મેષ :
આ સપ્તાહ દરમ્યાન કેટલાંક જુના કાર્યો સંપન્ન થશે. નજીકના મિત્રો, સ્નેહીઓ વચ્ચે પ્રતિકુળતા સર્જાવા સંભાવના, બજારોમાં વટઘટના કારણે લાભ થવા વકી, સાથે ભારે પરિશ્રમ રહેવા સંભાવના. ફોર વ્હીલર સંભાળીને ડ્રાઈવ કરવું, ભક્તિ, આરાધના અર્ચનામાં વધારો. ૭ , ૮ ઓગસ્ટ સાનુકુળ નીવડશે. અન્ય દિવસો સરેરાશ રહેશે. ધાર્મિક યાત્રાના અનેકવિધ યોગો બનશે.
વૃષભ :
કોઈ ના કોઈ બાબતે કે કોઈ પણ પ્રકારે ધન હાની થવાં સંભવ તેમજ આકસ્મિક ખર્ચાઓ વધવા સંભાવના, પારીવારીક સંબંધોમાં સંવાદિતા સંભાવના. અંગત કામમાં આવતા અવરોધ માટે, ૯ થી ૧૧ ઓગસ્ટ નો સમય ગાળો ઉતમ રહેશે. ધંધા વ્યવસાયમાં હળવી હળવી સ્થિરતા. જાહેર સાહસ કે નવા ઉદ્યોગ ધંધા માટે પ્રતિકુળ સમય ગાળો. લાલચ અને કપટથી ચેતવું.
મિથુન
કારીગર તથા કલાકાર તથા વિવિધ શિલ્પીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેવાની સંભાવના. નવી આવકની શરુઆત થશે, અનેક વિધ તકો, તેમજ અવસરો મળશે. તેમજ કોઈ આકસ્મિક ધન લાભ. કોર્ટ -કચેરી ને કજીયામાં થી મુક્તિ મળવા સંભવ. જમીન જેવી બાબત માટે થોભવું, તેમજ પૈતૃક સંપતિની ભાગ બટાઈમાં જક્કી વલણ ને બદલે જતું કરવુ સરેરાશ પરંતુ અતિ લાભદેય રહેશે.
કર્ક :
ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે ઉતમ તકો, યોગો, જુના પુરાણા રોગ તથા કરજ માંથી થી છુટકારો થશે. કૌટુંબીક બાબતોમાં યથામતિ કામ કરવું, પ્રેમ -મિત્રતા, લાગણીના સંબંધમાં થોડા વત્તા અંશ ઉતાર ચડાવ જોવા મળશે. તેમજ સરકારી ક્ષેત્રના કાર્યમાં થોડી ધીરજ રાખવી. જમીન તથા નવ મકાનના યોગ.રોકાણ માટે ઉતમ સમય સંપતિ તથા રોકડા ની બચત તથા તેમાં વધારો થશે. પરદેશથી લાભના અનેક અવસરો મળશે. સાથોસાથ પરદેશાગમન માટે કે ફાઈલ મુકવા માટેનું શ્રેષ્ઠ સપ્તાહ.
સિંહ :
ગુસ્સા પર કાબુ રાખવો, સાથે પિતની તાસીર વાળા જાતકો એ થોડુ સંભળવું. આડેધડ ફાસ્ટ ફૂડ આરોગવામાં આરોગ્ય પ્રદ સંયમ જાળવવો, અન્યથા અસ્પતાલ યોગની સંભાવના.દુષિત યોગ વાળા જાતકો એ ખાસ સંભાળવું, બાહ્ય આકર્ષણના યોગ કે સંબંધ થવા સંભાવના પરંતુ, વિશેષ તકેદારી રાખવી, આગળ જતાં આ સપ્તાહ દરમ્યાન બંધાયેલ આકર્ષણ સંબંધ અપરાધ તરફ લઈ જશે. ૧૮ તથા ૧૯ ઓગસ્ટ સાનુકુળ સમય. આ સપ્તાહ નોકરીયાત વર્ગ માટે સારુ નીવડશે.
કન્યા :
આ સપ્તાહ શારીરિક તથા માનસિક એમ બન્ને રીતે કષ્ટપ્રદ રહેશે, આથી માનસિક રીતે સજ્જ થઈ જવું. વાહન ધીમે ચલાવવું. શારીરિક શ્રમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. પારિવારીક કાર્યોમાં દોડધામ રહેશે, મોસાળ તથા સાસરા પક્ષે નિરાંતનો અનુભવ થશે. તમામ કાર્યો નિરાંતે કરવાં કારણ આ સપ્તાહના દરેક કાર્યમાં કોઈ ને કોઈ નાની મોટી અડચણ રહેશે. ધંધા વ્યવસાય હેતુ બહારી રાજયોમાં જવાના યોગો. સ્થાનિક સરકારી નોકરીયાત માટે બદલી કરાવવાનો સાનુકુળ સમય.
તુલા :
આ સપ્તાહ તુલા રાશિ માટે આનંદ, નિજાનંદ અને પરમાનંદ ની અનુભતિ કરાવશે સાથે પ્રગાઢ શાંતિનો પણ અનુભવ થશે. માથા પર લાગતાં બોજાઓ જોજનો દુર ચાલ્યા જશે. પરદેશથી લાભદાયી સમાચાર આવશે, વિદેશ વસતા જાતકો માટે પણ આ સપ્તાહ સારુ રહેશે. જુના બગડેલા સંબંધો સુધરશે. તેમજ પોતાની રાશિ અનુસાર વૃક્ષારોપણનું દાન કરવાથી અનેક વિધ લાભ થવા સંભાવના. રાશ્યાદિ વૃક્ષ અરીઠાં, બિલ્વવૃક્ષ, અર્જુન.
વૃશિક :
શનિની સાડાસાતિ અર્થાત પન્નોતિનો ઉતરતો તબક્કો આ સપ્તાહે આકસ્મિક લાભના અવસરો આપશે. જે વૃશ્ચિક રાશિ માટે એક શુભ સંકેત છે. માનસિક શ્રમ કે તનાવમાં ઘટાડો થવા સંભવ, શારીરિક શ્રમ રહેશે. નાણાંભીડ હળવી થશે. દિનાંક ૫ – ૬ -૮ ઓગસ્ટ આ દિવસે ધન પ્રાપ્તિની નવી તક મળવા સંભવ યથામતિ નિર્ણય લેવો. પન્નોતિના કાળમાં પ્રકૃતિ પૂજન શ્રેષ્ઠ ફળ કર્તા મનાય છે, આથી રાશિ અનુસાર વૃક્ષારોપણ હાથવગો ને સરળ ઉપાય છે. અર્જુન વૃક્ષના રોપની ભેટ કરવી તથા આરોપણ કરવું, તેમજ નાગકેસર (આયર્નવૂડ) નું વાવેતર કરવું.
ધન :
પન્નોતિના કારણે આવતામ કષ્ટમાં રાહત થવાની સંભાવના. જુનાં કાર્યોનો નિકાલ થવા વકી, દાંપત્ય જીવનમાં સાનુકુળ વાતાવરણ. ભાગીદારીના ધંધા વ્યવસાયમાં અતિ ચોક્ક્સાઈ રાખવી. હિસાબ કિતાબ પ્રત્યે ગાફેલ રહેવું નહિ. શનિવારે શનિના મંદિરે તેલાર્ધ્ય કરવું, તેમ જ તેલ ઘી વાળો ખોરાક ત્યાગવો. પન્નોતિના સમય વૃક્ષારોપણ કે વૃક્ષ-રોપ ની ભેટ અતિ લાભ દાયી નીવડે છે, તો આ ન્યાયે રાશિ અનુસાર વૃક્ષો વાવવાં. અર્જુન, અશોક, આસોપાલવ, આંબો, લીમડો, ગુલમહોર, સાગ
મકર :
નોકરીયાત વર્ગ તથા ગૃહ જીવન વિતાવતા લોકો માટે આ સપ્તાહ સારું નિવડશે. ઈલેક્ટ્રોનિક કે ઈંટરનેટ સાથે સંકળાયેલ ધંધા વ્યવસાય માટે માનસિક રીતે રાહત અનુભવાશે. સપ્તાહ ના અંતિમ ત્રણ દિવસો વધારે સાનુકુળ રહેશે. વિદ્યાર્થી તેમજ ગૃહિણીઓ માટે આ સપ્તાહ ઉતમ રહેશે. જાહેર ક્ષેત્ર ના લોકો કે સેલેબલ વ્યક્તિઓ એ માટે એવરેજ સમય. વિવાદો વકરવા સંભવ. પન્નોતિના સમય હોવાથી વૃક્ષારોપણ કે વૃક્ષ-રોપ ની ભેટ અતિ લાભ દાયી નીવડે છે, મકર રાશિ અનુસાર વૃક્ષો વાવવાં. અર્જુન, બોરસ્લી, અશોક , આસોપાલબ. સાગ .
કુંભ :
આધ્યાત્મ ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. નાના નાના પ્રવાસ રહેશે. ખોવાયેલી વસ્તુ મળવા સંભાવના. ઘરેલુ, મૈત્રી સંબંધોમાં ઉતાર ચડાવ રહે. સંતાનો માટે સારો સમય. પડોશી સાથે ઝગડાં ટાળવા, નહિ તો લાંબો સમય સુધી આ તકલિફ ભોગવવાની સંભાવના. શિક્ષકગણ માટે સારો સમય. પ્રોફેસર્સ માટે બઢતી, બદલીના યોગ. સજીવકૃષિ ક્ષેત્રે પ્રયાણ કરવાનો ઉતમ સમય. હર્બલ પ્રોડયુસર માટે સારો સમય.
મીન :
પારિવારીક સુખમાં તેમજ પુત્ર -પૌત્રાદિ સુખમાં વધારો, પરિવારમાં સુમેળતાનો વધારો, આકસ્મિક ધન લાભ, આ સપ્તાહે કોઈ પણ અગત્ય કે બીન અગત્યનું કામ ઉતાવળ રાખી ન કરવું. ધાર્મિક લોકો માટે સુંદર સમય, દાન, ધર્માદા, પુજા, અર્ચના આરાધના તેમજ ધાર્મિક યાત્રા માટે યોગ્ય સમય. ગૃહિણી માટે સારો સમય, આ રાશિ ની ગૃહિણીઓ એ આંગણમાં નાની રંગોળી અથવા ફુલોની રંગોળી કરવી.