,જ)
આ સપ્તાહ દરમ્યાન, પારાવાર દોડધામ રહેશે, છતાં પત્નિ સંતાનો તથા પરિવાર સાથે યોગ્ય સમય પસાર થશે. આરોગ્યમાં રાહત કે સુધારો વર્તાશે. તેમજ બહારના આહાર કે પાણીથી સાચવવું. જાહેર ક્ષેત્રના લોકો કે પબ્લીક ફિગર માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. વિવાદ ન થાય તે માટે વિશેષ કાળજી લેવી. સરકારી કાર્યો બારીકી -ચોક્કસાઈ થી કરવાં. હોદેદાર સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. આથી, યોગ્ય નિયમન સાથે પોતાનું કર્તવ્ય કરવું. ૯ તથા ૧૦ સપ્ટેમ્બર ના દિવસે થોડી વધારે કાળજી રાખવી. બાકીના અન્ય દિવસો સારી રીતે પસાર થવાની સંભાવના.
કુંભ (ગ,શ,ષ)
આ સપ્તાહ, સાહિત્યકારો, કવિ, પ્રકાશકો, વિચારકો, માટે સારી રીતે નિર્વિધ્ને પસાર થવાની સંભાવના. કૃષિ કે બગાયતી ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે આ સપ્તાહ હરિયાળુ રહેશેં, નાના નાના વ્યાપાર વણિજ સાથે જોડાયેલ આ રાશિના જાતકો માટે વ્યાપારમાં વૃદ્ધિ જણાશે. પૂર્વ દિશાના શહેર કે વિસ્તારમાં થી નવા અવસરો ની સાથે કામ કાજ કે વ્યાપારમાં વધારો થવાની સંભાવના રહેલી છે. રીસર્ચ કે પીએચડી કરતાં અભ્યાસુ છાત્રો માટે આ સપ્તાહ ટર્નિંગ પોઈંટ સાબીત થશે. એકાકી જીવન જીવતાં જાતકો માટે આ સપ્તાહ સારુ રહેશે. કેવળ દિનાંક ૧૧ સપ્ટેમ્બરનો દિવસ જ મધ્યમ રહેશે, અન્ય દિવસો પ્રથમા રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)
આ રાશિના ધાતુ તથા કાપડના વ્યાપારી માટે આ અઠવાડીયું થોડુ કષ્ટદાયી રહેવાની શકયતા છે. કાગળ તથા દાણાના વ્યાપારી માટે આ સપ્તાહ પ્રથમા રહેશે. પ્રાથમિક શિક્ષકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ નીવડશે. આ સિવાયના તમામ ક્ષેત્રોના લોકો માટે આ સપ્તાહ આનંદદાયક તથા લાભદાયી રહેશે. ઓવરકોફિડેંસમાં રહેતા લોકો એ થોડા લો પ્રોફાઈલ થવું, નહિ તો આ સપ્તાહે હેરાનગતી ભોગવવાની શકયતા રહેલી છે. પરિવાર કે જાહેર સંસ્થા તરફથી હળવા મળવાના સંયોગો સર્જાશે. દાન ધર્માદા કે ધાર્મિક યાત્રા પ્રવાસ માટે યોગ્ય સમય ગાળો. ૯ સપ્ટેમ્બર તથા ૧૨ સપ્ટેમ્બરના દિવસે વિશેષ રૂપે સાનુકુળતા અનુભવાશે