કાયદાનો વિરોધ દર્શાવતા બેનરો સો હડતાલ: ફર્નિચર એસોસીએશનમાં ભારે રોષ
જીએસટીની અમલવારીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ફર્નીચર ઉપર ૨૮ ટકા જીએસટી દર લાદતા ફર્નીચરના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જીએસટીના વિરોધમાં ફર્નિચરના વેપારીઓ સતત બીજા દિવસે કાયદાનો વિરોધ દર્શાવતા બેનરો સો હડતાલ પર ઉતર્યા હતા.
આ વિશે ફર્નિચર એશો.ના સેક્રેટરી હેમલભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે અમોએ અવાર નવાર જીએસટીનો વિરોધ કરેલો છે તા બે દિવસ અમોએ હડતાલ પણ કરેલી છે તેમજ કલેકટરને આવેદન પણ આપેલ છે. પરંતુ કંઈ જ પરિણામ ન આવતા અમોએ બેનર લગાવીને વિરોધ બતાવી રહ્યાં છે. તા અમારી માંગણી છે કે અમારા દ્વારા વેચવામાં આવતું ફર્નીચર એ કોઈ લકઝરીયસ વસ્તુ ની પરંતુ તેની ઉપર લકઝરી ટેકસ એટલે કે ૨૮ % જીએસટી લગાવામાં આવ્યો છે. જે અમારા વિરોધનું મુખ્ય કારણ છે અને આ ટકાવારીમાં અમોને રાહત કરી દેવામાં આવે એવી અમારી માંગણી છે. તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે, જો અમારી માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો અમે ગાંધીજીના માર્ગે ચાલીશું તા અમુદતીય હડતાલ કરીશું.
ગણેશ ફર્નિચરના માલિક તા રાજકોટ એસો.ના દિપક પટેલે જણાવ્યું હતું કે, અમે જીએસટી દ્વારા ફર્નીચર પર જે ૨૮% ટેકસ લગાડવામાં આવેલો છે તેનો વિરોધ કરી રહ્યાં છીએ તા આ પ્રદર્શન અમે ગાંધીજીના માર્ગે કરી રહ્યાં છીએ એટલે બધી જ ફર્નીચરની દુકાનો પર વિરોધના બેનર લગાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છીએ તા અમુક વેપારીઓ તો દુકાન બંધ રાખીને આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છીએ અને જયાર સુધી અમારી માગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે ત્યાર સુધી અમે વિરોધ પ્રદર્શન કરીશું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જીએસટી આવતા પહેલા જ અમા‚ વેચાણ સાવ ઘટી ગયેલ છે. પહેલા જે વેચાણ હતું. તેનું માત્ર ૧૦ % વેચાણ ઈ રહ્યું છે તો ૨૮% ટેકસ લાગ્યા બાદ તો આ વેપાર પડી જ ભાંગશે.