મેષ :

001 4

મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના ઔદ્યોગિક એકમ સુધીના જાતકો માટે સુંદર સપ્તાહ. અગ્નિ તત્વને લઈ કોઈ વિધ્ન આવવાની સંભાવના. રંગ રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. અન્ય વ્યાપારીઓ માટે સારુ સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ.  મેડીકલ  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  ૧ ડિસેમ્બરનો દિવસ જ સામાન્ય રહેશે.

વૃષભ :

002 3

સ્ટેશનરી ઉદ્યોગ ધંધા કે વ્યાપાર સાથે સંક્ળાયેલા તમામ જાતકો માટે સારુ સપ્તાહ.  કાયદા વિભાગ સાથે જોડાયેલ વકીલ, જજ, નોટરી માટે સારુ સપ્તાહ. સેલેબલ કે જાહેર ક્ષેત્રની વ્યકતિ માટે મધ્યમ સપ્તાહ. બેંકીગ ક્ષેત્ર માટે મધ્યમ સમય. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન પણ પરિવાર કે સગાં સાથે યાત્રા પ્રવાસના સંયોગો બને છે.  નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ હળવું રહેશે. ૧ તથા ૪  ડિસેમ્બરના દિવસો સામાન્ય રહેશે.

મિથુન :

003 3

શૈક્ષણિક સંસ્થા કે જાહેર ટ્રસ્ટ સાથે જોડાયેલા જાતકો માટે સામાન્ય સપ્તાહ,  જુનાં વિવાદ બહાર આવવાના સંયોગો.તમામ પ્રકારના નાના ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સામાન્ય સપ્તાહ. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે હળવું સપ્તાહ. સ્વગૃહી બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  નિવૃત સરકારી કર્મચારીઓના જુનાં કામનો ઉકેલ આવવા સંભવ. પરિવાર સુખ કુટુંબ સુખ તથા મિત્રો દ્વારા સાથ સહકાર યથાવત રહેશે.  ૨ તથા ૪  ડિસેમ્બરના દિવસો સામાન્ય રહેશે.

કર્ક :

004 3

મોટા ખાસ કરીને ફાર્મા કે કેમિકલ ક્ષેત્રના જાતકો માટે નબળુ સપ્તાહ નીવડશે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે સરેરાશ સપ્તાહ. વ્યાપાર વણિજના જાતકો માટે હળવું સપ્તાહ.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે સારુ સપ્તાહ. શૈક્ષણિક એકમ માટે સરેરાશ સપ્તાહ.  ફાર્મસીના છાત્રો માટે સારુ સપ્તાહ, પ્રવાહી ફૂડ માટે આ સપ્તાહ પ્રવાહી જેવું રહેશે.  સરકારી, અર્ધ સરકારી કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સારુ સપ્તાહ. ૩ ડિસેમ્બર જ સામાન્ય રહેશે.

સિંહ :

005 3

નાના નાના કે કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે .  જથ્થાબંધ વ્યાપારી તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા સ્થાનિક  વ્યાપારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે.  જાહેર ક્ષેત્રના જાતક માટે તથા શૈક્ષણિક એકમ વાળા જાતકો માટે સરેરાશ સપ્તાહ, બને કાળજી લેવી. સરકારી કર્મચારીઓ માટે  તથા ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. સગાં-સ્નેહી  વચ્ચે અણબનાવ જેવું થવાના સંયોગો. નિવૃતો તથા ગૃહિણી તથા માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  ૬ તથા ૭ ડિસેમ્બરના દિવસો સામાન્ય જણાશે.

કન્યા :

006 3

શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી શાળાઓ, કોલેજ કે જાહેર ટ્રસ્ટ સાથે જોડાયેલા જાતકો માટે સામાન્ય સપ્તાહ,  જુનાં વિવાદ બહાર આવે અથવા નવા કોઈ વિવાદ બનવાંના સંયોગો. વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે, તદુપરાંત અનેક નવા સ્ત્રોતો નજરે આવશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી  રહેશે. સરકારી કર્મચારીઓ માટે સામાન્ય સપ્તાહ  જણાશે. સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગનાં સંયોગો. લાંબા પ્રવાસના યોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. ૪ તથા ૭ ડિસેમ્બરના દિવસો મધ્યમ રહેશે.

7537d2f3 5

તુલા :

007 3

ફેશન કે શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધામાં મંદીનુ વાતાવરણ. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સાચવવાં જેવું છે આ સપ્તાહ, પ્રલોભનથી દુર રહેવું.તમામ ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ  અણધાર્યા ફાયદા કરાવશે. મધ્યમ કદના વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે, સિવાય કે ઉચ્ચાધિકારીઓ. ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક. સંભાવના. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. ૫ ડિસેમ્બર મધ્યમ રહેશે.

વૃશ્ચિક :

008 3

ઉતરતી પન્નોતિનુ આ સપ્તાહ ખુબ જ લાભકારક  નીવડશે. ઉચ્ચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ સારુ જણાશે, છતાં ઉગ્રતા પર કાબુ રાખવો. દરેક પ્રકારના ઉદ્યોગ તથા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી તથા પોલીસ કર્મી માટે સામાન્ય સપ્તાહ રહેશે સાથે સપ્તાહ દરમ્યાન બદલી, બરતરફી જોવાં સંયોગો.ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે સારુ સપ્તાહ.  મિત્રો સાથે નાની ગેરસમજ થવાંના સંયોગો. યુવાવર્ગ, છાત્રો, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૭ ડિસેમ્બરનો દિવસ સાચવવાં જેવો છે.

ધન :

009 3

આ સપ્તાહે પણ  નિરાંત, શાંતિ તથા રાહત વળવાનની  સંભાવનાઓ. દરેક પ્રકારના નાના મોટો ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  સખત પરિશ્રમ વાળા એકમના જાતકો માટે અનેક વિધ નવી તકો સાંપડશે.  જુનો ઉદર રોગ ઉથલો મારે તેવી શકયતા. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  ખાદ્યાન કે ખાદ્ય ખોરાક નીક કે ગટરમાં ન જવું ન જોઈએ, સાથે જરુર પુરતું જ રાંધવુ-ખવાવું જોઈએ,  ૧ તથા ૨ ડિસેમ્બરનાં દિવસો સાધારણ જણાશે.

મકર :

010 4

આ સપ્તાહે પણ પન્નોતિના  પ્રભાવથી સાચવવું, ઉતાવળ કે ઉતાવળે બોલવાં પર સંયમ રાખવો. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓએ ખાસ સાચવવું. બિઝનેશમાં આંધ્ળુકીયા ન કરવા.  ઉદ્યોગ તથા વાણિજયના મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ સુંદર નીવડશે. હેવી મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટસ ના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. સેવા-વ્યવસાયના જાતકો માટે એવરેજ સપ્તાહ. સરકારી નોકરીયાત તથા ખાનગી ક્ષેત્રના કર્મી માટે સરેરાશ સપ્તાહ. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા જળવાશે.  ૨ તથા ૭ ડિસેમ્બરના દિવસો  સાધારણ રહેશે. પનોતિના દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે, પરિશ્રમિકોને પુરતું વળતર આપવું

કુંભ :

011 3

યોગ -દર્શન તથા હર્બલ, આયુર્વેદીક ફાર્મસી સાથે સંકળાયેલ લોકો માટે  આ સપ્તાહ ખુબ જ લાભકારી નીવડશે.  કુટિરઉદ્યોગ  તથા નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે સારુ સપ્તાહ. તથા દરેક પ્રકારના વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સામાન્ય નીવડશે.  સરકારી તેમજ  અર્ધ સરકારી નોકરીયાત માટે  સારુ પરતુ ખર્ચા વધી જવાની શકયતાઓ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે પ્રમોશન તથા પગાર વધારા જેવાં સંયોગો.  સ્થાનીય કે દેશ -વિદેશના પ્રવાસના સંયોગો. વર્ષો જુના પેંડીગ કાર્યો પૂર્ણ થવાના સંયોગો. વર્કીંગ વૂમન માટે સારુ સપ્તાહ.  ૨ ડિસેમ્બરનો દિવસ  સાધારણ જણાશે.

મીન :

012 3

આ સપ્તાહ મોટા ઔદ્યોગિક એકમના જાતકો તથા ગ્રેઈન મર્ચંટ માટે લાભદાયી નીવડશે.  હેવી ઉદ્યોગ- વ્યાપાર- વાણિજય ક્ષેત્રના જાતકો  માટે સપ્તાહ સારુ જણાશે.   ધાતુ તથા ક્લોથ મર્ચટ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કાગળ તથા ટીંબર મર્ચટ માટે લાભકારક સપ્તાહ.  સરકારી કર્મચારી વર્ગ માટે સારુ સપ્તાહ.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રમોશન તથા પગાર વધારા વાળું નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે સારુ સપ્તાહ. કુટુબ – પરિવાર સુમેળ અકબંધ રહેશે.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત ૭ ડિસેમ્બર નો દિવસ સાધારણ  રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.