દશ વર્ષથી ગેંગ દ્વારા ગુનાને આચરતા શખ્સની ક્રાઇમ કુંડળી પોલીસે ખોલી: ૧૦ શખ્સોના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલા કર્યા

ભીસ્તીવાડના ખુંખાર શખ્સને ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ પરથી દબોચ્યો

શહેરના ભીસ્તીવાડના નામીચન અગીયાર શખ્સો સામે પોલીસ દ્વારા ગુજસીટોકનો કોરડો વિંઝાયા બાદ નાશના ફરતા મુખ્ય સુત્રધાર એવા કુખ્યાત શખ્સને ક્રાઇમ બ્રાન્ચે વાંકાનેર કુવાડવા રોડ પરથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુખ્યાત શખ્સની ગેંગના અન્ય શખ્સોને ઝડપી લીધા હોય હાલ જેલ હવાલે છે.

DSC 1827 1

પ્રાપ્ત વિગતો મુજબ ભીસ્તીવાડ વિસ્તારમાં છેલ્લા દશ વર્ષથી આતંક મચાવી અનેક ગુન્હાઓને અંજામ આપી રહેલા એઝાઝ ઉર્ફે ટકો અકબરભાઇ ઉર્ફે હકુભા ખીયાણીની ગેંગનેનેસ્ત નાબુદ કરવા પ્ર.નગર પોલીસે ગુજસી ટોક હેઠળ ગુન્હો નોંધી ગેંગના અગીયાર શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. દરમ્યાન  એઝાઝ ઉર્ફે ટકો પોલીસને હાથતાળી આપી નાશતો ફરતો હોય પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન  હેઠળ પી.એસ.આઇ. ધાંધલ્યા, હેડ કોન્સ. સુભાષ ઘોઘારી, રઘુવીરસિંહ વાળા, સિઘ્ધરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે વાંકાનેર કુવાડવા રોડ પર ખેરવા ગામના પાટીયા પાસેથી એઝાઝ ઉર્ફે ટકાને ઝડપી લઇ રીમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. નામીચો એઝાઝ ઉર્ફ ટકો ગેંગ બનાવી હત્યા, હત્યાની કોશીષ, ગેરકાયદે હથીયારો, જુગાર, રાયોટીંગ સહીત ના ગુન્હામાં શહેરના એ ડીવીઝન અને પ્ર.નગર પોલીસમાં અનેકવાર ચોપડે ચડી ચુકયો છે. ઉપરાંત એ ડીવીઝન તથા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં તેની સામે નોંઘયેલા ગુન્હામાં પણ ફરાર હતો. ગુજસીટોકના ગુન્હામાં નામીચ ગેંગનો ગેંગસ્ટર અંતે પોલીસ ઝડપાઇ જતા પોલીસે તેની ક્રાઇમ કુંડળી કાઢી વધુમાં મિલ્કત સંબંધુ પુછપરછ હાથ ધરી છે.

અગાઉ ખીયાણી ગેંગના છ શખ્સોની ધરપકડ કરી અને જેલમાંથી ચાર શખ્સોનો કબ્જો લઇ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.