મેષ (અ,લ,ઈ)

the-future-of-the-weekly-zodiac-8

ઉતાવળ  તથા ગુસ્સા પર હળવો કંટ્રોલ રાખવો,  કફની તાસીર વાળા જાતકો એ વિશેષ તકેદારી રાખવી. તેમજ આ સપ્તાહે ખર્ચા વધી જવાની સંભાવના.  દુષિત યોગ વાળા જાતકો એ ખાસ સંભાળવું,  ઔદ્યોગિક એકમના જાતકો માટે તથા મોટા વ્યાપારી માટે આ સપ્તાહ હળવું રહેશે. નાનાં વ્યાપારી માટે લાભદાયી સપ્તાહ.  હર્બલ અને ફાર્માસ્યુટીક્લ્સ નાં જાતકો માટે ચડાવ ઉતાર રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે સાનુકુળ  સપ્તાહ.   વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   ૧૨, ૧૩ ત્થા ૧૮  જાન્યુઆરીનાં દિવસો  સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

the-future-of-the-weekly-zodiac-8

આનંદ, નિજાનંદ, ખુશીઓથી આ સપ્તાહ ભરચક રહેશે. સાથોસાથ પ્રગાઢ શાંતિનો  ત્થા નિરાંતનો પણ અનુભવ કરાવશે.  વિદેશ ત્થા ઉતર પૂર્વ દિશાથી લાભદાયી સમાચાર આવશે, તમામ પ્રકારનાં ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ. લાભકારક નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે.  બગડેલાં સંબંધો સુધરતાં જણાય, દાંપત્ય જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ ઉતમ  નીવડશે. ૧૨ ત્થા ૧૮ જાન્યુઆરીનાં દિવસો  અર્ધ સાધારણ રહેશે.

મિથુન (ક,છ,ઘ)

the-future-of-the-weekly-zodiac-8

તમામ વર્ગ ત્થા વિવિધ પદના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ દરમ્યાન દોડધામ થવાંની તથા ચડાવ ઉતાર આવવાંની સંભાવના. નાના નાનાણ ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક એકમના જાતકો માટે સામાન્ય સપ્તાહ.સરકારી શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે.  ૧૭ ત્થા ૧૮ જાન્યુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક  (ડ,હ)

the-future-of-the-weekly-zodiac-8

ફેશન, ફેબ્રીક, બ્યુટી-કોસ્મેટીક એકમનાં જાતકો તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાધારણ નીવડ્શે. અધુરા રહેલા કામકાજ પુરા થશે, જુની ઉઘરાણી પાકવાંના સંયોગો.   ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે હળવું સપ્તાહ.  નાના ત્થા છુટક  વ્યાપારીઓ માટે આ સપ્તાહે પણ હળવી દોડધામ  રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભદાયી રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારી રહેશે.  ૧૬ જાન્યુઆરીનો દિવસ અર્ધ સાધારણ રહેશે.

સિંહ (મ,ટ)

the-future-of-the-weekly-zodiac-8

આ સપ્તાહે પણ ભાગદોડ તથા પ્રતિકુળતાં રહેવાંના સંયોગો.   હેવી મશીનરીઝ ત્થા હેવી વ્હીકલ્સનાં જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે.  રાજકીય તથા જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પણ  મધ્યમ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ  લાભદાયી નીવડશે,  નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  ૧૨, ૧૩, ૧૮ જાન્યુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

કન્યા (પ,ઠ,ણ)

the-future-of-the-weekly-zodiac-8

આ સપ્તાહ, આગલાં સપ્તાહ જેવું જ નીવડશે. એકાઉંટ, મેનેજમેંટ એકમ સાથે જોડાયેલ જાતકો માટે સરેરાશ સપ્તાહ. ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. અર્ધ સરકાર તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. સગાં સ્નેહી તરફથી  સરેરાશ સમય.  ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  ૧૫ જાન્યુઆરી ઉતમ રહેશે.

તુલા  (ર,ત)

the-future-of-the-weekly-zodiac-8

એકાઉંટ, મેનેજમેંટ, તથા ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ , રેસ્તોરાં, જેવાં સર્વિસ બિઝનેંશના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  રાજકીય તથા જાહેર ક્ષેત્રનાં સેલેબલ જાતક માટે સરેરાશ સપ્તાહ.  સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.પરિવારમાં સુમેળતા યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળું ત્થા લાભકારક નીવડશે.  ૧૬ ત્થા ૧૮ જાન્યુઆરીના દિવસો સામાન્ય  રહેશે.

વૃશ્ચિક  (ન,ય)

the-future-of-the-weekly-zodiac-8

આ સપ્તાહે પણ નવા ઘરેલુ  કે સંસ્થાકીય કામકાજ કે સરકારી કામકાજ જેવાં કે દસ્તાવેજી લખાણકાર્યમાં ઉતાવળ ન કરવી.   હેવી મશીનરી ઉદ્યોગ તથા જ્થ્થાબંધ  વ્યાપારનાં જાતકો માટે ઉતમ સપ્તાહ.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ પણ  લાભદાયી.  સરકારી કર્મચારી તથા પોલીસ કર્મી માટે આ સપ્તાહ પણ  કઠીન રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.   સગાં સ્નેહીઓ મિત્રો સાથે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષકો પ્રોફેસર્સ, લેલચરર્સ, હેડ ઓફ ડિપા. વિદ્યાર્થી, ગૃહિણી તથા નિવૃતો માટે શ્રેષ્ઠ સપ્તાહ.  ૧૮ જાન્યુઆરીએ વિશેષ સાચવવું.

ધન  (ભ,ફ,ધ,ઢ)

the-future-of-the-weekly-zodiac-8

આ સપ્તાહ  પણ મોટા તથા જથ્થાબંધ વ્યાપાર વણિજના જાતકો  તથા હેવી મશીનરી ઉદ્યોગ એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે અતિ લાભદાયક સાબીત થશે.  રીયાલ્ટી એકમના જાતકો માટે સરેરાશ સપ્તાહ.  નાનાં નાનાં  ઉદ્યોગ ત્થા ધંધાનાં જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ  દોડધામ વાળું  તથા લાભદાયી પણ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. પનોતિના કુપ્રભાવથી રાહત મેળવવાં માટે,  આહાર ગટરમાં ન જવો જોઈએ.  ૧૬ તથા ૧૭ જાન્યુઆરી સાધારણ રહેશે  .

મકર  (ખ,જ)

the-future-of-the-weekly-zodiac-8

આ સપ્તાહ દરમ્યાન  હેવી મશીનરીઝ ત્થા હેવી વ્હીક્લ્સ, ટ્રાંસ્પોર્ટેશ્ન્સ એકમના જાતકો માટે ભાગદોડ સાથે લાભ થવાંનાં સંયોગો. નાના કે ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમોના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ખાનગી કે સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું કે મધ્ય પ્રતિકુળ જણાશે.

ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧૫, ૧૬ ત્થા ૧૮ જાન્યુઆરીના દિવસો  સાધારણ રહેશે.  પનોતિના દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે, પરિશ્રમિકોને પુરતું વળતર આપવું

કુંભ  (ગ,શ,ષ)

the-future-of-the-weekly-zodiac-8

સરકારી અધિકારીઓ,  કાર્યકર્તાઓ, પત્રકારો,  પ્રકાશકો, લેખકો , વિચારકો, શિક્ષકો તથા આચાર્ય ગણ માટે નાનાં મોટા અવરોધો ને અડચણો  સાથે પણ આ સપ્તાહ લાભકારક રહેશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ પણ સારુ નીવડશે.  કુટુંબમાં  સહકાર -શાંતિ યથાવત રહેશે. રહેશે.  વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયી સપ્તાહ. ૧૨ ત્થા ૧૮ જાન્યુઆરી સામાન્ય રહેશે.

મીન  (દ,ચ,ઝ,થ)

the-future-of-the-weekly-zodiac-8

શેર બજારના જાતકો માટે સરેરાશ સમય. ઈલેક્ટ્રીકલ કે  ઈલેક્ટ્રોનિક કે  ઈંટરનેટનાં એકમનાં જાતકો માટે સારુ સપ્તાહ. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રના લોકો કે સેલેબલ વ્યક્તિઓ એ માટે મધ્યમ સપ્તાહ, સપ્તાહના અંતિમ ત્રણ દિવસો જ સાનુકુળ રહેશે. ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે.   અધુરા કામકાજ પૂરા થતાં જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું  નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે.  મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે સાનુકુળ સપ્તાહ.  ૧૫ જાન્યુઆરી  સામાન્ય જણાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.