ટવીટર પર નવતર વિડીયોએ મચાવી ધમાલ
દૂનિયામાં એવા લોકો ઓછા હશે જેને સંગીતમાં રસ ન હોય સંગીત સાંભળવાનો શોખ ન હોય તાજેતરમાં ટવીટર પર એક વીડીયો વાઈરલ થયો છે જેમાં એક સંગીતપ્રેમી તરબૂચની સ્લાઈસ તથા કીવીની સ્લાઈસની મદદથી સંગીતના સૂર છેડે છે. આ નવતર સંગીતનો વીડીંયોને ટવીટર પર શેર થયો હતો અને ત્રણ લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે અને તેના વિશે હજારો કોમેન્ટ થઈ છે. અને શેર પણ થયો છે.
સોશિયલ મીડીયા પર વાઈરલ થયેલા આ વિડિયોમાં એક યુવાન તરબૂચ અને કીવીની સ્લાઈસ ચીરનો ઉપયોગ કરી ઈલેકટ્રોનીકસ સંગીત વગાડતો જોવા મળે છે. આ વીડીયો પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી રેકસ ચેપમેને પોતાના સોશિયલ મીડીયાના એકાઉન્ટ ઉપર શેર કર્યો હૈતો. તેણે વીડીયો કેપ્શનમાં લખ્યું હતુકે અરે વાહ… એ તો તરબૂચમાંથી સંગીત વગાડે છે.
એક ટેબલપર તરબૂચની સ્લાઈસ એકની બાજુમાં એક એમ ગોઠવવામાં આવે છે. એની બંને તરફ કીવીના સ્લાઈસ પણ ગોઠવી છે. આ સ્લાઈસમાંથી તાર નીકળે છે. અને આ તારનાં બીજા છેડા ધાતુને બોર્ડ સાથે જોડાયેલા હોય છે. બોર્ડ નજીક એક લેપટોપ પણ જોડાયેલું છે.
આ ગોઠવણમાં પેડલ સાથે એક રૂમ પણ જોડાયેલું છે.
આ યુવાન સિન્થેસાઈઝરની કીની જેમ તરબૂચની સ્લાઈટ પર આગંળી ફેરવે છે એટલે એક અવાજ ઉત્પન્ન થાય છે.
જે કેટલીક સેક્ધડ બાદ આ અવાજ રૂમાં સામેલ થઈ જાય છે. પછી કીવીની સ્લાઈસને પણ જોડવામાં આવે છે. અને તે પણ સંગીતમાં જોડાય છે.
આમ તરબૂચ અને કીવી ફળની સ્લાઈસના માધ્યમથી સંગીત વગાડવામાં આવે છે.
ટવીટર પર આ સંગીતના વીડીયોએ ધૂમ મચાવી છે.