મેષ
નાનાં તથા મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અગ્નિ તત્વ સંબંધિત કોઈ ને કોઈ સમસ્યા આવવાની સંભાવના. રંગ, રસાયણના ઉત્પાદકોથી લઈને છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર જણાશે. અન્ય વ્યાપારીઓ માટે સારુ સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૭ માર્ચનો દિવસ સામાન્ય રહેશે.
વૃષભ
સ્ટેશનરી સંબંધિત ઉદ્યોગ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. વકીલ, જજ, નોટરી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. બેંકીગ ક્ષેત્રના જાતકો માટે મધ્યમ સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે ખુબ જ લાભદાયી સપ્તાહ. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પરિવાર જનો કે સગાં સાથે વાદ વિવાદના સંયોગો બને છે. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૩ તથા ૪ માર્ચ ના દિવસો સામાન્ય રહેશે.
મિથુન
શૈક્ષણિક સંસ્થા તથા જાહેર ટ્રસ્ટ કે જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. જુનાં વાદ વિવાદ જાહેરમાં આવવાના સંયોગો.તમામ પ્રકારના નાના ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સામાન્ય સપ્તાહ. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે હળવું સપ્તાહ. સ્વગૃહી બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયી નીવડશે. નિવૃત સરકારી કર્મચારીઓના જુનાં કામનો ઉકેલ આવવા સંભવ. પરિવાર સુખ કુટુંબ સુખ તથા મિત્રો દ્વારા સાથ સહકાર મળશે. ૪ તથા ૬ માર્ચ સામાન્ય રહેશે.
કર્ક
કાયદો તથા વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ કે ખાનગી સેવા આપનાર તમામ વર્ગના અધિકારી એવમ કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ખાનગી શૈક્ષણિક એકમનાં સર્વ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું સંઘર્ષ વાળું નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સગાં, સ્નેહીજનો દ્વારા સાથ સહકારના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. ૩ તથા ૭ માર્ચ સામાન્ય રહેશે.
સિંહ
શીપીંગ તેમજ ફિશીંગ ક્ષેત્રનાં તથા મરીન એંજીનીયરીંગના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. અગ્નિ સંબંધિત ફુડ બેવરેજીસ તથા રત્નાભુષણના વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. રસાયણ ઉદ્યોગ–વ્યાપારના જાતકો માટે સરેરાશ સપ્તાહ. ચિકિત્સા તથા ફાર્મસી ક્ષેત્રના જાતકો માટે લાભદાયી સપ્તાહ. વ્યાપારી જાતકો એવમ સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર નીવડશે ૭ માર્ચ સામાન્ય રહેશે
કન્યા
નાના કે કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ફાયદાકરક નીવડશે સાથે ધંધા માટે નવાં અવસરોના સંયોગો. જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે. ગોથે ચડી ગયેલા કામકાજને દિશા મળશે. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઠીકઠીક સપ્તાહ. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. ૬ તથા ૭ માર્ચ સામાન્ય રહેશે
તુલા
ફેશન ઉદ્યોગ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ, પ્રતિકુળ રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા ફાયદા કરાવશે. મધ્યમ કદના વ્યાપાર વણિજ, સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક. સંભાવના. પરિવાર સાથે સુમેળતા, સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો તથા યુવા વર્ગ, ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સાનુકુળ સપ્તાહ ૫ માર્ચ મધ્યમ રહેશે.
વૃશ્ચિક
આ સપ્તાહ, શારીરિક તથા માનસિક એમ બન્ને રીતે સાનુકુળ અને ફાયદાકારક રહેશે. નાના નાનાં ઔદ્યોગિક એકમ તથા તમામ કદના વ્યાપાર વણિજ ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સરકારી કર્મચારી માટે અણધારી બદલી બઢતીના સંયોગો. પેંડીંગ રહેલા કાર્યો સફળતા સાથે પુરાં થશે. અવૈધ કે અવૈવાહિક સંબંધો વાળા જાતકો માટે ભાંડાફોડના સંયોગો. દાંપત્યજીવનમાં સંવાદિતા સર્જાવાનાં સંયોગો.સાસરા પક્ષ તરફથી સાથ સહકારનો અનુભવ થશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સારું સપ્તાહ. ૧ માર્ચ સાધારણ રહેશે
ધન
આ સપ્તાહે નિરાંત, શાંતિ તથા રાહત વળવાની સંભાવનાઓ. દરેક પ્રકારના નાના મોટો ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ લાભદાયી પણ નીવડશે. સખત પરિશ્રમ વાળા એકમના જાતકો માટે અનેક વિધ નવી તકો સાંપડશે. ઉદરનો જુનો કોઈ રોગ ઉથલો મારે તેવી સંભાવના. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. ૬ તથા ૭ માર્ચ સરેરાશ રહેશે.(પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહે પણ પન્નોતિના પ્રભાવથી સાચવવું, ઉતાવળ કે ઉતાવળે બોલવાં પર સંયમ રાખવો. જાહેર ક્ષેત્ર તથા શૈક્ષણિક સંસ્થાની વ્યક્તિઓએ ખાસ સાચવવું. બિઝનેશમાં ઉતાવળ ન કરવી. ઉદ્યોગ તથા વાણિજયના મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ સુંદર નીવડશે. હેવી મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટસ ના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. સેવા-વ્યવસાયના જાતકો માટે સામાન્ય સપ્તાહ. સરકારી નોકરીયાત તથા ખાનગી ક્ષેત્રના કર્મી માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા જળવાશે. ૪ તથા ૫ માર્ચ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
યોગ -દર્શન તથા હર્બલ, આયુર્વેદીક ફાર્મસી સાથે સંકળાયેલ લોકો માટે પન્નોતિનાં પ્રભાવથી આ સપ્તાહે પ્રતિકુળ નીવડશે. કુટિરઉદ્યોગ તથા નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે સારુ સપ્તાહ. વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સામાન્ય નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી નોકરીયાત માટે ખર્ચા વધી જવાની સભાવનાઓ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે પ્રમોશનનાં સંયોગો. સ્થાનીય કે દેશ -વિદેશના પ્રવાસના સંયોગો. વર્ષો જુના પેંડીગ કાર્યો પૂર્ણ થવાના સંયોગો. વર્કીંગ વૂમન માટે સારુ સપ્તાહ. ૫ માર્ચ સામાન્ય જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
ઔદ્યોગિક એકમના જાતકો તથા ગ્રેઈન મર્ચંટ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. લાભદાયી હેવી મશીનરી વાળા ઉદ્યોગ- વ્યાપાર- વાણિજય ક્ષેત્રના જાતકો માટે સપ્તાહર ફાયદાકારક નીવડશે. ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક ઉદ્યોગ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ લાભકર્તા રહેશે. સરકારી કર્મચારી વર્ગ માટે સારુ સપ્તાહ. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રમોશન તથા પગાર વધારા વાળું નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે સારુ સપ્તાહ. કુટુબ – પરિવાર સુમેળ અકબંધ રહેશે. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ફકત ૭ માર્ચનો દિવસ સાધારણ રહેશે.