બાલ નેતાઓને જોઈ પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા મંત્રીઓ પણ રાજી થયા

આજની યુવા પેઢી એ આવતીકાલનું ભવિષ્ય છે. તેઓ સામાજિક, રાજકીય  તથા  રાજનીતિના પ્રવાહો તથા બંધારણ વિશેની સમજ કેળવી શકે અને આગામી સમયમાં ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકે તેવા આશયથી ગુજરાત વિધાનસભામાં આજે મોક એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર વિધાનસભા ખાતે 182  વિદ્યાર્થીઓ દ્વારા  મોક એસેમ્બલીની સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભામાં આજે જોવા મળ્યુ ગુજરાતનું ભાવિ.  જી,હા ગુજરાત સરકાર 3 કલાક માટે 182 વિદ્યાર્થીઓના હાથમાં હતી તે કહેવુ ખોટુ નહી. કારણ કે જે રીતે મંત્રી, ધારસભ્યો વિધાનસભામાં બેસે તેવી જ રીતે આ વિદ્યાર્થીઓ પણ વેલડ્રેસ અને પુરતા જ્ઞાન સાથે વિધાનસભામાં બેઠા.  ગુજરાતની સાંપ્રત સમસ્યાઓ તથા સરકારની કામગીરી જેવી કે  , સ્ટેચ્યુ ઑફ યુનિટી, ધનવંતરિ રથ તથા કોરોના અંગે સવાલ જવાબ કરતા જોવા મળ્યા.

સાંપ્રત સમસ્યાઓ તથા સરકારની કામગીરી જેવી કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, ધનવંતરિ રથ તથા કોરોના અંગે સવાલ જવાબ કરતા જોવા મળ્યા
Untitled 1 422

ગુજરાત વિધાનસભા ખાતે આજે ‘ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો’ તથા ‘ધી સ્કુલ પોસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને ‘યુવા મોડેલ એસેમ્બલી’ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનુ ઉદ્ધાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું હતું

આ  પ્રસંગે સંસદીય મંત્રી રાજેન્દ્રભાઇ  ત્રિવેદી, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભા શાસક પક્ષના દંડક, પંકજભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભા વિપક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર સહિત મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્ય અને યુવા મોડલ એસેમ્બલી માં ભાગ લેનારા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી, ધારસભ્યો વિધાનસભામાં બેસે તેવી જ રીતે આ વિદ્યાર્થીઓ પણ વેલડ્રેસ અને પુરતા જ્ઞાન સાથે વિધાનસભામાં બેઠા:  ગુજરાતની

મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ખુશખુશાલ જણાયા

ગુજરાતની વિધાનસભામાં એવુ પહેલી વાર જોવા મળ્યુ કે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારસભ્યો, સ્પીકર પ્રેક્ષક ગેલરીમાં જોવા મળ્યા. આવુ દ્રશ્ય આજે પ્રથમવાર જોવા મળ્યુ. વિધાનસભામાં જે ગંભીર ચહેરા જોવા મળતા હતા તે તમામ આજે પ્રેક્ષક ગેલેરીમાં ખુશખુશાલ જોવા મળ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, નીમાબેન આચાર્ય, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ દિગ્ગજો વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા ચલાવતા જોઇને આનંદિત થયા. તેઓ દરેકના સવાલ તથા જવાબ આપવાની રીત વગેરે જોઇને ખુશ જણાયા હતા.

ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓએ ચલાવી વિધાનસભા

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય દ્વારા મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.નીમાબેન આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને વિધાનસભામાં એક દિવસના ધારાસભ્ય અને મંત્રી બનાવવાનું આયોજન કરાયું  હતું. જેથી તેમને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે.  વધુમાં જણાવ્યું હતું કે, આ માટે 3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આજે વિદ્યાર્થીઓની વિધાનસભામાં ધોરણ 12 અને કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ  કરતા વિદ્યાર્થીઓ હતા.

મોક વિધાનસભા સત્રમાં મંત્રી બન્યો ન્યુ એરા સ્કુલનો તેજસ્વી તારલો રાજન મારૂ

Untitled 1 421

ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મોક વિધાનસભાનું એક સત્ર મળશે જેમાં વિધાનસભાની કામગીરી બજેટ લોકશાહી અંગેની સમજ કેળવવામાં આવશે ગૌરવપૂર્ણ વાત એ છે કે રાજકોટના 39 વિદ્યાર્થીઓમાંથી સોજીત્રા નગર મેઇન રોડ પર આવેલી ન્યુએરા સ્કૂલના વિદ્યાર્થી મારું રાજન હિતેશભાઈ કે જેને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીની જવાબદારી આપવામાં આવેલી છે આ અંગે શાળાના ટ્રસ્ટીઓ   ડી પી પટેલ, અજયભાઈ પટેલ નિકુંજભાઈ પટેલ શાળાના પ્રિન્સિપાલ   રૂપલબેન દવે, ધારીણીબેન આચાર્ય તથા શાળાનો તમામ સ્ટાફ ગૌરવની લાગણી અનુભવે છે તથા રાજનને હાર્દિક અભિનંદન પાઠવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.