મેષ (અ,લ,ઈ)
શિક્ષકો કે આચાર્ય ગણ સાથે વિદ્યાર્થીઓ માટે તથા અભ્યાસુ છાત્રો માટે આ અઠવાડીયું સારુ નિવડશે. સાથે શૈક્ષણિક ક્ષેત્રે શોધ સંશોધન જેવા શૈક્ષણિક કાર્યો થવાની સંભાવના. ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળતાથી ભરેલું રહેશે. પારિવારીક ગુંચોમાંથી સંપૂર્ણ પણે રાહત મળવાની શકયતા. દામ્પત્ય જીવન, લાગણી તથા સ્નેહના સંબંધોમાં થોડો ગરમાવો જોવા મળશે. આ સપ્તાહ દરમ્યાન જમીન મકાનમાં રોકાણ શક્ય હોય તો ટાળવું. જુની ઉઘરાણી પાકશે, તેમજ હાથ ઉછીના આપેલ પૈસા પરત થશે. મેષ રાશિ માટે, એકંદરે આ સપ્તાહ સારુ છે.
વૃષભ (બ,વ,ઉ)
આડેધડ થતાં ખર્ચાઓમાંથી રાહત થવાંની શકયતા, ધન હાની અટકવાંની સંભાવના, પારીવારીક તથા મૈત્રી સંબંધોમાં સુમેળ સાથે સંવાદિતા સર્જાવાની સંભાવના. અવૈધ સંબંધોની સાચવવું, તેમજ આલ્કોહોલિક પેયથી દુર રહેવું. વ્યક્તિગત કામમાં આવતી રૂકાવટોમાં બ્રેક લાગશે, આથી અધુરા કાર્ય આ સપ્તાહે પૂર્ણ કરી લેવાં. ધંધા વ્યવસાય માટે આ અઠવાડીયું લાભદાયી નિવડશે. જાહેર સાહસ કે નવા ઉદ્યોગ, ધંધા માટે સાનુકુળ સમય ગાળો.
મિથુન (ક,છ,ઘ)
આ અઠવાડીયા દરમ્યાન, સગાં સ્નેહીઓની વાતોમાં દોરવાયા દોરવાય ન જવું. કોઈના પ્રભાવ કે સાહિત્ય તથા ફિલ્મો જેવાં માધ્યમના પ્રભાવમાં ન આવવું. અગ્નિ કાર્યથી કે આગથી સંભાળવું, તેમ રસાયણના ધંધા ઉદ્યોગ વાળાએ પોતાના કાર્ય ક્ષેત્રમાં વિશેષ કાળજી લેવી. સીઝનલ વ્યાપાર કરવાં માટે સારો સમય, તથા આ વ્યાપારમાં લાભ જણાશે. જવાબદારીમાં દ્રઢતા કેળવવી, લાપરવાહીને તિલાંજલી આપવી. આટલી બાબતો સિવાય આખુ સપ્તાહ સારી રીતે પસાર થવાંની શકયતા.
કર્ક (ડ,હ)
આ સપ્તાહે પણ આ રાશિના જાતકો માટે ધંધા વ્યવસાયના કારણે મુસાફરીના યોગ રહેવાની સંભાવના. નોકરી ધંધામાં, નજીકી સગાંઓ, પરિવાર તથા મિત્રો તરફથી સહયોગ મળવાની સંભાવના. આ સપ્તાહ માટે જ, આર્થિક વહીવટો સંભાળીને કરવાં તથા જોખમી ધંધાઓ ટાળવા. ઉતાવળનો ત્યાગ કરવો. પ્રોફેશનલ્સ માટે આ અઠવાડીયું શ્રેયકર તથા પરિણામલક્ષી નિવડશે. તેમજ નાના નાના ધંધા તથા ઉદ્યોગમાં સરેરાશ વૃદ્ધિ રહેશે. ૨ સપ્ટેમ્બર તથા ૬ સપ્ટેમ્બર વિશેષ લાભકારી નીવડશે
સિંહ (મ,ટ)
આ સપ્તાહ દરમ્યાન ધર્મ કાર્ય જેવાં કે દાન, ભેટ,થવાંની સંભાવના. અતિ જુનાં સંબંધો તાજા થાય કે ફરીથી સંપર્ક થવાંની સંભાવના. મનમાં થોડો ઉદેગ ઉચાંટ તથા ચિંતા રહેવાની વકી. પત્નિ- સંતાન કે સાસરા પક્ષની સમસ્યાથી ખલેલ પહોંચવાની સંભાવના. કાર્યમાં વ્યસ્તતા રહેવાંની સંભાવના જણાય છે. ઈર્ષાનો ભોગ ન બની જવાય તે માટે તકેદારી રાખવી. ૧ સપ્ટેમ્બર, ૪ સપ્ટેમ્બર સરેરાશ રહેશે, અન્ય દિવસો હળવા આનંદ સાથે પસાર થશે.
કન્યા (પ,ઠ,ણ)
કામ ધંધા કામકાજની ખેંચતાણ રહે. આ કારણે માનસિક રીતે વ્યગ્રતા રહેવા સંભાવના. ખર્ચાઓમાં વધારો થવા વકી, સાથે કામની કોઈ ચીજ ખોવાય કે ચોરાય જવાંની સંભાવના, આથી, આ સપ્તાહ માટે મોબાઈલ, પેન , પાકીટ, લેપટોપ ખાસ સંભાળીને રાખવાં. આ સપ્તાહ હળવુ કષ્ટદાયી હોતાં જાળવી જાળવી વહીવટ વ્યવહાર કરવો. તેમ વાણી અને વલણમાં પારદર્શીતા રાખવી, જેથી સરળતા રહેવા પામે. નિવૃત લોકો માટે અનુકુળ સપ્તાહ રહેશે. ગૃહિણી માટે સંતાનોની ચિંતા રહેવા પામે.
તુલા (ર,ત)
કોલેજ કાળના વિસરાય ગયેલા જુના મિત્રો સાથે મુલાકાત થવાની વકી, આ સપ્તાહે પણ નાના નાના ખર્ચાઓ આવી પડવાંની વકી, સાથે આવક ના સ્ત્રોત પણ નજરે આવશે. નવા વાહન ખરીદવાના સંજોગો ઉભા થશે. મોસાળ પક્ષે તથા સાસરા પક્ષે નાના મોટા અણબનાવ કે અબોલા જેવા પ્રસંગ સર્જાય. ઘરેલુ કામમાં આવતા નાનાં વિધ્નથી છુટકારો થવાની શકયતા. નાના નાના વ્યાપાર માટે સારુ સપ્તાહ. ૩ સપ્ટેમ્બર, ૪ સપ્ટેમ્બર, ૬ સપ્ટેમ્બરના દિવસો સારી રીતે પસાર થશે.
વૃશ્ચિક (ન,ય)
પરિશ્રમી વર્ગ, કારીગર, હસ્તકલાકાર તેમજ વિવિધ શિલ્પીઓ માટે આ અઠવાડીયું ખુશહાલ રહેવાની સંભાવના. વ્યવસાય કાર્ય સંબંધીત નવા અવસરો પ્રાપ્ત થવાની શકયતા. સાથે, આવકના નવા સ્ત્રોત મળવાની શરુઆત થશે, વ્યવસાય સંબંધિત સન્માન કે અકરામ મળવાની શકયતા. માનસિત સ્તરે તનાવમાં હળવી રાહત અનુભવાશે. શનિની સાડાસાતિ અર્થાત પન્નોતિનો ઉતરતો તબક્કો આ અઠવાડીયા દરમ્યાન અનેક માર્ગેથી રાહત આપશે. જમીન મકાનમાં રોકાણ જેવી બાબત માટે થોભી જવું જુના કરજમાંથી મુક્તિ મળવા સંભવ.
ધન (ભ,ફ,ધ,ઢ)
આ સપ્તાહે આડા અવળા ગાળીયા કે લફરા વાળાઓ ચેતવું, નહિતર મોટી હાનિ થવાની પૂરે પૂરી સંભાવના. શારિરીક પરિશ્રમ હળવો થશે. સાથે માનસિક તનાવમાં થોડો વધારો થશે. આથી ધીરજથી કાર્ય કરવાં. ધંધા વ્યવસાયમાં નવી નવી તકો સાથે વેચાણમાં વધારો થવાની સંભાવના. લોટરી કે સટ્ટા જેવાં જુગારી વ્યવસાયમાં પૈસા ગુમાવવાંની સંભાવના. ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૫ સપ્ટેમ્બર તથા ૭ સપ્ટેમ્બર વિશેષ સાનુકુળ નીવડશે. અન્ય દિવસો સરેરાશ રહેશે.
મકર (ખ,જ)
આ સપ્તાહ દરમ્યાન શારીરિક તથા માનસિક કષ્ટમાંથી નિરાંત થઈ જશે. નાની મોટી પરંતુ હળવી તકલીફ આવવા સંભવાના, આથી નિશ્ચિત રહેવું. વ્યાપાર -વ્યવસાય હેતુ બહારી રાજયો કે વિદેશ જવાના અવસરો ઉભા થવાંની સંભાવના. વર્ગ -૨ ના સરકારી નોકરીયાત માટે આ સપ્તાહ થોડુ પ્રતિકુળ રહેવાની સંભાવના. સહ કર્મચારી કે ઉપર અધિકારી સાથે સુમેળ અને સંપ રાખીને કાર્ય કરવાં. આ સપ્તાહ દરમ્યાન વાહન ધીમે ચલાવવું. પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. પારિવારીક કાર્યોમાં અણધારી દોડધામ રહેશે, અગર, આ સપ્તાહ દરમ્યાન માનસિક તનાવ લાગે તો સુતાં પહેલા વાંસળીનુ સંગીત ખાસ સાંભળવું
કુંભ (ગ,શ,ષ)
સાહિત્યકારો, કવિ, પ્રકાશકો, વિચારકો, દર્શનના અનુસારી (ફોલોઅર્સ) માટે આ અઠવાડીયું વિચિત્ર રહેવાની સંભાવના. વાતની તાસીર વાળા જાતકોએ વિશેષ તકેદારી રાખવી. મોટા વ્યાપાર સાથે જોડાયેલ આ રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડુ મંદુ રહેશે. તેમ ઘણા ખરા અગત્યના કાર્ય અધુરા રહી જવાની સંભાવના. ઘરેલું જીવન જીવતાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન આનંદ હિ આનંદ. દિનાંક ૩, ૫, ૭, સપ્ટેમ્બરના દિવસો લાભદાયી રહેશે. અન્ય દિવસો સરેરાશ રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)
યુવા વર્ગ તથા કોલેજના સ્ટુડેંટ્સ, સ્કોલર્સ તથા ગૃહિણી માટે આ સપ્તાહ આવકવાળુ તથા ફળદાયી નિવડશે. આ સપ્તાહે પણ પરિજનો-સ્વજનો વચ્ચે સુમેળતામાં વધારો થવાની સંભાવના. સગાં તથા પરિજનો દ્વારા ધન લાભના અવસરો. આ સપ્તાહ માટે, ઉતાવળે બોલવાની ટેવ પર સેંસર રાખવું, તેમજ ખુબ વિચારી બોલવું. એક્સપોર્ટ ઈંપોર્ટ ફર્મ માટે આ સપ્તાહ થોડુ કષ્ટદાયી રહેશે, આથી સંભાળીને નવા નવા વ્યવહાર કરવાં. વિદેશ વસતાં જાતકો માટે સાનુકુળ સમય. અધુરા રહેલા કાર્યંએ પૂર્ણ કરવા માટે સારો સમય.