ગ્રાહકોને સંતોષ સાથે સફળતાનું રિઝલ્ટ આપનાર ‘રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.’નો ૧૯માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે મેહુલભાઈ દામાણી અને જીતુભાઈ કોઠારી સાથે વિશેષ મુલાકાત
આવતા વર્ષોમાં તમામ મીડિયાને સોશ્યલ મીડિયા થકી વ્યાપ મળશે તેવું રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.ના મેહુલભાઈ દામાણી અને જીતુભાઈ કોઠારીએ ‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું. રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી પરિણામ લક્ષી કામગીરી દ્વારા ગ્રાહકોને સંતોષજનક સિધ્ધિ અપાવનાર અને ન્યુઝ પેપર એડ, ટીવી એડ, એર એડ., ઓર્ડીંગ્સ પ્રેસ કોન્ફરન્સ અને ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા કલાઈંટસનો સર્વાંગી વિકાસ કરી તેમની અનરાધાર ચાહના મેળવનાર રિઝલ્ટ એડ. ૧૯માં વર્ષમાં પ્રવેશ કરી રહી હોય બન્ને આગેવાનો ‘અબતક’ની મુલાકાતે આવી પહોંચ્યા હતા.
તેમણે રિઝલ્ટ એડ.ના પ્રારંભ મામલે કહ્યું હતું કે, શ‚આતમાં ગ્રાહકોને એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે લઈ આવવા હાલના પ્રમાણમાં મુશ્કેલ હતા. અત્યારના સમયમાં આ ક્ષેત્રનો વ્યાપ વિસ્તૃત હોવાના કારણે ખૂબજ ધ્યાન આપવું પડે છે. હવે સ્પર્ધાને ધ્યાને રાખવી પડે છે. રિઝલ્ટ એડ.ની સ્થાપના ૨૦૦૭માં કરી ત્યારબાદ હવે વટવૃક્ષ બની ગયું છે. માર્કેટીંગનો અનુભવ ત્યારે નહોતો પરંતુ જીતુભાઈનો સહકાર ખુબજ મળ્યો હતો. તે સમયે પબ્લીકેશનના સાધનો લીમીટેડ હતા. જો કે હવે માર્કેટીંગ વિસ્તૃત થઈ ગયું છે. કોઈપણ ધંધાના વિકાસમાં મીડિયા અગત્યનું પરિબળ બની ગયું છે.
પ્રગતિશીલ રાજકોટમાં આજથી ૧૮ વર્ષ પહેલા એટલે કે ૨૫-૧૦-૧૯૯૯નાં રોજ, હૈયામાં હામ અને આંખોમાં સ્વપ્ન સાથે માર્કેટીંગ કિંગ જીતુભાઈ કોઠારી અને મેનેજમેન્ટ ગુરુ મેહુલભાઈ દામાણી નામના બે મિત્રોએ ગ્રાહકોની વિકાસની સાથો સાથ પોતાના પણ વિકાસ થાય તેવા ઉમદા ધ્યેય સાથે નાના પાયે રિઝલ્ટ એડ. નામની પેઢીની સ્થાપના કરેલ. ૨૦૦૧માં રાજકોટના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરાનું માર્ગદર્શન સાંપડયું અને રિઝલ્ટ એડ. પ્રા.લી.નો બીજમાંથી વટવૃક્ષ બનવાનો પ્રારંભ થયો. આજે રિઝલ્ટ એડ. પ્રા.લી.પ્રમોશન અને જાહેર ખબરના ક્ષેત્રે એક અગ્રીમ કક્ષાનું અને સૌથી ચહિતું નામ બની ગયું છે.માત્ર ૧૦ કલાયન્ટસના પરચુરણ કામ સાથે શરૂ કરાયેલી પેઢી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સ્વરૂપે વિકાસ પામી આજે ૩૦૦થી વધુ કલાન્ટસને ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. કલાઈન્ટને પરીણામદર્શક જાહેરાત દ્વારા તેઓના વ્યવસાયને ટારગેટેડ પહોંચવામાં રીઝલ્ટ એડ. પ્રા.લી. સતત મદદરૂપ બનતી આવી છે. વધુમાં ગ્રાહકોને નવતર ડીઝાઈનીંગ,ક્રિએટીવ આઈડીયાઝ, યથાર્થ એડ. પોઝીશનીંગ, ઉત્કૃષ્ટ તેમજ ઉત્સાહી અને કાર્યદક્ષ સ્ટાફ થકી છેલ્લા ૧૮ વર્ષમાં અપાર સંતોષ મળેલ.
માર્કેટિંગનું બેકગ્રાઉન્ડ ધરાવતા જીતુભાઈ અને મેહુલભાઈએ આ આગવી કુશળતા હાંસલ કરી છે અને એમની પેઢીનું નામ સાર્થક કર્યું છે. રિઝલ્ટ એટલે પરિણામ. લોકો જાહેરખબર પર ખર્ચ કરે તો તેમને પરિણામ જોઈએ અને શ્રેષ્ઠ પરિણામ કે રિસપોન્સ અપાવવામાં રિઝલ્ટ એડની માસ્ટરી છે કે જે એમને અન્ય જાહેરખબર એજન્સીઓથી અલગ પાડે છે. રાજકોટમાં છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ પ્રેસ કોન્ફરન્સ કરવાનો કે રાજકોટમાં આજ સુધીના સૌથી વિશાળ પ્રોપર્ટીફેરનું આયોજન કરવા જેવી અનોખી સિધ્ધીઓ રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.એ મેળવી છે.
અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનોની જેમ રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. માત્ર એક પેઢી કે કંપની જ નથી બની રહી પરંતુ સામાજીક જવાબદારી નીભાવવાનું ઉદાત કાર્ય પણ બજાવે છે. દેશભક્તિના ગીતો પર ડાન્સ કોમ્પિટિશન અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ‘મા-બાપને ભૂલશો નહીં’ તથા ‘દિકરી વ્હાલનો દરિયો’ જેવા અનોખા કાર્યક્રમનું આયોજન રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.એ કર્યું હતું તો જૈન સોશ્યલ ગ્રુપના માધ્યમે પણ સામાજીક પ્રવૃત્તિઓ માટે રિઝલ્ટ એડના જીતુભાઈ અને મેહુલભાઈ સતત તત્પર રહે છે.
તો સાથો સાથ છેલ્લા બે વર્ષથી નવરાત્રી દરમ્યાન ફકત જૈનો દ્વારા અને ફકત જૈનો માટે જૈનમ દ્વારા આયોજીત રાસોત્સવની ભવ્યાતિ ભવ્ય સફળતામાં પણ રીઝલ્ટ એડ. પ્રા.લી.નાં ડીરેકટર જીતુભાઈ કોઠારી અને મેહુલભાઈ દામાણીનો મહત્વનો ફાળો રહેલ. રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. ૧૧૧-૧૧૨ અમીધારા, કેનાલ રોડ, રાજકોટ ફોન: ૨૨૩૦૦૮૦, ૨૨૪૨૮૭૫ રમેશભાઈ રૂપાપરા-૯૮૨૪૦ ૫૬૫૬૫, જીતુ ૭૬૩૧૬ અને મહુલ ૭૯૬૧૫ ઉપર અનરાધાર અભિનંદન વરસી રહ્યાં છે.