સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનો સુવર્ણજયંતી પ્રારંભોત્સવ ઉજવાયો: સંસ્થાપક ગુલાબભાઈ જાની, ઉષાબેન જાની અને સ્વામી સર્વસ્થાનંદજીએ કર્યું ઉદબોધનસિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનો સુવર્ણજયંતી પ્રારંભોત્સવ ઉજવાયો: સંસ્થાપક ગુલાબભાઈ જાની, ઉષાબેન જાની અને સ્વામી સર્વસ્થાનંદજીએ કર્યું ઉદબોધન
સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ આ વર્ષે તેની સ્થાપનાના ૫૦મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે સંસ્થાના સુવર્ણજયંતી પ્રારંભોત્સવનો કાર્યક્રમ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ પૂજય સ્વામી સર્વસ્થાનંદજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના સંસ્થાપક ગુલાબભાઈ જાનીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે તા.૧૭ જુન, ૧૯૬૮ના દિવસે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તે સમયના અધ્યક્ષ પૂજય સ્વામી આત્મસ્થાનંદજીના આદેશથી આ સંસ્થાનો પ્રારંભ કર્યો હતો. બીજો પણ સુખદ યોગાનુયોગ છે કે પૂજય ગાંધીજી સ્થાપિત સાબરમતી આશ્રમ, અમદાવાદને પણ આજે ૧૦૦ વર્ષ પૂરા થાય છે. અમે શાળા શ‚ કરી ત્યારે કોઈ જ સગવડ ન હતી. કોલેજ છોડી બાલમંદિરનો પ્રારંભ કર્યો. અમે સ્વામીજીને અમારી મુશ્કેલી બતાવી. સ્વામીજીએ માત્ર એક જ વાકય કહ્યું કે ‘ઠાકુર વિલ ટેક કેર ઓફ યુ.’ લોકોનો પ્રેમ, વિદ્યાર્થીઓનો પ્રેમ, પડોશીઓની મદદ અને ઈશ્ર્વરની કૃપાથી આપણી સંસ્થાનો પ્રારંભ થયો છે.
સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સના પ્રકલ્પ દ્વારા પછાત ગામડાઓના ૨૦ હજાર બાળકોને શિક્ષણ, સંસ્કાર અને આરોગ્ય વિષયક સેવાઓ આપીએ છીએ. સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના ઉપક્રમે અનેકવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણમાં ગુણવતા ઉભી કરવા માટે ઈન્સ્ટિટયૂટ ઓફ કવોલિટી એજયુકેશનનો પ્રારંભ કર્યો છે.
સંસ્થાના સંસ્થાપિકા ઉષાબહેન જાનીએ જણાવ્યું કે સંસ્થાએ આ ૫૦ વર્ષ દરમિયાન સામાજિક યાત્રા અને ઘડતર યાત્રા કરી છે. એકધારી રીતે પ્રણાલીકા જાળવીને કામ કર્યું છે. આવા કાર્યો માટે ઈશ્ર્વરે મને બનાવી તે માટે ઈશ્ર્વરનો આભાર માનુ છું. હું હંમેશા માનું છું કે બાળકને ચાહવો એ જ સાચી ભકિત છે. અમારી પાસે ભણી ગયેલા વિદ્યાર્થીઓ પોતાના ઉન્નત જીવન માટે આપણી શાળાપ્રાર્થના, જીવનકળા અને શાળાના ભાવાવરણને શ્રેય આપે છે.
સ્વામી સર્વસ્થાનંદજીએ જણાવ્યું કે આજે મને અત્યંત હર્ષ થાય છે કે આજથી ૫૦ વર્ષ પહેલા સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ઉષાબહેન અને ગુલાબભાઈ જાનીને જે કાર્ય સોંપ્યું તેના સુવર્ણ જયંતી ઉત્સવમાં આવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. સિસ્ટર નિવેદિતાએ પૂર્વ ભારતમાં વિશ્ર્વભરમાં વિખ્યાત એવી શાળા શ‚ કરેલી તેના જ જેવું કાર્ય કરતી પશ્ર્ચિમ ભારતની આ એક બીજી સંસ્થા છે. સંખ્યા કે બાંધકામનો વિચાર ન કરતા મૂલ્યોની જયોતિ ઉજજવળ રાખવા અહીં જે પ્રયત્ન થયો છે તે બીજે કયાંય જોવા નહીં મળે. આ સંસ્થાની ૫૦ વર્ષની યાત્રા મૂલ્યો અને મૂલ્યશિક્ષણની યાત્રા છે.
સંસ્કૃતિનું રક્ષણ સૌથી વધુ જ‚રી છે. શિક્ષકો અને માતાપિતા બાળકોને સંસ્કાર આપવા સક્ષમ નહીં હોય તો દેશ નષ્ટ થશે. જે દેશ પોતાની સંસ્કૃતિને યાદ ન કરે તે દેશનું ભાવિ અંધકારમય હોય છે. મહાન લોકોએ સંસ્કૃતિના જે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કર્યું છે. તેનાથી બાળકોને પરિચિત કરવા જોઈએ. શિક્ષણકાર્ય માતૃભાષામાં જ થવું જોઈએ અને પોતાની સંસ્કૃતિના ભોગે તો કંઈ જ ન થાય તે અંગે જાગૃત રહેવું જોઈએ. આ પ્રસંગે ગુલાબભાઈ જાની લિખિત પરિચય-પુસ્તિકા સિસ્ટર નિવેદિતાનું વિમોચન કરવામાં આવેલ.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રારંભના દિવસે શાળામાં જોડાયેલા વિદ્યાર્થીઓ રાજેશ ભટ્ટી, ‚પા મહેતા, પંકજ પારેખ, ભારતેશ કામદાર, પ્રણંદ કલ્યાણી, સમીર હરિપિયાસ, સીમા જાવીયા તથા પ્રફુલ ગઢીયાને સ્વામીજીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.