મેષ :
ભ્રમણનો શરુઆતી સમય ધંધા વ્યવસાયમાં અડચણ પેદા કરશે, ભ્રમણનો અંતિમ તબક્કો ખુબ સારો અને લાભદાયી નીવડશે. વિદેશ વ્યાપાર એવં પ્રવાસની સંભાવના. કર્મચારી વર્ગમાં અચાનક બદલી-બરતરફીના સંયોગો, વિદ્યા ક્ષેત્રે સરેરાશ સમય, મધ્યમ વર્ગ તથા નવ સાહસીક માટે લાભદાયી. નવ પરિણીત માટે સારો સમય.
વૃષભ :
લગ્નજીવનમાં હળવો ખટરાગ, અવૈધ સંબંધો કે આકર્ષણના સંયોગો બને છે, આથી યથામતિ માર્ગ લેવો. છળ કપટથી સંભાળવું. ધંધા વ્યવસાયમાં નવી ઓફર્સ માટે સમય માંગીને કામ કરવું. વિદેશ યોગ પ્રબળ બને. આ ભ્રમણ વૃષભના જાતકો માટે અનેક પ્રકારે આર્થિક ફાયદા આપનારું છે, ઉપરની બાબતોને લક્ષમાં રાખી દોડાય એટલુ દોડી લેવુ.
મિથુન :
દાંપત્ય જીવનમાં સ્થિરતા. વિયોગના સંયોગ. સંબંધોમાં મધુરતાની સંભાવના. વાત કે ઉદર રોગની સંભાવના આથી નિયમીત બોડી ચેકઅપ કરાવતા રહેવું. ગુરુના કેન્દ્રાધિદોષ વાળા જાતકો ને છુટાછેડા કે લગ્ન ભંગની સંભાવના. ભંગ થયેલા જાતકો માટે પૂન: સંબંધ માટે યોગ્ય સમય. વિત-સંપતિ સાથે સ્થાવર મિલકતના સંયોગો બને છે, આ સિવાય મિશ્ર ફળ રહેશે
કર્ક :
કિર્તી, માન-સન્માન, ધન સંચય, ધન પ્રાપ્તિ જેવા અનેકોનેક સંયોગો. ભાગ્યોદય જેવો સમય ગાળો, આવક-મિલક્તમાં અકલ્પનિય વધારો, તથા આકસ્મિક ધન-લાભ. મિત્રો કે સ્ત્રી વર્ગથી ઉન્નતિ કે લાભ. ભાગ્ય ઉન્નતિ, આરોગ્ય નિરામય રહે. વિદેશ પ્રવાસની સંભાવના. કાયમી વિદેશ વસવાટ માટે ઉતમ સમય. ઉદ્યોગ, વ્યાપાર, સર્વિસ બિઝ્નેશ, વ્યવસાય માટે ઉતમ સમય.
સિંહ :
સંતાન તથા માતૃ સુખમાં વધારો, સાથે ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ થવાની સંભાવના. જરુરી ચેકઅપ કરાવી લેવું. યુવાવર્ગમાં પ્રેમ ભંગ જેવી રૂપાળી ઘટનાના સંયોગો. આ ભ્રમણ દરમ્યાન સેલ્ફ ડેવલપમેંટ ઉતમ રહેશે. દુષિત યોગ વાળા જાતકો એ તો ખાસ કાળજી રાખવી, ચડાવ ઉતાર વાળો સમય હોતાં, યથામતિ સારાસારનો અભ્યાસ કરવો.
કન્યા :
કેન્દ્રાધિ-રાજયોગ તથા કેન્દ્રાધિદોષ વાળા જાતકોએ સંભાળવા જેવો સમય ગાળો, પરામર્શ લઈને કામકાજ કરવાં. ઉતાવળ ન કરવી. સરકારી નોકરીમાં બઢતી તથા બરતરફીના સંયોગો પણ છે માટે સંભાળવું. વ્યાપાર-વણિજ ઉદ્યોગના જાતકો માટે આ ગુરુ ભ્રમણ ઉતમ નીવડશે. માનસિક સ્તરે આધ્યાત્મિક એવમ માનસિક શક્તિઓનો વિકાસ કરાવશે આ ભ્રમણ.
તુલા :
ભાઈઓ-બહેનો, સાળા-સાળીઓ વચ્ચે સંબંધો સુધરશે, સાથે, સાથ સહકાર મળવાનાં સંયોગો. આર્થિક ઘસારામાં બ્રેક લાગશે. આવકના નવા સ્ત્રોતો મળશે. ઉદ્યોગ-વ્યાપારમાં પરિશ્રમ વધારે કરવો પડે તેવી સંભાવના. આર્ટ પ્રોફેશન માટે લાભદાયી ભ્રમણ. શૈક્ષણિક સંસ્થાના જાતકો, સેલેબલ વ્યક્તિ તથા સ્વકેંદ્રીય, અહંકારી વ્યક્તિએ ખાસ સાચવવું.
વૃશ્ચિક :
ઊતરતી પન્નોતિના લાભ સાથે આ ગુરુ ભ્રમણ પણ અનેક પ્રકારે લાભાન્વિત નીવડશે. નવાં નવા અવસરો મળવાની સંયોગો. સ્થિરતાની હળવી શરુઆત. માનસિક બોજો હળવો થશે. છતાં, ઉતાવળે કોઈ કામ ન કરવું. પૂર્વ આગ્નેય-દક્ષિણ દિશાના વાસ્તુ દોષથી સાચવવુ, દ્વિતિય સ્થાનેથી ગુરુ-ભ્રમણ ફળદાયી નીવડે છે તેમ અહંકારમાં પણ વધારો કરે છે, આથી, સ્વકેંદ્રીય, અહંકારી વ્યક્તિએ ખાસ સાચવવું, વક્રી કે માર્ગી સમયે ખાસ સાચવવું.
ધન :
આ ભ્રમણથી છ મહિના સુધી પન્નોતિમાં મોટી રાહત. ધન હાની હળવી થશે. છતાં જાતકોએ યથામતિ આર્થિક વહીવટ વ્યવહાર કરવો. તેમ વ્યાપાર વણિજ ફાઈનાંસ ક્ષેત્રે સંકળાયેલ જાતકો માટે સારો સમય ગાળો. ધધા વ્યવસાયમાં જુન મહિના સુધી તો દોડી જ લેવું. જન્મના રાહુ પરથી આ ભ્રમણનું મધ્યમ રહેશે. ટૂંકા માર્ગ વાળા માટે આ સમય ગાળો લાંબો સાબીત થશે.
મકર :
આ ભ્રમણથી ચાલતી પન્નોતિનો પ્રભાવ વધવા પામે. ભાગીદારો સાથે મનદુ:ખ થવા સંભવ, બોલીને બગડે તેવા ઘાટ સર્જાવાની સંભાવના. લગ્ન જીવનમાં સંભાળવુ.
અન્યેતર સંબંધથી તો સાવ દુર રહેવુ. વાત તથા પિતની મિશ્ર તાસિર વાળા જાતકોએ વિશેષ કાળજી લેવી. ઉદ્યોગ વ્યાપાર માટે સરેરાશ સમય.
કુંભ :
અનેક પ્રકારે લાભ તેમજ ધન લાભ, અણધાર્યુ વિદેશ જવાનું થાય. લાઈફ-પાર્ટનરથી સુમેળ સધાય. કુંભ રાશિને આ ભ્રમણ સારુ ફળ આપે છે.
તો આ ભ્રમણનો લાભ લઈ લેવો. ધન સંચય માટે ઉતમ સમય. ધાર્મિકતા તથા આધ્યાત્મિકતા તરફ નવી દિશા સાંપડે, આ રાશિના ફાવલાઓ, સંત-મહંતો, આચાર્યો તથા રાજકારણીઓ, શિક્ષકો એ ખાસ સાચવવુ .
મીન :
ઉદ્યોગપતિ તથા વ્યાપારી વર્ગના જાતક માટે કર્મ સ્થાન પ્રબળ બનતા આર્થિક સ્ત્રોતોમાં વધારો થવાની સંભાવના. નાના રોકાણકાર-વ્યાપારી માટે ઉતમ.
પારિવારીક સુખમાં વધારો, પારિવારીક સંબંધોમાં મધુરતા અને સંવાદીતા વધે. સગા દ્વારા સાથ સહકાર. ઓવરઓલ મીન રાશિ માટે આ ભ્રમણ ઉતમોતમ રહેશે. ગૃહસ્થજીવન માટે શ્રેષ્ઠ.