રાજકોટ એસ.ટી. ડિવિઝનને ‘સફાઈ અભિયાન’ ફળ્યું: માર્ચમાં ૨૫ લાખ અને એપ્રિલમાં ૨૩ લાખની ભંગાર વેચાણથી વધારાની આવક
રાજકોટ એસ.ટી.ડિવીઝને છેલ્લા બે મહિના દરમિયાન કરેલા ‘સફાઈ અભિયાન’થી એસ.ટી. નિગમને ‚ા.૪૮ લાખની વધારાની આવક થઈ છે. એસ.ટી.ના બિનજ‚રી ભંગારનું વેચાણ કરીને એસ.ટી.નિગમનું ભંડોળ છલકાયું છે. માર્ચ મહિનામાં આ ભંગારની આવક ૨૫ લાખ ‚પિયા અને એપ્રિલ માસમાં ૨૩ લાખની આવક થઈ હોવાનું વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
એસ.ટી.નિગમની તમામ બસોને ૮ લાખ કિલોમીટર દોડી ગયા બાદ સ્ક્રેપ કરવામાં આવતી હોય છે એટલે કે આ બસને નાના-મોટા કોઈપણ ‚ટ પર દોડાવવાને બદલે તે બસમાંથી જ‚રી અને સારા સ્પેરપાર્ટ કાઢી લઈ અન્ય બસમાં ઉપયોગ કરવામાં આવે છે. બાકીની તમામ વસ્તુઓને ભંગાર સ્વ‚પે વેંચી દેવામાં આવતા હોય છે. રાજકોટ એસ.ટી.ડિવીઝનમાં દર મહિને અંદાજીત ૪૦ જેટલી બસોનું સ્ક્રેપીંગ કરવામાં આવે છે. જેમાંથી બસના ખખડી ગયેલા સ્પેરપાર્ટ અને બિનજ‚રી વસ્તુઓ ભંગારના ભાવે વહેંચી દેવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ભંગારની કોઈ મોટી કિંમત ઉપજતી હોતી નથી પરંતુ રાજકોટ એસ.ટી.ડિવીઝનમાં છેલ્લા બે મહિનામાં ભંગારના વેચાણથી જ લાખોની આવક થઈ છે.
એસ.ટી.બસના બિનજ‚રી પાર્ટસ અને અન્ય ચીજ-વસ્તુઓને ભંગારના ભાવે વહેંચી દઈ રાજકોટ એસ.ટી. ડિવીઝને માર્ચ મહિનામાં ‚ા.૨૫ લાખની અને એપ્રિલ મહિનામાં ‚ા.૨૩ લાખની આવક કરી છે. એસ.ટી.નિગમને ‚ટિન આવક ઉપરાંત અન્ય વધારાના ‚ટ ઉપર બસો દોડાવવાની એકસ્ટ્રા ઈન્કમ થતી હોય છે પરંતુ ભંગારના લાખો ‚પિયા ઉપજે તેવું ખૂબ ઓછુ બનતું હોય છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા વર્કશોપ ખાતે છેલ્લા ઘણા સમયથી સ્ક્રેપ કરેલી બસોના બિનજ‚રી પાર્ટસ એકઠા કરવામાં આવ્યા હતા. લોખંડ, સીટ સહિતની વસ્તુઓ એક સાથે ભંગારમાં આપી દેતા બે માસમાં રાજકોટ એસ.ટી.ડિવીઝનને ૪૮ લાખ ઉપજયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ‚ કરેલા સ્વચ્છતા અભિયાનને રાજકોટ એસ.ટી.ડિવીઝને હકારાત્મક રીતે અમલ કરતા છેલ્લા ઘણા સમયથી એસ.ટી.ના વર્કશોપમાં ભેગા થયેલા બિનજ‚રી ભંગારનું એકસાથે વેચાણ કરતા એસ.ટી.વર્કશોપમાં સફાઈને સાથે નિગમને વધારાની આવક પણ થઈ છે. આગામી દિવસોમાં રાજકોટમાં ૧૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક બસ પોર્ટનું નિર્માણ થનાર છેત્યારે જુના બસ સ્ટેન્ડમાંથી પણ હજુ ઢગલાબંધ બિનજ‚રી વસ્તુઓનો ભંગાર સ્વ‚પે નિકાલ કરવામાં આવશે.
આવતા મહિનેથી નવા બસ સ્ટેન્ડની કામગીરીનો ધમધમાટ શ‚ થનાર છે ત્યારે જુના બસ સ્ટેન્ડમાંથી બિનજ‚રી તમામ વસ્તુઓનો ભંગાર સ્વ‚પે નિકાલ કરી સફાઈ અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરાશે. તેમજ સફાઈની સાથે એસ.ટી.નિગમને વધારાની આવક થશે. હાલ ભંગારની આવકનો લાખોનો આંકડો આગામી દિવસોમાં કરોડોમાં પરિણમે તેવી સંભાવના પ્રવર્તી રહી છે.
કઈ-કઈ વસ્તુઓના લાખો ઉપજયા
રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં છેલ્લા બે માસ દરમિયાન ઢગલાબંધ વસ્તુઓ એક સાથે ભંગારમાં વેચતા ‚ા.૪૮ લાખ ઉપજયા છે. જેમાં ૧૪૦ બસના સીએનજી બાટલા, સીટની ફ્રેમ, એલ્યુમિનિયમ, વ્હીલ પ્લેટ, ફોર્જીંન, ટાયર, પ્લાન્ટનો છોલ, બેરીંગ તેમજ આઠ લાખ કિલોમીટર દોડી ગયેલી બસોમાંથી તમામ બિનજ‚રી પાર્ટસને ભંગારમાં વહેંચી દેવાથી એસ.ટી. નિગમને વધારાની લાખોની આવક થઈ છે.