મેષ
અગ્નિ તત્વ જેવાં કે પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, ત્થા અન્ય જવલનશીલ, જલીય પદાર્થનાં વ્યાપાર વણિજ સંબંધિત જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. સાથે લાભદાયી રહેશે. સામાજીક ત્થા સંસ્થાકીય વહીવટી કાર્યોમાં રૂકાવટ આવવાના સંયોગો. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. અર્ધ સરકારી-ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સારુ સપ્તાહ. પરિવારમાં નાના મોટા ખટરાગ છતાં સુમેળતા એવી ને એવી રહેશે. સંતાન સુખ માટે ગર્ભાધારણના સારા સંયોગો. વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ. ૧૨ તથા ૧૫ ફેબ્રુઆરી સરેરાશ રહેશે
વૃષભ
કલા, લલિત કલા તથા સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. નાના ઔદ્યોગિક એકમ તથા નાના-મોટા વાણિજય એકમ સાથે સંકળાયેલ જાતકો માટે સરેરાશ સમયગાળો. બેંકીંગ ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સ્નેહી સાથે યાત્રા-પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ૯ ત્થા ૧૦ ફેબ્રુઆરી સાધારણ રહેશે.
મિથુન
આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભની સાથોસાથ તેમજ હાનીના સંયોગો એક સાથે બને છે આથી, યથામતિ નિર્ણય લેવાં કે કામકાજ કરવાં. નીચસ્થ બુધ કે નીચસ્થ ચંદ્ર સાથે બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ મહદ અંશે લાભદાયી નીવડશે, સાથે વાણી વિલાસ પર કાબુ રાખવો. મોટા ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. કલા વ્યવસાય માટે સારુ સપ્તાહ. શો બિઝનેશ માટે સારો સમય.પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતાના સંયોગો. પ્રવાસની સંભાવના ૯, ૧૪ ત્થા ૧૫ ફેબ્રુઆરી સામાન્ય જણાશે.
કર્ક
શીપીંગ તથા ફિશીંગ તેમજ જલીય તત્વના ઉત્પાદન-વેચાણ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે, મરીન એંજીનીયરીંગ માટે પણ સારો સમય. ફુડ બેવરેજીસ તથા રત્નાભુષણના વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ જાતકો માટે સારુ સપ્તાહ. રસાયણ તથા શીતળ પેયના ઉદ્યોગ વ્યાપાર માટે સરેરાશ સપ્તાહ. ચિકિત્સા તથા ફાર્મસી ક્ષેત્રના તમામ જાતકો તથા ફાર્મસી માટે સારો સમયગાળો. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે મધ્યમ સમય. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર નીવડશે. ૯ ફેબ્રુઆરી અર્ધ-સામાન્ય જણાશે.
સિંહ
કુટિર ઉદ્યોગ કે નાનાં હસ્ત ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે, સાથો સાથ નવી નવી તકો મળવાંનાં નવાં સંયોગો. જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ટલ્લે ચડી ગયેલા કામકાજ આ સપ્તાહે આગળ વધશે. માતા-પિતા સાથે હળવી ઉગ્ર ચર્ચા વિચારણાં થવાની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે વિશેષ કાળજી રાખવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. ૯ તથા ૧૦ ફેબ્રુઆરી અર્ધ-સામાન્ય જણાશે.
કન્યા
ખાનગી વકીલો સમેત કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગના અધિકારીઓ ત્થા કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં સર્વ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું સંઘર્ષ વાળું નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. મિત્રો, સ્નેહીજનો દ્વારા સાથ સહકારના સંયોગો. લાંબા પ્રવાસના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. ૧૨ તથા ૧૪ ફેબ્રુઆરી સાધારણ નીવડશે .
તુલા
આ સપ્તાહ દરમ્યાન ગત વર્ષમાં અધુરા રહેલાં કામકાજ ને દિશા મળશે સાથો સાથ ફાયદા થવાંનાં સંયોગો. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે. વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે લાભકારક સપ્તાહ. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે સારુ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની સંભાવના. પરિવાર તરફથી સાથ સહકાર, ધાર્મિક પ્રવાસના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ નીવડશે. કેવળ, ફકત ૯ ફેબ્રુઆરીનો દિવસ સાધારણ રહેશે.
વૃશ્ચિક
દુષિત મંગળ તથા શુક્ર તથા નીચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. નાનાં ઉદ્યોગ તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી કર્મચારી, પોલીસ કર્મી માટે આ સપ્તાહ સાનુકુળ તથા ફાયદાકારક નીવડશે સાથોસાથ બઢતીનાં સંયોગો. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે સારુ સપ્તાહ. સગાં તથા સ્નેહી સાથે નાની નાની ગેરસમજ થવાંના સંયોગો. અંગત મિત્રો તરફથી હળવો સહકાર મળશે. યુવાવર્ગ માટે થોડો પરિશ્રમ વાળો સમયગાળો, ગૃહિણી તથા નિવૃતો માટે સારુ સપ્તાહ. ૧૨ ફેબ્રુઆરીનો દિવસ સાધારણ રહેશે.
ધન
આ સપ્તાહ દરમ્યાન માનસિક નિરાંત, રાહત તથા શાંતિના સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારીના જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો ફાયદો થશે. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના, તેમજ ટલ્લે ચડેલાં ધધાકીય કામ કાજ પુરા થવાંની સંભાવના. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સારુ નીવડશે. ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.૧૪ ફેબ્રુઆરીનો દિવસ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહે પન્નોતિનો હળવો હળવો પ્રભાવ જોવાં મળશે. આથી નવા કામકાજ હાથમાં ન લેવાં, અગત્યનાં નિર્ણયોને મુલતવી રાખવાં. તેમ લાલચ, અને ઉતાવળ પર કાબુ રાખવો. વ્યાપાર વણિજ કે ઉદ્યોગ માટે મધ્યમ સપ્તાહ. ફેબ્રીકેશંસ, આર્યન વર્ક, લેથ વર્ક માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. શેર બજાર, કોમોડીટી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે સુમેળતા ના સંયોગો. ૧૨ તથા ૧૪ ફેબ્રુઆરીનો દિવસ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ વિશેષ, તથા સેલેબલ વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ પણ અનેક પ્રકારે લાભદાયી નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી નોકરીયાત માટે બદલીની સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આર્થિક લાભ સાથે ચડાવ વાળુ સપ્તાહ નીવડશે. કુટુંબીજનો કે સગાંઓ વચ્ચે અણસમજ જેવું થાય પરંતુ સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૧૦ તથા ૧૪ ફેબ્રુઆરી સામાન્ય રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
શેર બજાર તથા કોમોડીટીના વ્યાપારી જાતકો એવમ ગ્રેઈન મર્ચંટ– કમીશન એજંટ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્ર ના જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક નીવડશે. તેમજ ફાઈનાંસ કપની કે શરાફો માટે સારુ સપ્તાહ. શીપીંગ ક્ષેત્રે જોડાયેલ તમામ વર્ગો માટે સારુ સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. કુટુબ – પરિવાર સાથે પ્રવાસ કે ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ફકત ૧૫ ફેબ્રુઆરી અર્ધ-સામાન્ય નીવડશે.