મેષ (અ,લ,ઈ)
પેંડીગ કાર્યો, સરકારી કાર્યો કે મુલાકાતો સફળ થવાની સંભાવના, મિત્રો, સ્નેહીઓ, સગાં દ્વારા ધનલાભ. વ્યાપારી વર્ગ માટે આ સપ્તાહ તનાવવાળુ રહેવાનો વરતારો. તેમજ અમુક કાર્યોમાં વિલંબ થવાની વકી. સરકારી કાર્ય સ્પષ્ટ પણે પુરા કરવાં, શ્રાવણીયાં જુગારથી દુર રહેવું અન્યથા હારના યોગો. ટુ કે ફોર વ્હીલર કાળજીપૂર્વક ચલાવવું. ૧૩ -૧૪ – ૧૫ ઓગસ્ટના દિવસો સરેરાશ રહેશે, બાકી અન્ય દિવસો સારા રહેશે .દાન ધર્માદા તથા ચેરીટેબલ કે વેલ્ફેર કાર્યો માટે ઉતમ સમય.
સિંહ (મ,ટ)
આ સપ્તાહ માટે મુદસદીગીરી તથા લુચ્ચાઈનો સર્વાંગ ત્યાગ કરવો. નોર્મલ લાઈફ પસાર કરવી. સિંહ રાશિ થતાં, તેમજ આ રાશિના જાતકના જન્માક્ષરમાં બનતાં દુષિત યોગ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ નબળુ રહેશે. તેમજ બહારી આકર્ષણ કે અવૈધ સંબંધોમાં તિરાડ પડવા સંભવ સ્ત્રી વર્ગે ખાસ સંભાળવું. વિદ્યાર્થી, છાત્રો, સ્કોલર્સ માટે યોગ્ય સમય. ૧૮ તથા ૧૯ ઓગસ્ટ સાનુકુળ સમય. આ સપ્તાહ નોકરીયાત વર્ગ માટે સારુ નીવડશે.
મિથુન (ક,છ,ઘ)
સરકારી કર્મચારીઓ, માટે સપ્તાહ સાનુકુળ રહેવાની સંભાવના. સાથે ઉપરી અધિકારી સાથે થયેલ ગેરસમજ દુર થશે. અવૈધ કાર્યથી દુર રહેવું. અન્યથા પકડાવાંની પૂરેપૂરી સંભાવના. શ્રાવણીયાં જુગારથી આ સપ્તાહ દુર રહેવું અત્યંત હિતાવહ છે. ધર્મ તથા ઉપાસના માટે સાનુકુળ સમય. બજારુ ફાસ્ટ ફૂડથી ચેતવું. ૧૭ -૧૮ ૧૯ ઓગસ્ટ ના દિવસો સરેરાશ રહેવાની સંભાવના. ચેરીટેબલ કે વેલ્ફેર કાર્યોની શરુઆત માટે ઉતમ સપ્તાહ.
વૃષભ (બ,વ,ઉ)
પરિવારમાં વિશેષ સંભાળવુ, સમજદારીથી કામ લેવું, કલેશ તથા કંકાસનું વાતાવરણ જોવા મળે. અંગત કાર્યોના અવરોધ દુર થતાં દેખાય. ધંધા વ્યવસાય કે ઉદ્યોગ ધારીઓ માટે આનંદ મંગલ, આ ક્ષેત્રે હળવી હળવી સફળતાની શરુઆત. નવા જમીન મકાન, વાહન ખરીદવા તેમજ રીયાલ્ટીમાં રોકાણ કરતાં પહેલા, ઘર મેળે વિચાર વિમર્શ કરવો કે નિષ્ણાંતની પરામર્શ લેવી. ૧૭ ઓગસ્ટ થી ૧૯ ઓગસ્ટનો સમય સુખરૂપ નીવડશે.
વૃશ્ચિક (ન,ય)
શનિની સાડાસાતિ અર્થાત પન્નોતિનો ઉતરતો તબક્કો આ સપ્તાહે પણ લાભના અવસરો ઉભા કરશે. આ અવસરો ને વૃશ્ચિક રાશિ ના જાતકો યથામતિ ઝડપી લેવાં. આ સપ્તાહ શારીરિક પરિશ્રમ રહેવા સંભવ, અમુક કાર્યો વિલંબથી પુરાં થાય, તો અમુક કાર્યો અધુરા રહેવા સંભવ. નાણાભીડ હળવી થવાની શકયતા. તેલ ઘી જેવા ચરબી યુકત આહારનો ત્યાગ કરવો. જમીન મકાનમાં રોકાણ માટે પ્રતિકુળ સમય હોવાથી થોડા સમય માટે થોભી જવું, જુની ઉઘરાણીઓ પાકવા સંભવ, આના માટે ૧૨ ઓગસ્ટ શ્રેષ્ઠ દિવસ.
તુલા (ર,ત)
તુલા રાશિના જાતકો માટે, આ સપ્તાહ પણ કૌટુંબીક મામલે આનંદ, નિજાનંદ અને પરમાનંદ ની અનુભતિ કરાવશે સાથે પ્રગાઢ શાંતિનો પણ અનુભવ કરાવશે. માથા પર લાગતાં બોજાઓ જોજનો દુર ચાલ્યા જશે. ધંધા વ્યવસાય હળવી ગતિએ પ્રગતિની શરુઆત. ધંધા વ્યવસાયના અધુરા કાર્યો પૂર્ણ થઈ જશે. ક્ફની તાસીર વાળા જાતકોએ આરોગ્યની સંભાળ લેવી. તેમજ આડા અવળાં આકર્ષણો કે સંબંધોથી દુર રહેવું, આવા અવૈધ સમીકરણો માટે આ સપ્તાહ સાનુકુળ નથી. સ્ત્રી વર્ગના સરકારી કર્મચારી માટે સાનુકુળ સમય. ક્રિએટીવ લોકો માટે આ સપ્તાહ ક્રિએટીવ રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
આ સપ્તાહ દરમ્યાન ભારે પરિશ્રમ રહેવા સંભવ. અમુક સંબંધો બોલીને ન બગડી જાય તેની ખાસ તકેદારી રાખવી. પ્રમાણિક અધિકારી/ કર્મચારી માટે સારો સમય. આ સપ્તાહે તેના કાર્ય બદલ નોંધ લેવાય તેવી વકી. બદલી તથા પ્રમોશન ના યોગ. નાના નાના ધંધાના લોકો માટે સારુ સપ્તાહ. ઉદ્યોગ ક્ષેત્રે અડચણો. ફાઈનાંસ કંપની માટે આ સપ્તાહ થોડુ કઠીન રહેશે. આથી, ધીરજથી કામ આગળ ધપાવવું. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધીનો સમયમાં સાનુકુળતા બની રહેશે, તથા સુયોગ બનવાંની સંભાવના.
કુંભ (ગ,શ,ષ)
શિક્ષકો તથા આચાર્ય ગણો માટે આ સપ્તાહ પણ લાભકારક તથા અનુકુળ રહેશે. પારિવારીક સંબંધોમાં સુધારો થવાંની શકયતા. કારીગર તથા આર્ટીસન લોકો, ફાઈન આર્ટસના છાત્રો માટે સારો સમય. વિવેચકો, દાર્શનિકો માટે આ સપ્તાહ સારુ રહેશે. અધુરા ઘડાં માટે ધડાનો સમય. અતિ વિચાર કરતા જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ગૃહિણી માટે આ સપ્તાહ સારુ નીવડશે. જુની કે પૌરાણિક ચીજ વસ્તુઓ ના નીકાલ માટે યોગ્ય સમય, કિંતુ વિવાદથી સાચવવું. વાહનો હળવી ગતિએ ચલાવવાં. ટ્રક ટ્રાંસ્પોર્ટેશંસ વાળાઓ માટે સખત પરિશ્રમ સાથે લાભદાયી સપ્તાહ નીવડવાંની શકયતા.’
મીન (દ,ચ,ઝ,થ)
ધાર્મિક, તથા ગૃહિણી માટે સારુ સપ્તાહ. પરિજનો-સ્વજનો વચ્ચે સુમેળતાનો વધારો, આ સપ્તાહે પણ આકસ્મિક ધન લાભના અવસરો. આ સપ્તાહ માટે, બોલીને ન બગાડવું, ઉતાવળે બોલવાની ટેવ પર સેંસર રાખવું, અનાજ કરિયાણાં ના વ્યાપારી, તથા નાનાં નાનાં, વ્યાપારી વર્ગ માટે અનુકુળ સપ્તાહ. ૧૧ -૧૨ -૧૩ -૧૪ ઓગસ્ટ ના દિવસો સારા તથા અનુકુળ રહેશે. બાકીના દિવસો મધ્યમ ફળકર્તા રહેશે. અનેક પ્રકારે ખર્ચા થવાંની શકયતા. દાન ધર્માદા તથા ચેરીટેબલ કે વેલ્ફેર કાર્યો માટે ઉતમ સમય.
મકર (ખ,જ)
યોગ, આયુર્વેદ તથા અધ્યાત્મ ક્ષેત્રે સેવા આપતાં લોકો માટે આ સપ્તાહ આરોગ્ય પ્રદ નીવડશે, ઉદ્યોગ જુથ માટે આ સપ્તાહમાં નવા નવા સમીકરણો જોવા મળે, ખટપટ કે પ્રપંચ રચાવાની સંભાવના. આ સપ્તાહના અંતિમ દિવસોમાં તકેદારી રાખવી. સાથે પન્નોતિનો તબક્કો ચાલુ હોવાંથી, ઉતાવળ રાખી કોઈ પણ કાર્ય કરવા નહિ. વિદ્યાર્થી, તથા મહિલા કર્મચારીઓ માટે સારો સમય. ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ. આ રાશિની કોઈ એક પ્રોડકટ વિવાદમાં સપડાવાંની શકયતા. તેમજ સેલેબલ કે પોપ્યુલર વ્યક્તિઓ પણ વિવાદના ઘેરાવાંમાં આવે તેવી શકયતાઓ. માનસિક શાંતિ માટે વાંસળીનું સંગીત ખુબ રાહત આપશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
સરકારી કર્મચારી, તથા ઉચ્ચ અધિકારીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે, માનસિક તનાવ વધવાની શકયતા. ખાનગી ક્ષેત્રના ઉચ્ચાધિકારી માટે આ સપ્તાહ મહેનત વાળુ તથા કષ્ટદાયી રહેશે, ધીરજથી કાર્યો આગળ ધપાવવાં, નીચલા વર્ગના કર્મચારીઓ સાથે કલેશ થવાની સંભાવના આથી સમજદારી દાખવી સુમેળ સાધી કાર્ય કરવાં. ગુસ્સા પર નિયંત્રણ રાખવું. ઉતાવળ તથા અધિરાઈ નો આ સપ્તાહ માટે ત્યાગ કરવો. ગુનાહિત કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે પ્રતિકુળ સપ્તાહ. વ્યાપારી તથા ઉદ્યોગ વર્ગ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. નવા વ્યવહાર કરવામાં ચોક્ક્સાઈ રાખવી.
કર્ક (ડ,હ)
શ્રાવણી જુગાર કે શેર સટ્ટામાં મોટી હાની થવાની સંભાવના. કૌટુંબિક તથા ઘરેલુ બાબતોમાં યથામતિ, તેમજ સમજદારીથી કાર્ય કરવું. મૈત્રી સંબંધોથી લાભ થવા સંભવ. અધુરા રહેલા સરકારી કાર્યને પૂર્ણ કરવા પ્રયાસ કરવો. વિદેશથી લાભ થવા સંભવ, તથા વિદેશથી ધંધા વ્યવસાય મળવાની સંભાવના. ન વેંચાતા મકાન કે જમીનને વેંચવા માટે યોગ્ય સમય. આ માટે ૧૩ ઓગસ્ટ અને ૧૭ ઓગસ્ટ શ્રેષ્ઠ સમય. હાથ ઉછીના પૈસા ન આપવા, આપવા હોય તો પરતની અપેક્ષા નહિવત રહેશે.