“દમણની જેલો જોઈને જયદેવને આઝાદી પહેલાના હિન્દુસ્તાનીઓ કે જેમને પોતાની સ્વતંત્રતા, સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે અનુરાગ ધરાવતા લોકો ઉપર થયેલા અત્યાચારો યાદ આવ્યા
દિવ અને દમણ
ફોજદાર જયદેવ પોતાનો કાફલો તળાજાથી લઈ વડોદરા સુરત થઈ દક્ષિણ ગુજરાતમાં વલસાડ આવ્યો રસ્તામાં કિલ્લા પારડી પોલીસ સ્ટેશન આવ્યુ અહિના ફોજદાર કેશવ પટેલ જયદેવના બેચમેટ હતા. જે પણ સૌરાષ્ટ્રના જ વતની હતા. આથી જયદેવ તેને મળવા પોલીસ સ્ટેશનમાં ગયો. બંને જણા અગાઉ અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સાથે ફરજ બજાવતા હતા. તેથી બંને ને અરસપરસ માનસીક અને કાર્યપધ્ધતીના કારણે સારો પરીચય હતો.
બંનેએ ચા-પાણી પીને વાતો કરતા કરતા દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારની ભૌગોલીક અને સામાજીક પરિસ્થિતીની ચર્ચા કરી. આથી પટેલે જયદેવને પુછયુ કે આ વિસ્તાર જોઈને તો તમને પેલી વાર્તા જેવુ કે હોલો લીલી નાઘેર હરીયાળી વનરાઈઓમાં આવી ચડયો તેવુ લાગતુ હશે ને? જયદેવે કહ્યુ હા અહિ વિશે અગાઉ ઘણી વાતો તો સાંભળેલી પણ પ્રત્યક્ષ આ જોયુ પહેલી વખત પટેલે કહ્યુ બાપુ અહિં નિમણુક માટે કોઈ કાર્યદક્ષતા, લાયકાત કે હોંશીયારીની જરૂરત નથી પણ તમે વાસ્તવીક રીતે કેટલો મોટો વ્યવહાર કરી શકો છો, અવા રાજકિય પીઠબળ કેટલું છે. તેના ઉપર જ અહિંની નિમણુંકનો આધાર છે. પરંતુ અહિ આ જાહોજલાલીમાં નિમણુંક મળ્યા બાદ અહીં ટકી રહેવું એ બહુ મોટી વાત છે. અહિં નિમણુંક મળ્યા પછી સુવાની પથારી કાંટાળી શુળ વાળી બની જાય છે. રાત્રે નિંદર પણ સુખેથી આવે નહિ કે કયારે કોણ અહિંથી “ખો ઓપી દેશે તે નક્કિ નહીં. તમારે સનિક અધિકારીઓ, રાજકારણીઓી લઈ ઉચ્ચ સ્તર સુધીની ભલમનસાઈ કરતી રહેવાની ભલુ મનાવતુ રહેવાનું સતત તમામના સંપર્કમાં રહેવાનું કોઈ રાજકીય(સ્થાનીક) નેતાના કુંટુબમાં કોઈને સામાન્ય ટચકીયુ થયુ હોય તો ખાતાના સાત કામ પણ પડતા મુકીને તેમની ખબર કાઢવાનીએ તો ઠીક અહિં અમુક ચીટકી રહેલા અધિકારીઓ તો સેવા ચાકરી પણ કરતા હોય છે. ઘેર ભલે મા-બાપની ખબર પણ કાઢતા ન હોય પણ અહિં તો સ્વાર્થ છે ને? તમારી જેવા તો અહિં અઠવાડીયું પણ ન ચાલે ! આથી જયદેવે હંસીને કહ્યુ કે તમે જે બે લાયકાત અહિં નિમણુંક માટે જણાવી તેની જ પેલી કહેવત મુજબ ખાટલે મોટી ખોટ કે પાયા જ નથી તે લાયકાતો ની જ ખોટ છે. તે આપણી પાસે કયાં છે ? તેથી હવે તે વિશે વિચારવા નું જ શું હોય ? ફોજદાર પટેલે વાત ્રઆગળ ચલાવતા કહ્યુ કે તમારે અહિં ચીંટકી રહેવા માટે સારા ગુન્હાના ડીટેકશન કે સારો કાયદો અને વ્યવસ્થાની લાયકાત પણ જરૂરી નથી. પરંતુ અગાઉ જણાવ્યા પ્રમાણેની લાયકાત જરૂરી છે. છતા જો ચાર-પાંચ દિવસની લાંબી રજા ઉપર ગયા તો તમે પણ ગયા જ સમજો બીજો લાઈન કરીને બેઠો જ હોય તે તુરંત તમારી જગ્યાએ ગોઠવાય જાય. આથી આશ્ર્ચર્યપુર્વક જયદેવે કહ્યુ તો તો આ ગુલામી જ કહેવાય ને ? ફોજદાર પટેલે કહ્યુ “કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવુ જ પડતુ હોય છે. અહિં ફરજ બજાવતા અધિકારીઓ વતન સૌરાષ્ટ્રમાં રોલો કેવો પાડતા હોય છે ? પણ પડદા પાછળની વાસ્તવીકતા આ છે. હું પણ અહિં કેટલો સમય રહુ તે નકકી નથી આ તો ગાજરની પીપુડી છે વાગે ત્યાં સુધી વગાડવાની અને ન વાગે તો ખાઈ જવાની તેમ વાત છે. પટેલે આગળ કહ્યુ તમે અહિં વર્ષોથી ચીટકી રહેલા મુળ સૌરાષ્ટ્ર બાજુના અધિકારી મિત્રો કે બેચ મેટને મળશો અને આ વાતની ચર્ચા કરશો તો તેઓ સમૃધ્ધિ કે જાહો જલાલીની કોઈ વાત નહિ કરે ઉલ્ટાની તમારી પાસે કાગારોળ જેવી વાતો કરશે કે અહિં તો ગુન્હા ખુબ બને છે. રાજકીય ચંચુપાત ખુબ અને તમે ધારો છો તેવુ કાંઈ નથી એવરેજ બધુ સરખુ થઈ રહે વિગેરે વિગેરે વાતો બનાવે “જયદેવે નવાઈથી પુછયુ એમ કેમ ? આથી પટેલે કહ્યુ તમે આ રૂબરૂમાં જોયુ પછી જો તે પણ સાચી વાત કરે તો તમે પણ અહિં નિમણુંક માટે લાઈનમાં આવી જાવને ? આથી વળી હરીફાય તીવ્ર થઈ જાયને ? જો તેઓ ખરેખર સાચા હોય તો તેઓ વર્ષેાથી અહિં જ કેમ શા માટે ચીટકી રહ્યા છે આવે ને સૌરાષ્ટ્રમાં જગ્યાઓ ખાલી જ છે અહિ તો આ હરીફાય છે ત્યાં તો દરવાજા ખુલ્લા જ છે અને માદરે વતન ની સેવા પણ વધારામાં ! જયદેવ કિલ્લા પાર્ડી ખાતે એક ટાઈમ રોકાઈને આગળ ચાલ્યો.
દમણ જતા રસ્તામાં ઉદવાડા ગામે એસ.ટી.ડી. પીસીઓ જેનો નંબર આ ગુન્હાની લાશના કપડામાંથી કાગળોમાંથી મળેલો ત્યાં જઈ પીસીઓ વાળાને લાશના ફોટોગ્રાફ બતાવતા તે બંને લાશને ઓળખી ગયો તે લાશો બાજુના જ પટેલ ફળીયાના ભાડાની જીપના માલીક અને ડ્રાયવરના હતા. જેઓ છેલ્લો કેટલાક દિવસથી તેમની જીપ ભાડે કરીને લઈ ગયા પછી ગુમ હોવાનું જણાવતા આ બંને ના પરીવારજનોનો સંપર્ક કરી લાશના ફોટોગ્રાફ બતાવતા તેમણે લાશો વાળી વ્યકિતઓને ઓળખી બતાવીને જણાવ્યુ કે આ કમાન્ડર જીપ ભાડે લઈ ગયેલા તેમની જોડે ગયેલાનું જણાવ્યુ તેમજ કોણ વ્યકિત ચોકકસ પણે લઈ ગયેલ તેની કોઈ માહિતી નહિ હોવાનું જણાવતા જયદેવે કાયદેસરની કાર્યવાહી કરી નિવેદનો વિગેરે નોંધી તેમના સંપર્કો, મિત્રો, પરીચીતોના નિવેદનો ચારેક દિવસ દમણ ખાતે રોકાઈને લીધા. તેમજ આરોપીઓ, શકદારોની તપાસ આ બંનેના ફોટોગ્રાફસ હોટલવાળા, ટ્રાવેલ એજન્ટો, ગેરેજવાળા ટેક્ષી સ્ટેન્ડ, ડ્રાયવરો વિગેરેને દર્શાવીને કાંઈક પત્તો મેળવવા તજવીજ કરી. પરંતુ કોઈના તરફથી આ નવી નકકોર કમાન્ડર જીપ કોણ ભાડે લઈ ગયુ તેનો કોઈ પત્તો મળ્યો નહિ.
એ પણ સહજ છે કે આ તપાસમાં દમણ રોકાયા હોય તો સાથે સાથે ત્યાં ફરવાનો પણ લ્હાવો પણ પોલીસ જવાનો લે જ જવાનોને લઈ જયદેવે આ દમણમાં પોર્ટુગીઝો (ફિરંગી)ઓએ બાંધેલી ઈમારતો સ્થાપત્યો જોયા. જયદેવ આ વિદેશીઓની જાહોજલાવી કે સ્થાપત્યોથી એટલો પ્રભાવીત ન થયો પણ આ ફીરંગીઓએ બાંધેલી તે જમાનાની દમણની જેલ જોઈને તેનું હ્રદય દ્રવી ગયુ કે આ એજ કાળકોટડીઓ છે કે જેમાં તે સમયે જે હીન્દુસ્તાનીઓએ પોતાની સ્વતંત્રતા, સંસ્કૃતિ અને પોતાના ધર્મ પ્રત્યે અનુરાગ રાખ્યો હશે તેમની ઉપર અહિ ઘોર અત્યારચાર પણ થયો હશે. જયદેવને થોડા વર્ષોે પહેલા આવેલુ અમીતાભ બચ્ચનનું હિન્દી પીકચર “સજા એ કાલા પાની યાદ આવી ગયુ જેમાં અંગ્રેજ જેલરોએ (આમ તો જલ્લાદ કહેવાય) હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સેનાનીઓ( વિર સાવરકર સાહિતના) ઉપર જે રીતે આંદામાન નિકોબાર ટાપુઓની જેલોમાં ક્રુર અને અમાનવીય અત્યાચારો કરેલા તેની યાદ આવી ગઈ. જયદેવ આ ફિલ્મ ” સજા એ કાલા પાની આ સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપરના અત્યાચારો જોઈને તે પીકચર પુરૂ જોઈ શકેલ નહિ અને અર્ધુ મુકીને થીએટર બહાર જતો રહેલ. હાલના આપણા કેટલા નેતાઓને આ શહાદતની કે અત્યાચારની ખબર હશે ? હશે તો સાચી દેશ દાઝ કેટલાને અને મત માટે નામ વટાવવા વાળા કેટલા તે જનતા સારી રીતે જાણે છે. વિશ્ર્વનો ઈતિહાસ કહે છે કે જે દેશની જનતામાં આઝાદી કે સ્વાતંત્ર્યતા અને લોકશાહીની કિંમત ન હોય તેમજ જે જનતાને દેશ દાઝ કે દેશ પ્રત્યે વફાદારી ન હોય તે દેશ અને તે જનતાનું ભાવી ધુંધળુ અને ભવિષ્યે તેમના લલાટે ગુલામી (જે કોઈ પણ પ્રકારની ) લખાયેલી હોય છે.
દમણમાં પુષ્કળ પાણી, સારી આબોહવા, સારી જમીન ને કારણે પ્રકૃતિ ખુબ સારી રીતે ખીલી ઉઠેલ છે. લીલી હરીયાળી નાળીયેરીના ઝુંડ અને નયન રમ્ય દરીયાકાંઠો દમણની આગવી ઓખળ છે. જો કે ગુજરાત રાજય જેવા ડ્રાય ઝોન માટે દમણ અને દિવનું મહાત્મ આ પ્રાકૃતિક સૌંદર્યતા કરતા વધારે બીજુ છે તે સર્વવીદિત છે. દમણ અને દિવ કેન્દ્રશાસીત પ્રદેશ હોઈ અહિં નશાબંધી કાયદો અમલમાં નથી. જેથી શોખીનો અને સંપન્ન લોકો આ છુટનો લાભ લેવા ખાસ આવતા હોય છે જો કે સાથે સાથે પ્રાકૃતિક સોંદર્યની પણ મોજ માણતા હશે પણ તેવાની ટકાવારી કેટલી ? વળી થોડુ પ્રવાહી લીધા પછી તો અર્ધતંદ્રાવસ્થામાં આવો કોઈ વિવેક રહેવો કુદરતી રીતે જ શકય નથી.
જયદેવ માટે હવે ખુનનો આ ગુન્હો ડીટેકટ કરવોએ ખુબ વિકટ અને અધરો સવાલ પેલા યક્ષપ્રશ્ર્ન જેવો થઈ ગયો હતો કેમ કે હવે દમણ ખાતે વધારે રોકાઈ શકાય તેમ ન હતુ અને આ ગુન્હા અને આરોપીઓ વિશે જો કોઈ કડી મળે તો ફકત આ વિસ્તારમાંથી જ મળે તેમ હતી કેમ કે બંને મૃતકો અને સંભવીત આરોપીઓ અહિંના જ હતા તેવુ સંજોગો ઉપરથી ફલીત થતુ હતુ. તે સમયે મોબાઈલ ફોનની કોઈ સુવિધા ન હતી કે તેમના ફોન ઉપરથી મરનારના છેલ્લા સંપર્કો ટાવર લોકેશન વિગેરે વિગત કોલ ડીટેઈલ ઉપરથી જાણી શકાય તે સમયે આવા સંજોગોમાં તપાસ કરવી એ હવામાં તીર મારવા જેવુ દિશાવિહીન કાર્ય રહેતુ. તેમાં પણ હવે આ વિસ્તાર જ પોલીસે છોડીને પાંચસો કીલોમીટર દુર જવાનું હતુ તો માહિતી કેમ અને કેવી રીતે મળશે તે જયદેવ માટે મોટો પ્રશ્ર્ન હતો. પરંતુ મનુષ્યયત્ન ઈશ્ર્વર કૃપાના નિયમ મુજબ જયદેવેના હિંમત કે નાસીપાસ થયા વગર અને આશાવાદી બનીને જુના સંબંધોનો સંજોગો પ્રમાણે ઉપયોગ કરી લેવાનું નકકી કરી તે દમણ નજીકની હાઈવે ઉપરની હોટલો, રેસ્ટોરન્ટો, ધાબાઓની મુલાકાત લેતા લેતા તળાજા તરફ પરત જવાનું નકકી કરી આવ્યો વાપી પાસેના અતુલ ગામે. આ અતુલ પોલીસ સ્ટેશનમાં ફોજદાર તરીકે પણ જયદેવના એક બેચમેટ જ હતા અને ટ્રેનીંગ સમયના જુનાગઢ ખાતે ખાસ મિત્ર હતા. જો કે પોલીસ ખાતાની આવી ઝળપાટ અને જવાબદારીવાળી જીંદગીને કારણે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ફોજદારો માટે ભૌગોલીક રીતે પરદેશ જેવી પરિસ્થિતી હતી. લગભગ કયારેય મળવાનું થતુ નહિ. એવુ કહેવાય છે કે ” સગપણ , સંબંધો અને મિત્રાચારીમાં લાંબો સમય અંતરાલ એટલે કે સંપર્ક અને હળવા મળવાનું પણ ઓછુ થાય તો સગાભાઈઓ વચ્ચે પણ સંબંધો ઘટી જઈને આત્મીયતા પણ રહેતી નથી. આથી આવા સંબંધોમાં પણ જીવંત સંપર્ક જરૂરી છે.
જયદેવ તેના આ જુના ખાસ મિત્ર અને અતુલ પોલીસ સ્ટેશનના ફોજદારને મળ્યો. જો કે વાણી વર્તનથી તો સંબંધોમાં બે દસકાના સમય ગાળાની કોઈ અસર જણાઈ નહિ. તેણે પોતાના ઘેર જયદેવ માટે રસોઈ બનાવવાનું કહી દીધુ જયદેવે કહ્યું અરે યાર આ બધી રસમની શું જરૂરત છે ? આપણે હળીએ મળીએ આનંદ કરીએ મને આ મારી તપાસમાં થોડો રસ લઈને સહકાર આપો એટલે ભયો ભયો. આટલા વર્ષોની આ નોકરીને કારણે હવે હોટેલ લોજનું જમવાની આદાત નહિ બંધાણ જેવુ થઈ ગયુ છે તેથી ઘરને બદલે બારોબાર રાખીએ. પરંતુ અતુલ ફોજદારે કહ્યુ તમારી વાત સાવ સાચી છે. આમેય હુ સામાન્ય રીતે કોઈને ઘેર જમવા લઈ જતો જનથી પણ તમે તો તમે છો ને યાર ? જયદેવે સંકોચ થતો હોવા છતા તેના આગ્રહને કારણે તેની સાથે સહમત યો. તળાજાના ડબલ બર્ડર કેસની તપાસ અંગે બન્નેએ ચર્ચા કરી તપાસ માટે જરૂરી યાદી, કમાન્ડર જીપના નંબર મૃતકોના ફોટા સાથે અતુલ પોલીસ સ્ટેશનમાં આપી હાઈવે હોટલો રેસ્ટોરેટો ઉપર તમામ લોકોને બતાવી તપાસમાં રહેવા જણાવ્યુ.
બીજે દિવસે જયદેવ અતુલથી કિલ્લા પારડી આવ્યો ફરી ફોજદાર કેશવ પટેલને મળ્યો આ ડબલખુન કેસમાં થયેલ પ્રગતિની ચર્ચા કરી. જયદેવે હાઈવે હોટલો રેસ્ટોરન્ટો ઉપરથી કોઈ હકીકત આરોપીઓ અંગે મળે તેવી પણ ચર્ચા કરતા મરનાર બંને ના ફોટા અને લેખીત તપાસમાં રહેવા યાદી આપી. કેશવ પટેલે કહ્યુ અહિં હાઈવે ઉપર એક જય આશાપુરા હોટલ છે તે મારા જુના પરીચીત ધ્રાફાના દરબારની છે. છે તો પાકકા કાઠીયાવાડીઆ ગુન્હાથી તેમને વાકેફ કરવામાં આવે તો અન્ટા ગન્ટા કરીને ગમે તેમ કરી આરોપીઓનો મળે પાડી દે તેવી શકયતા છે. જયદેવ અમદાવાદ મુંબઈ હાઈવે ઉપની આશાપુરા હોટલ ઉપર આવ્યો. હોટલ માલીક ધ્રાફાના દરબાર સાથે ગુન્હાની વિગતે ચર્ચા કરી તળાજાના ટેલીફોન નંબર આપ્યા અને આરોપી બાબતે કાંઈક મેળ પડે અને તાત્કાલીક બાબત હોય તો કિલ્લા પારડી ફોજદાર પટેલને વાત કરવા જણાવી જયદેવ તળાજા પાછો આવ્યો.
આ દરમ્યાન ભાવનગર પોલીસવડાએ એમ.ઓ.બી. દ્વારા લુંટ ઘાડના ગુન્હાઓમાં અગાઉ પકડાયેલ આરોપીઓનું લીસ્ટ તૈયાર કરેલ તેના ઉપરથી જયદેવે જ એકાદ વર્ષ પહેલા ભાવનગર ખાતે પકડેલા મધ્યપ્રદેશની ચંબલ ઘાટીના ડાકુ જુજારસિંહને તપાસવા માટે મુરેના અને ભીંડ ખાતે જવા જણાવ્યુ આથી જયદેવે પોલીસવડાને કહ્યુ કે આ ગુન્હો એમ.પી.ના ડાકુ કરે તેવો નથી કોઈ જાણકાર અને ધંધાદારી ગુનેગારો જણાય છે છતા પોલીસ વડાના આદેશને માન આપી જયદેવે મુરૈના ભીંડ ખાતે મધ્યપ્રદેશમાં તપાસમાં ગયેલો જુઓ પ્રકરણ ચંબલનો ડાકુ.
પાપ પીપળે ચડીને પોકારે છે તે ન્યાયે બે એક મહિના પછી આ કમાન્ડર જીપની લુંટ કરી બે ખુન કરનારા આરોપીઓ વચ્ચે જીપ વેચાણના આવેલ પૈસાની ભાગ-બટાઈ વહેચણીના મામલે વાંધો પડયો અને થયો ઝઘડો. આ ખુન કરનાર ગુન્હેગારો પાંચ હતા અને તમામ પાંચેય જુદા-જુદા પ્રાંતના જુદી-જુદી જ્ઞાતિના અને તેમના માતા-પિતા પણ અલગ અલગ કાર્યક્ષેત્રના હતા. પરંતુ પાંચેય ગુનેગારો યુવાન પણ વંઠેલ અને ઉઠીયાણ હતા.આ પૈકી એક યુવાન તો બડે બાપકી બીગડી હુઈ ઓલાદ હતો. તે તમામનો લીડર દમણની એક પ્રતિષ્ઠિત હાઈસ્કુલના પ્રિન્સીપાલનો પુત્ર હતો. તેમાં એક હોટલનો વેઈટર અન્નો મદ્રાસી પણ હતો. પાંચ પૈકી ચાર જણાને તો ભાગ-બટાઈમાં કોઈ વાંધો ન હતો પરંતુ બીચારો અન્નો મદ્રાસી હોટલનો વેઈટર લાવારીસ તેને વળી વધારે શું આપવાનું તેમ માની ને થોડા જ રૂપીયા વાપરવા આપતા આ અન્નાએ વિરોધ કરતા આ પ્રિન્સીપાલ પુત્રની ટોળકીએ અન્નાને બરાબર મારપીટ કરી દમણથી જ ભગાડી દીધેલો. જયદેવના નસીબમાં જશ લખાયેલો હશે તેથી જોગાનું જોગ આ અન્નો કિલ્લા પારડીની આશાપુરા હોટલ ઉપર જ આવ્યો કામે રાખવાની વિનંતી કરતા હોટલ માલીકે અન્ના ને નોકરીએ રાખી લીધો. પરંતુ અન્નાના પેટમાં તેને ભાગ બંટાઈમાં થયેલ અન્યાયની વાત છુપી રહી નહિ અને અન્ય સાથી હોટલના વેઈટરોને દમણની જીપ કમાન્ડરની લુંટ અને બે જણાના ખુન સુધીની વાત કરીદીધી. જોગાનુ જોગ જયદેવે આ જ વેઈટરોને કમાન્ડર જીપની લુંટ બે જણાના ખુનની વાતો કરી ફોટો પણ બતાવેલા. આથી આ વેઈટરોએ આ વાત હોટલના માલીક ધ્રાફાના દરબારને કરી અને મામલો પહોંચ્યો કિલ્લા પારડી પોલીસ સ્ટેશને.
ફોજદાર કેશવ પટેલે સૌ પ્રથમ આરોપી અન્ના ને જ સલામત કસ્ટડીમાં લઈ તળાજા જયદેવને તથા ભાવનગર પોલીસવડાને ટેલીફોન કરી જાણ કરી દીધી. જયદેવે એક કેદી પાર્ટી તાત્કાલીક ત્યાં મોકલી દીધી અને અન્નાને તળાજા મંગાવી વિગતે પુછપરછ કરી સાચો જ આરોપી હોવાની ખાત્રી કરી તેની ધરપકડ કરી સાત દિવસની રિમાન્ડ લઈને તે ફરીથી દમણ આવ્યો તમામ આરોપીઓ લીડર અને ટપોરીઓ સહિતનાઓને પકડી પાડી તળાજા આવ્યો. તમામની ધરપકડ કરી તમામે સાચી હકીકત જણાવી દીધી કે નવી નકકોર કમાન્ડર જીપ લુંટવાના ઈરાદે જ કાવત્રુ કરી, જીપ ભાડે કરી દીવ આવવા નીકળેલા. રસ્તામાં યુકિત પુર્વક ડ્રાયવર તથા જીપ માલીકને ગળે વાયરનો ગળેટુપો દઈ ગુજરાવી દીધાનું જણાવ્યુ તથા જીપ દીવ ખાતે એક પ્રસિધ્ધ હોટલના માલીક કમ દીવના ડોકટરના પુત્ર નબીરાને વેચેલ હોવાનું જણાવતા જયદેવ આરોપીઓને લઈ દીવ આવ્યો.
દીવમાં પણ આ નબીરા આરોપીએ બે ત્રણ દિવસ સંતાકુકડીની રમત રમી પણ આખરે મુદામાલની કમાન્ડર જીપ સાથે શરણે આવ્યો. જીપના રજીસ્ટ્રેશન નંબર તો બદલી નાખ્યા હતા. પરંતુ જીપના એન્જીન અને ચેસીસ નંબર તો બદલી શકે નહિ તેથી તે સજજડ પુરાવો મળી આવ્યો આ છઠ્ઠા આરોપીને પણ મદદગારી કાવત્રામાં પકડયો.
દિવમાં પણ ગોવા અને દમણની માફક કેન્દ્ર શાસિત પ્રદેશ હોય દારૂબંધીનો કોઈ પ્રશ્ર્ન હતો નહિ. તેવા જ યુરોપીન પધ્ધતિના બાંધકામો, સરકારી ઈમારતો, ચર્ચ અને લશ્કરી પોઈન્ટ, ગઢ અને કિલ્લાના કોઠાઓ અને તે જ ટોર્ચર ચેમ્બર જેવી જેલોના મકાનો અને મોજ મજા માટેનો નાગવા બીચનો દરીયાકાંઠો, દારૂની દાણચોરી માટે વણાંક બારા બંદર જે કોડીનારના વેલણ બંદરની સામે જ અર્ધાએક કિલોમીટર દરીયા પાર આવેલ છે. આ બધી જગ્યાઓ તપાસની સાથે સાથે જોઈ હર્યાફર્યા તેથી તપાસની રઝળપાટનો કોઈ થાક લાગ્યો નહિ.
આમ આ ડબ્બ ખુન કેસ પણ ડીટેકટ થતા નવા પોલીસ વડાને જયદેવના નામનો આમ તો ગર્વ હતો જ પણ હવે તો તેઓ બીજા અધિકારીઓને તેના નામનું ઉદાહરણ આપીને કહેતા કે મહેનત, ખંત અને લગન થી કશુ અસંભવ નથી.