મેષ
ઉતાવળ, ગુસ્સા તથા અન્ય ઉગ્ર આવેગો પર હળવો કંટ્રોલ રાખવો, પિતની તાસીર વાળા જાતકો એ વિશેષ માવજત રાખવી. આ સપ્તાહે ખર્ચા વધી જવાની શકયતાઓ. દુષિત યોગ વાળા જાતકો એ ખાસ સંભાળવું, ઔદ્યોગિક એકમના જાતકો માટે તથા મોટા વ્યાપારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. હર્બલ અને ફાર્માસ્યુટીક્લ્સ નાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે સાનુકુળ સપ્તાહ. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૧૩ ત્થા ૧૮ એપ્રીલ નાં દિવસો મધ્યમ રહેશે.
વૃષભ
આ સપ્તાહ આનંદ, આત્માનંદ, પ્રશન્નતાઓથી ભરપૂર રહેશે. સાથોસાથ દિવ્ય શાંતિનો ત્થા સંતોષનો પણ અનુભવ કરાવશે. વિદેશ ત્થા દક્ષિણ તથા પૂર્વ દિશાથી લાભદાયી સમાચાર આવશે, તમામ પ્રકારનાં ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ. લાભકારક નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. બગડેલાં સંબંધો સુધરી જવાંના સંયોગો. દાંપત્ય જીવનમાં મધુરતા સાથે સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ ઉતમ નીવડશે. કેવળ ૧૮ એપ્રીલનો દિવસો અર્ધ સાધારણ રહેશે.
મિથુન
આ સપ્તાહ દરમ્યાન તમામ વર્ગ ત્થા વિવિધ પદના સરકારી કર્મચારી માટે દોડધામ થવાંની તથા ચડાવ ઉતાર આવવાંનાં સંયોગો. નાના નાના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ફેશન, ફેબ્રીક તથા કોસ્મેટીકના ઓદ્યોગિક એવમ વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવારમાં મતભેદ થવાંની સંભાવના. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. ૧૭ તથા ૧૮ એપ્રીલના દિવસો સામાન્ય રહેશે.
કર્ક
હોટેલ, રેસ્તોરાં તેમજ ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબજ લાભકર્તા નીવડ્શે. અધુરા રહેલા કામકાજ પુરા થવાની તથા જુની ઉઘરાણી પાકવાંના સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નાના ત્થા છુટક વ્યાપારીઓ માટે આ સપ્તાહે પણ હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભદાયી રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારી રહેશે. ૧૨ ત્થા ૧૫ એપ્રીલ સામાન્ય રહેશે.
સિંહ
આ સપ્તાહે માનસિક શાંતિ તથા હાશકારાનો અનુભવ થશે. ધંધા વ્યવસાય હેતું કરેલી દોડધામનો અંત આવશે, સાથે પરિણામલક્ષી ફળ મળવાની શરુઆત થશે.હેવી મશીનરીઝ–વ્હીકલ્સનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભ વાળુ રહેશે. ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વ્યાપાર, વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. રાજકીય જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા લાભદાયી નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે, નિવૃતો તથા મહિલાકર્મી, સ્ત્રી જાતકો ગૃહિણી, માટે લાભદાયી સપ્તાહ. ૧૨ તથા ૧૮ એપ્રીલ મધ્યમ રહેશે.
કન્યા
આ સપ્તાહ એકાઉંટ, મેનેજમેંટ એકમ સાથે જોડાયેલ જાતકો માટે પ્રતિકુળ નીવડશે. ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી પરંતુ દોડધામ વાળૂ રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં તેમજ પરિશ્રમી વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ અતિ લાભકારક નીવડશે. અર્ધ સરકાર તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. સગાં સ્નેહી તરફથી સરેરાશ સમય. છાત્રો, સંશોધકો, મહિલા કર્મીઓ,સ્ત્રી જાતકો , તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. ૧૭ એપ્રીલનો દિવસ નબળો જણાશે.
તુલા
ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, હોટેલ રેસ્તોરાં, જેવાં ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ ભાગદોડીયું નીવડશે. જાહેર ક્ષેત્રનાં સેલેબલ જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવારમાં સુમેળ યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળું ત્થા લાભકારક નીવડશે. ૧૨ એપ્રીલનો દિવસ મધ્યમ જણાશે.
વૃશ્ચિક
આ સપ્તાહ દરમ્યાન અલગ અલગ સ્થાન -સ્થળેથી લાભ તેમજ નવી નવી ફાયદાવાળી તકો મળવાનાં સંયોગો. મશીનરી ઉદ્યોગ તથા જ્થ્થાબંધ વ્યાપાર, ઓટોમોબાઈલ વ્યાપારનાં જાતકો માટે ઉતમ સપ્તાહ. અન્ય વ્યાપાર વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે . સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. સગાં સ્નેહીઓ મિત્રો મારફત સાથ સહકાર મળવાનાં સંયોગો. વિદ્યાર્થી, ગૃહિણી તથા નિવૃતો માટે શ્રેષ્ઠ સપ્તાહ. ૧૮ એપ્રીલ મધ્યમ નીવડશે.
ધન
આ સપ્તાહ પણ મોટા તથા જથ્થાબંધ વ્યાપાર વણિજના જાતકો તથા હેવી મશીનરી ઉદ્યોગ એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે અતિ લાભદાયક સાબીત થશે. રીયાલ્ટી એકમના જાતકો માટે સરેરાશ સપ્તાહ. નાનાં નાનાં ઉદ્યોગ ત્થા ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું તથા લાભદાયી પણ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ૧૬ તથા ૧૭ એપ્રીલ સામાન્ય રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહ દરમ્યાન હેવી મશીનરીઝ ઉદ્યોગ તથા ધંધા-વ્યવસાય તેમજ હેવી વ્હીક્લ્સ, ટ્રાંસ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે ભાગદોડ સાથે લાભ મળવાંનાં સંયોગો. નાના કે ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું કે અર્ધ પ્રતિકુળ નીવડશે. મહિલા કર્મી,ગૃહિણીઓ, નિવૃતો, તથા કોલેજના સ્ટુડેંટ્સ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૫, ૧૬ તથા ૧૭ એપ્રીલનાં દિવસો મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
ધાતુ તથા સ્ક્રેમનાં વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. કલા એકમ તથા તેને સંબંધિત એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. તમામ પ્રકારના ઓદ્યોગિક એકમ તથા નાના મોટા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. પરિવારમાં સુખશાંતિ યથાવત. વિદ્યાર્થીઓ, નિવૃતો, માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. ૧૭ એપ્રીલ સાધારણ જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
શેર બજાર, સટ્ટા તથા અન્ય વાયદાબજારનાં જાતકો માટે સરેરાશ સમય. ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા ઈંટરનેટનાં સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રના લોકો કે સેલેબલ વ્યક્તિઓ એ માટે મધ્યમ સપ્તાહ, સપ્તાહના અંતિમ ત્રણ દિવસો જ સાનુકુળ રહેશે. ઔદ્યોગિક એકમ ત્થા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે. અધુરા કામકાજ પૂરા થતાં જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે સાનુકુળ સપ્તાહ. ૧૫ એપ્રીલ મધ્યમ રહેશે.