મેષ
કોઈ પણ પ્રકારનાં ઈંધણ તેમજ અગ્નિ, વિજળી સંબંધિત ઉત્પાદ તથા વ્યાપારનાં એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. જનરલ ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. નાનાં ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. જાહેર ક્ષેત્રનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૩ ૨૪ ત્થા ૨૫ એપ્રીલ નાં દિવસો સામાન્ય રહેશે
વૃષભ
જેને અવૈધ કહી શકાય તેવાં તમામ વહિવટ, વ્યવહાર તથા સંબંધોથી ખાસ સંભાળવું. જુનાં, વેર તથા દ્વેષો, કલેશોમાં મુકત થવાંની સંભાવના. નવી તકો નવા અવસરો મળવાંના સંયોગો. ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી નીવડશે. કુટુંબ પરિવાર તરફથી સાથ સહકાર મળવાંના સંયોગો. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. કેવળ ૨૨ એપ્રીલનો દિવસ જ અર્ધ લાભદાયી રહેશે.
મિથુન
આ સપ્તાહ દરમ્યાન પણ તમામ વર્ગ ત્થા વિવિધ પદના સરકારી કર્મચારી માટે તથા શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે ભાગદોડ તથા તથા ચડાવ ઉતાર આવવાંનાં સંયોગો. તમામ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. પેપર, સ્ટેશનરીઝ પ્રિંટીંગ પ્રેસ, ઓફ્સેટ, જેવાઅ ઓદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી નીવડશે. ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ હળવુ લાભદાયી નીવડશે. પરિવારમાં મતભેદ યથાવત રહેવાની સંભાવના. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ૨૦ તથા ૨૧ એપ્રીલના દિવસો સરેરાશ રહેશે.
કર્ક
ખાનગી તેમજ સરકારી શૈક્ષણિક સંસ્થાનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારનાં લાભ મળવાંની સંભાવનાં, સાથે બઢતી બદલીનાં જેવાં અવસરો જણાશે. ફેશન, ફેબ્રીક, ત્થા કોસ્મેટીક, ઈમીટેશન જવેલરી પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. છુટક વ્યાપારીઓ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દોડધામવાળું રહેશે. પરિવાર તરફથી સાથ સહકાર તથા લાભ રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૨૨ એપ્રીલ સાધારણ જણાશે.
સિંહ
હોટેલ, રેસ્તોરાં તેમજ ખાનગી ટૂર એંડ ટ્રાવેલ્સ તથા ટુરીરીઝ એકમનાં જાતકો માટે હળવો સંઘર્ષ જણાશે. જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પણ મધ્યમ નીવડશે. ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. વ્યાપાર વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે સામાન્ય સપ્તાહ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ ધીમુ પરંતુ ફાયદાકારક નીવડ્શે. નિવૃતો તથા ગૃહિણી, મહિલા કર્મીઓ, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ ને સુખદાયી રહેશે. ૨૫ એપ્રીલ મધ્યમ નીવડશે.
કન્યા
આ સપ્તાહ, ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક એકમના જાતકો ત્થા હર્બલ તથા ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે દોડધામવાળુ તથા સાનુકુળ નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ખાનગી તથા અર્ધ સરકારી કર્મચારી માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. સગાં, મિત્રો, સ્નેહી તરફથી લાભના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે. ૨૩, ૨૪ એપ્રીલ સરેરાશ રહેશે.
તુલા
ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું તથા સરેરાશ રહે તેવી શકયતાઓ. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. કોઈ પણ ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ તથા મધ્યમ નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી તથા નિરાંત વાળું નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર મળવાંના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક કારક નીવડશે. ૨૩, ૨૪ એપ્રીલ સામાન્ય રહેશે.
વૃશ્ચિક
આ સપ્તાહે નવાં કામકાજ શરુ થશે સાથે અધુરા રહી ગયેલા કામકાજને વેગ મળવાંનાં સંયોગો. તેમજ સરકારી કામકાજ નિર્વિધ્ને પૂરા થવાંની સંભાવનાં. સ્મોલ મશીનરી ઉદ્યોગ તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયી નીવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. નજીકનાં સ્નેહીઓ, મિત્રો દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સપ્તાહ. ૧૯ તથા ૨૫ એપ્રીલ અતિ સામાન્ય રહેશે.
ધન
આ સપ્તાહ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સરેરાશ રહેશે, સાથે વહીવટ વ્યવહારમાં ચોક્કસાઈ રાખવી, અન્યથા મોટુ નૂકશાન થવાંની સંભાવના.શેર બજાર, સટ્ટા, કે અવૈધ સટ્ટો કે જુગાર માટે આ સપ્તાહ હાનિકારક નીવડ્શે. આ સપ્તાહ, તમામ વર્ગ- શ્રેણીના વ્યાપારી જાતકો માટે શ્રેષ્ઠ તથા લાભકારી પણ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે, સાથે અવૈધ વહિવટથી સંભાળવું. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. ૧૯ તથા ૨૦ એપ્રીલ સામાન્ય રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
વેટ કલર, કેમિકલ્સ તથા બીન મદ્ય શીતલ પેયનાં એકમના તમામ જાતકો માટે ભાગદોડ રહેશે સાથોસાથ આકસ્મિક લાભ થવાંનાં સંયોગો જણાય છે. મધ્યમ કદ તથા નાનાં ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમો તથા સર્વિસ બિઝનેશ ના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. ખાનગી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે, અવૈધ વહીવટથી સંભાળવું. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૧૯, ૨૧ એપ્રીલના દિવસો સાધારણ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
હર્બલ ઔષધ તથા આયુર્વેદીક ફાર્મસી કે હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે આ સપ્તાહ હળવા સંઘર્ષ સાથે લાભદાયી નીવડશે. સ્યુડો ફિલોસોફર્સ, દંભી બૌદ્ધિકો–વિચારકો માટે આ સપ્તાહ સાધારણ રહેશે. મોટા કે હેવી મશીનરીઝ ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ કાળજી રાખવી, અવૈધ વહીવટથી તો વિશેષ સંભાળવુ. કુટુંબ તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ૨૫ એપ્રીલ સામાન્ય રહેશે.(પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
કોમોડીટી, શેર બજાર, અવૈધ સટ્ટા/જુગારથી સંભાળવું, અન્યથા મોટી નૂકશાની થવાંનાં સંયોગો. શીપીંગ તથા તેને રીલેટેડ એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. રગ રસાયણનાં ઉત્પાદકો ત્થા વિક્રેતાઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. સેલેબ્રીટી જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. ઔદ્યોગિક એકમ ત્થા વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશ ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગ કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયી સપ્તાહ. ૨૩ એપ્રીલ સામાન્ય જણાશે.