“વિધાયકે ફોજદારને પાલીતાણા આવી રૂબરૂમાં જ સમાધાન માટે આગ્રહ રાખ્યો, જે જયદેવ માટે શક્ય ન હતુ”

ભાવનગર પોલીસનો સ્પેશ્યલ સ્કોડ જયદેવની રાહબરી તળે ગુન્હા શોધન અને અદભૂત કામગીરી કરી સફળતાના એક પછી એક શિખરો સર કરતો જતો હતો. પરંતુ પોલીસ દળમાં પોતાની દૈનિક રૂટીન કામગીરી ઉપરાંત ઓચિંતા આવી પડતા મોટા રાજકીય કાર્યક્રમો અને મેળાવડાઓનાં થકવી નાખે તેવા અને કંટાળાજનક બંદોબસ્તો પણ આવી જાય અને જાહેર ઉત્સવો અને ધાર્મિક તહેવારોના બંદોબસ્ત તો ખરા જ પણ તેમાં પણ ખાસ રેલા રેલી કે શોભાયાત્રા કે જુલુસ ખાસ માથાના દુ:ખાવા બનતા હોય છે અને તે બંદોબસ્તમાં સમગ્ર જીલ્લાના પોલીસ દળ ઉપરાંત બહારનો વધારાનો અન્ય જીલ્લા પોલીસ તેમજ એસઆરપી હોમગાર્ડઝ ગ્રામ રક્ષાદળ વિગેરેનો બંદોબસ્ત પણ સામેલ થતો હોય છે.

તે સમયે ભાવનગર જિલ્લા પોલીસ દળના વાહનોના કાફલામાં ટાટાસુમો ફકત બે જ હતા જેમાં એક પોલીસ વડા પાસે અને બીજુ સ્પેશ્યલ સ્કોડ પાસે આથી જીલ્લાની મુલાકાતે આવતા જેડપ્લસ સુરક્ષા વાળા મહાનુભાવો ના કાર્યક્રમો દરમ્યાન આ મહાનુભાવોની રીંગરાઉન્ડ ડયુટી કે એસ્કોર્ટ ડયુટી (સાદા કપડામાં)ની ફરજ બજાવવાનું કામ જયદેવ અને તેના સ્કોડના ફાળે આવ્યું પરંતુ એક બે બંદોબસ્ત પછી તૂર્ત જ પોલીસ વડાએ આ ઝેડ પ્લસ સુરક્ષીત મહાનુભાવોના વાહનોનો સમગ્ર કાફલો જેને કોન્વોય કે કારકેડ કહેવાય છે તેની જવાબદારી જયદેવને સોંપી આ કોન્વેય કે કારકેડની સામુહિક હીલચાલ ક્રમ બધ્ધતાની દેખરેખ રાખનાર અધિકારીને કોન્વોય માર્શલ કહેવાય છે. આથી હવે જયદેવને ભાગે લગભગ કોન્વેય માર્શલની જ ફરજ બંદોબસ્તમાં આવતી આ સિવાય કાયદો અને વ્યવસ્થાના પ્રસંગે જેવા કે રથયાત્રા અને અન્ય વિવિધ ધાર્મિક તહેવારોના સંવેદનશીલ બંદોબસ્તમાં જ જયદેવ અને તેના સ્કોડની ફરજ પોલીસ વડાના સ્ટ્રાઈકીંગ ફોર્સ તરીકે લેવાવા માંડી જે બંદોબસ્તમાં જયારે પોલીસ વડા જાતે બંદોબસ્તમાં બહાર નીકળે તેમની જોડે રહીતેમની સુચના મુજબ જ કામ કરવાનું રહેતુ.

the-fugitive-jaydev-got-the-benefit-of-studying-jain-darshan-granth-along-with-setting-up-the-mountain!
the-fugitive-jaydev-got-the-benefit-of-studying-jain-darshan-granth-along-with-setting-up-the-mountain!

આ સિવાય અન્ય બંદોબસ્તોમાં ભાવનગર જિલ્લામાં ખાસ કરીને પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય પર્વત ઉપર જૈનોનું ભગવાન આદિનાથજીનું મહાતિર્થ હોય ત્યાંના તહેવારો, ઉત્સવો, પ્રસંગોમાં દેશ દેશાવરથી લાખો યાત્રાળુઓ ઉમટી પડતા હજારોની સંખ્યામાં ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસો હાઉસફૂલ થઈ જ જતા વર્ષમાં આવા ત્રણ ચાર બંદોબસ્તતો પાલીતાણા ખાતે થાય જ યાત્રાળુઓ નિવાસતો તળેટીમાં આવેલી ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસોમાં કરતા હોય છે  પણ વહેલી સવારથી જ શેત્રુંજય પર્વત ઉપર સહ કુટુંબ આરોહણ કરવાનું ચાલુ કરી દેતા હોય છે. અને બપોર પહેલા અને સૂર્યાસ્ત પહેલા અનિવાર્ય પણે પાછા વળી જતા હોય છે. યાત્રાળુઓ પર્વત ઉપર સામાન્ય રીતે કાંઈ જ ખાતા પીતા નથી હોતા પણ છેલ્લી ટુંક ઉપર જૈનેતર લોકો આદિનાથજીનાં મંદિરના દરવાજા બહાર માલધારી મહિલાઓ માટીની દાણીઓમાં કડક જમાવેલ દહીં વેચતી હોય છે જે ફકત ઝીરા મીઠુ નાખીને ખાવાના હોય છે બાકી કાંઈ ખાવાની વસ્તુ આખા પર્વત ઉપર મળતી નથી.

અમુક વર્ષો પહેલા શેત્રુજય પર્વત ઉપર આવા એક ધાર્મિક પ્રસંગે એક જૈન મહિલા યાત્રાળુ ગુમ થયેલ અને પછી ખૂન કરેલી લાશ મળેલ આ ખૂન અજાણ્યા ગુનેગારોએ લૂંટના ઈરાદે કરેલુ તેથી રાજય કક્ષાએ બહુ દેકારો થયેલો જોકે પાછળથી ગુનેગાર પકડાઈ ગયેલો તેમ છતા પછી આવા પ્રસંગોએ પર્વત ઉપર ઠેક ઠેકાણે તકેદારી રૂપે તળેટીથી લઈ છેક શિખર સુધી પોલીસ બંદોબસ્ત મૂકવાનું શરૂ થયેલુ આવા એક બંદોબસ્તમાં જયદેવને પ્રથમ બંદોબસ્તમાં જ શેત્રુંજય પર્વત ચઢતા બસો એક પગથીયા પછી તેની સહેજ થોડે દૂર જમણી બાજુ આવેલ શ્રી ૧૦૮ જૈન તિર્થદર્શન ભવન સમો વસરણ મહામંદિર ઉપર આવ્યો.

આ મંદિર વિશાળ અને હજુ નવુ નિર્માણ હતુ મંદિર ઉપરનોગોળ ધૂમ્મટ કલાત્મક અને દૂરથી જ આકર્ષિત કરતો હતો અને પાલીતાણાથી દૂરના અંતરેથી પણ અન્ય મંદિરોથી અલગ તરી આવતો હતો જૈન સંપ્રદાયના ૧૦૮ તિર્થસ્થાનોની મૂર્તિઓનું અહિં સ્થાપન કરેલું છે. આ શેત્રુંજય પર્વત ઉપરનાં જૈનોના ઉત્સવોમાં પોલીસ દળને સામાન્ય રીતે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સળંગ બંદોબસ્ત રહેતો આથી આટલો લાંબો સમય એક જ સ્થળે રોકાવા માટે મંદિરના વહીવટદાર પુજારીનો સંપર્ક કરવો જ પડે. આ મંદિરના પુજારી બારોટભાઈ હતા તેમણે જયદેવને મંદિરનું સુવિધાજનક અને લાયબ્રેરી સહિતનું કાર્યાલય બતાવ્યું જયદેવે સુરક્ષાની દ્રષ્ટીએ મંદિર સંકુલનું વિગતે નિરીક્ષણ કરી બંદોબસ્ત ગોઠવી દીધો.

સામાન્ય રીતે જૈન યાત્રાળુઓ વહેલી સવારથી પર્વત ચઢીને યાત્રા શરૂ કરી દે છે અને બપોર સુધીમાં પાછા તળેટીમાં આવી જતા હોય છે.તે પછી નો સમય ફકત પસાર જ કરવાનો હોય છે. પણ જયદેવને અહી તેના પ્રકૃતિ પ્રેમના પહાડી સૌદર્ય માણવાનો પૂરો લહાવો મળ્યો. મંદિરની આજુબાજુ રક્ષીત જંગલ તેમાં કલરવ કરતા પક્ષીઓ, પૂર્વ દિશામાં તળાજાનો તળાજીયો ડુંગર જેને જૈન લોકો તાલધ્વજ ગીરી કહે તે દેખાય ઉતરે પાલીતાણા નગર અને દૂર સુધી નજર પહોચે ત્યાં સુધી લીલા ખેતરો, પશ્ચિમ દિશાએ હસ્તગીરી અને કદમગીરીની પર્વત માળા જેના ઉપર પણ જૈન મંદિરો છે તે દેખાય અને ત્યાં નીચે ઘેટી વિગેરે નાના ગામો રમકડા જેવા દ્રશ્યમાન થાય, દક્ષિણે તો ખુદ શેત્રુંજય પર્વતનું શિખર અને તેના ઉપરના દહેરાસરો ઉપર ફરકતી ધજાઓનું દ્રશ્ય અદભૂત લાગતુ હતુ તેમ છતા સમય ધણો જ બચતો હતો તેથી જયદેવે મંદિરની લાયબ્રેરીમાં નજર કરી અને વિદ્વાન જૈનાચાર્યો દ્વારા લીખીત ગ્રંથ ‘જૈન દર્શન’ જે સિધ્ધાંતો અને પરિચય ભાગ ૧-૨ ((Essence Of Jainisum)ની પસંદગી કરી અને તેના વાંચનનો લાભ લીધો.

આ ગ્રંથમા જૈનધર્મના ખાસ સિધ્ધાંતો જેવા કે અહિંસા અપરિગ્રહ, અચોર્ય, અસ્તેય, બ્રહ્મચર્યના મુળભૂત રીતે સમજાવેલ છે. ખાસ તો ગૃહસ્થના કર્તવ્યો, શ્રી નવકાર મંત્ર આરાધના પ્રભુની નિર્ગુણ ઉપાસના વિગેરે બાબતો ધણીજ સાદી ભાષામા સમજાવેલ છે. આમ પહાડ ઉપરનું કુદરતી સૌદર્ય, પરમ શાંતિ, પ્રભુનું સાનિધ્ય અને વાંચન રૂપી તપથી જયદેવનો બંદોબસ્ત ધન્ય બની ગયો.

ત્યારપછી તો જયારે પાલીતાણાનો બંદોબસ્ત આવે ત્યારે ખાસ આજ જગ્યા માટેના બંદોબસ્તની વ્યવસ્થા જયદેવ કરી લેતો આમ પોતાની ફરજ સાથે કુદરતી વાતાવરણ પ્રભુના સાનિધ્યમાં પોતાનો પરમાર્થિક સાધનાનો સ્વાર્થ પણ સાધી લેતો.

એક વખત જયદેવ તેના સ્કોડના સભ્યોને લઈને સક્રિય ગુનેગારો એવી વેડવા ગેંગની તપાસમાં ગારીયાધાર આવ્યો સ્કોડના તમામ જવાનો સાદા કપડામાંજ હતા. ગેંગના સભ્યોએ ગામના છેવાડે ઝુંપડ પટ્ટીમાં આશરો લીધાના વાવડ હતા પણ સ્ટાફના સભ્યોએ જયદેવને કહ્યુ ‘સાહેબ તમે ગારીયાધાર થાણામાં બેસો ત્યાં અમે થોડી પ્રાથમિક ખાત્રી તપાસ કરી આવીએ જયદેવે કહ્યું ભલે, ગઢડા થાણાના તેના જોડીદાર ફોજદાર બીજુ હવે ભાવનગર અલકા ગેટથી ગારીયાધાર થાણામાં નિમાયા હતા. જયદેવ પોલીસ સ્ટેશનમાં આવ્યો ત્યારે સાંજના છએક વાગ્યા હતા જોગાનું જોગ ફોજદાર બીજુ પણ થાણામાં હાજર હતા. બંને જુના સાથીદારો મળ્યા અરસપરસ વાતો કરી ચા-પાણી પીધા. જયદેવે બીજુને પુછયું કે તમારૂ અમેરિકા જવાનું કેટલેક પહોચ્યું ? બીજુએ જણાવ્યું ‘બસ હવે એકાદ મહિનામાં વિઝા આવી જ જવા જોઈએ’ આમ બંને વાતો કરતા હતા ત્યાં ટેલીફોનની રીંગવાગી અને બીજુએ ફોન ઉપાડયો સામા છેડાની વાત સાંભળીને બીજુ એકદમ ચોંકી ગયા અને બોલ્યા શું વાત કરો છો?’ પછી બીજુએ જયદેવને પૂછયું ‘તમારી જીપ ગામમાં ગઈ છે?’ જયદેવને એમ કે સ્ટાફના સભ્યો અન્ય વાહન કે ચાલીને ગયા હશે છતાં ચેમમ્બરમાંથી બહાર અવી કપાઉન્ડમાં ખાત્રી કરતા જીપ હતી નહિ જવાનો સાથે જ લઈને ગયા હતા.

આથી જયદેવે ચિંતીત થઈ ને પુછયું ‘શું થયું છે?’ બીજુએ કહ્યું ‘સાહેબ તમે જાણો જ છો કે આ તાલુકો ખટપટીયો તો છે જ પણ માનસ પણ પોલીસ વિરૂધ્ધનું છે, ખાસ તો રાજકારણીઓ તેનો ગેરઉપયોગ કરે છે. તમારા જવાનો ગામની બહાર ઝુંપડ પટ્ટીમાં તપાસમાં ગયા હશે ત્યાં કાંઈક માથાકૂટ થઈ લાગે છે. ગુનેગાર માણસોએ પોલીસનો વિરોધ કરતા તમારા જવાનો એ તેમને બરાબરના ઢીબ્યા છે. આથી બંને ફોજદારો ઉભા થઈ ગયા અને ઓંસરીમાં આવી ગયા પરંતુ બીજુ ખૂબજ ચિંતાતૂર અને મુંઝવણમાં હોય તેમ જણાતું હતુ તેઓ કહેતા હતા કે ભારે કરી આ રાજકારણીઓએ તો કાયદેસરની કાર્યવાહીમાં પણ પોલીસનો સામનો કરવા અને ખોટા આક્ષેપો કરવાનું શિખવી દીધું છે’

તેવામા સ્કોડનું વાહન સુમો આવી ગયું જયદેવે તેના જવાનોને પૂછતા તેમણે કહ્યું કે રાજસ્થળી (પાલીતાણા)નો રીઢો ગુનેગાર ધમલો અહિ ઝુંપડપટ્ટીમાં હતો અંધારૂ ઢળવા આવ્યું હતુ પોલીસની જીપને જોઈને જ ઝુંપડ પટ્ટીમાં એકઠા થયેલા માણસોમાં નાસભાગ મચી ગઈ ત્યાં માટલામાં દેશી દારૂ હતો તેઓએ ઢોળી નાખ્યો પરંતુ ગામમાંથી દારૂ પીવા આવેલ માણસો દલીલો કરી ઝઘડો કરવા લાગ્યા દરમ્યાન કોઈકે અંધારાનો લાભ લઈ સુમો ઉપર કાકરી ચાળો કર્યો આથી મામલો બીચકે અને હુમલો આગળ વધે તે પહેલા જ જવાનોએ અટકાયતી કાર્યવાહી કરી અને આ અફડાતફડીમાં ગુનેગારો તો કાંટાળી વાડ ઠેકી ઠેકી ને નાઠયા અને બાકી વધ્યા તે પોલીસની હડફેટે આવી ગયા અને ભાગાભાગી થયેલી.

બીજુએ કહ્યું ‘તમને અહિની ખટપટ અને રાજકારણને ઓળખતા નથી હવે આ મુદાને જુદી રીતે મુલવીને રાજકારણીઓ પોલીસ ઉપર ખોટા પણ ગંભીર આક્ષેપો કરી ખોટી ફરિયાદો કરી પોલીસ તે દિશામાં ભુલેચૂકે પણ ન ફરકે તેવી રજૂઆતો કરશે.

જયદેવે અચાનક આ ઉભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિ અંગે ત્વરીત નિર્ણય લેવો જરૂરી હતો. કેમકે ગારીયાધાર ફોજદાર બીજુ અમેરિકા જવાની લાયમાં કોઈ કાયદેસરની કાર્યવાહીમાં પણ પડીને પોતાનું અમેરિકા જવાનું અટકી પડે નહી તેવી મનોદશામાં હતા જયદેવે વિચાર્યું કે અંધારૂ હતુ તેથી ઓળખવાનો તો કોઈ પ્રશ્ર્ન ન હતો પછી સુમોનો નંબર નોંધવાનો તો કોને ખ્યાલ હોય? આથી આમતો સામાન્ય બબાલ જ હોવાથી કોઈ લાંબી ટુંકી કાર્યવાહીમાં પડયા સિવાય જયદેવે બીજુને કહ્યું ‘તમે ચિંતા ન કરો આ લોકો આવે તો તેઓ જેલખાવે તેપ્રમાણે ફરિયાદ લખી લેજો. બાકીનું જોયું જશે. પણ બીજુ એ કહ્યું ‘સાહેબ તમને તો ખબર છે મારે તો હવે દિવા પાણી ટાણુ થઈ ગયું છે અને હું કોઈ બબાલમાં પડવા ઈચ્છતો નથી’ આથી જયદેવે ગારીયાધાર પીએસઓને કહ્યું ‘તમે આ લોકો આવે તો તેમની તેઓ જે પ્રમાણે લખાવે તે પ્રમાણે ફરિયાદ લખી લેજો’ અને પછી આ બધી દોઘડ થાણમાં આવે તે પહેલા જયદેવ પોતાના જવાનોને સુમોમાં બેસાડી રવાના થયો. તે ગારીયાધારથી દામનગર થઈ ઢસા જંકશન જતો હતો ત્યાં રસ્તમાં વાયરલેસથી ગારીયાધાર પીએસઓએ જયદેવને વરધી આપી કેતેઓ પાલીતાણા સીપીઆઈ અબુભા જોડે વાત કરે. જયદેવે દામનગર એસટીડી પીસીઓમાંથી પાલીતાણા અખુભા જોડે વાત કરી ફોરજદાર બીજુનું પૂર્વ અનુમાન સાવસાચુ હતુ ગારીયાધારથી ખટપટીયાઓએ શિહોર ગારીયાધારના વિધાયકને પાલીતાણા ફોન કરી સાચી ખોટી ફરિયાદો કરેલી તેથી તેમણે સીપીઆઈનો સંપર્ક કરેલો સીપીઆઈએ જયદેવને પૂછયુ ’ શું બબાલ થઈ છે?’ ફરિયાદો કરેલી તેથી તેમણે સીપીઆઈનો સંપર્ક કરેલો સીપીઆઈએ જયદેવને પૂછયું ‘શું બબાલ થઈ છે?’ જયદેવે બનેલ ઘટના મૂળ સ્વરૂપે જણાવી દીધી અને વધુમાં કહ્યું કે ખાસ કાંઈ તેવું નથી’ પરંતુ સીપીઆઈ વિધાયકની બાજુમાં જ બેઠા હતા અને તેમણે કહ્યું’ તમે પાલીતાણા આવી જાવ અહિ રૂબરૂમાં બધુ પતાવી દઈએ ‘સ્વામાની જયદેવ રાજકારણીઓની હઠ, અપેક્ષા અને પધ્ધતિ બરોબર જાણતો હતો પોલીસની કોઈ કસૂર તેની દ્રષ્ટિએ જણાતી જ ન હતી તેથી ખોટી રીતે ઘૂંટણીયે પડવા માંગતો ન હતો. આથી તેણે નમ્રતાથી સીપીઆઈને કહ્યું ‘બાપુ તમે જ વિધાયકશ્રીને સમજાવી દયોને કે પોલીસે કાંઈ ખોટુ કર્યું નથી અને ઈરાદાનો તો કોઈ પ્રશ્ર્ન જ નથી અને જે ભાગાભાગી થઈ તે તેમની રીતે જ કરી છે. પોલીસ જાહેરહીતની અને કાયદેસરની કાર્યવાહી કરવા જ ગઈ હતી. માનવ અધિકારના નામે ગુનેગારો સામનો કરે તો શું પોલીસે તેમના નાટક જોયા કરવાના અને ઢીબાવાનું? પોલીસ વળતી રક્ષણાત્મક અટકાયતી કાર્યવાહી કરે તે સહજ બાબત જ ગણાય. પરંતુ વિધાયકના આગ્રહના કારણે સીપીઆઈએ રૂબરૂ જ પાલીતાણા આવવા આગ્રહ રાખ્યો. પણ જયદેવને એ રીતે જવાનું સ્વમાન ભંગ જેવું લાગતું હતુ તેથી દામનગરથી દસ કિલોમીટર આવેલ ઢસા જંકશન આવ્યો અને પોતાની કામગીરી ચાલુ કરી દીધી.

આ બાજુ ગારીયાધાર થાણામાં ટોળુ આવ્યું અને સફેદ ટાટા સુમોમાં આવેલ ત્રણ ચાર ખાખી વર્ધી ધારીઓએ હુમલો કરી મારમાર્યાની લેખીતમાં ફરિયાદ આપતા પીએસઓએ તેના પરથી એનસી ગુન્હો નોંધ્યો.

બીજી બાજુ તેજ સમયે ઢસા જંકશનમાં જયદેવે વરલી મટકાના અડ્ડા ઉપર રેઈડ કરી અમુક ઈસમોને વરલી મટકાના જુગારના સાધનો રોકડ રકમ, સાહિત્ય સાથે પકડી પાડી પંચો રૂબરૂ પંચનામુ કરી કાયદેસરની કાર્યવાહી કરી શ્રી સરકાર તરફે આ પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં જુગારધારા કલમ ૧૨ એ મુજબ ફરિયાદ આપી.

બીજે દિવસે સમાચાર પત્રોમાં મોટા અક્ષરોમાં સમાચારો પ્રસિધ્ધ થયા ‘અજાણ્યા ખાખી વર્ધી ધારીઓનો અત્યાચાર… જિલ્લા પોલીસ દળમાં ફકત બે જ અધિકારીઓ પાસે ટાટા સુમો છે. એક પોલીસ વડા પાસેને બીજુ ….’ (અધ્યાર) ૨

બીજે દિવસે પોલીસ વડાએ જયદેવને પૂછયું ‘શું છે આ બધુ?’ જયદેવે બનેલ બનાવની સમગ્ર સત્ય હકિકત જણાવી દીધી. આથી પોલીસ વડા એ અહીના રાજકારણ અંગે હૈયાવરાળ કાઢી ‘સાલા કૈસા હૈ યંહા કા પોલીટીકસ? જો લોગ અચ્છે લોગો કો લૂંટતે હૈ, બરબાદ કરતે હૈ ઉનકી હી તરફદારી?’બાદ સમગ્ર મામલાની તપાસ પાલીતાણા ડીવાયએસપી ને સોંપાઈ તેઓએ ચાર છ મહિના આડી અવળી તપાસ ચલાવી દરમ્યાન પેલો ઢસા જંકશનમાં સ્પેશ્યલ સ્કોડે કરેલો વરલી મટકાનો જુગારનો કેસ ગઢડા કોર્ટમાં સાબીત થયો અને પાલીતાણા ડીવાયએસપીની તપાસનું પણ પૂર્ણ વિરામ થઈ ગયું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.