ચૂંટણીના પડધમના પગલે ચૂંટણી ઈચ્છુક ધારાશાસ્ત્રીઓનો કાનૂની આટીઘૂટી જેવો જંગ જામશે: પૂન:નિયુકત માટે મળના જનરલ બોર્ડના વિરોધ વચ્ચે બકુલ રાજાણીએ બેઠક રદ કરવાની માંગ કરતા હાલ ઘીના ઠામમા ઘી પડી ગયું
બાર એસોસીએશનની ચૂંટાયેલી બોડીની ટર્મને બે માસ બાકી છે ત્યારે આવનારી ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. ત્યારે બારની ચૂંટણી લડવા ઉત્સુક વકીલો તૈયારી કરી રહ્યા છે ત્યારે દિવાળીનું વેકેશન પૂર્ણ થતા સોમવારે રાજકોટ બાર એસોસીએશન દ્વારા યોજાયેલી સ્નેહમિલન બાદ પ્રમુખ બકુલભાઈ રાજાણીની પુન: નિયુકતીના મામલે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું જેમાં વકીલોના અન્ય જુથ પણ લડી લેવાના મૂડમાં હોય તેવું આંતરીક વર્તુળો દ્વારા બહાર આવ્યું છે.
રાજકોટ બાર એસોસીએશનનું તા.૬ને બુધવારના રોજ બારના પ્રમુખ તરીકે બકુલ રાજાણીને પુન: નિયુકતીના સમર્થનમાં મળના જનરલ બોર્ડના વિરોધમાં એડવોકેટ નિરવ પંડયાએ બારના પ્રમુખ-સેક્રેટરીને લેખીત રજૂઆત કરી બારના બંધારણમાં આવી જોગવાઈ ન હોવાની અરજી કરી હતી તે પૂર્વે બારના પ્રમુખ બકુલ રાજાણીએ બારના સેક્રેટરી ઉપપ્રમુખને લેખીત અરજી આપી આવતીકાલે મળના જનરલ બોર્ડ રદ કરવાની માંગ કરતા બાર જનરલ બોર્ડે કેન્સલ કર્યું છે. અને બકુલ રાજાણીના ખેલદીલી નિર્ણયને વકીલોએ આવકાર્યો છે.
વધુ વિગત મુજબ બાર એસોસીએશનનું તા.૬ને બુધવારને બપોરના ૩ કલાકે જનરલ બોર્ડ મળના હતુ જેમાં હાલના પ્રમુખ બકુલભાઈ રાજાણી દ્વારા પોતાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન પક્ષા પક્ષીથી દૂર રહી સીનીયર જુનીયર અને મહિલા એડવોકેટના પ્રશ્ર્ને જાગૃતતા દાખવવા બદલ પૂન: નિયુકિત માટે ઠરાવ પસાર કરવા અને તેમના સમર્થનમાં અનેક સીનીયર જૂનીયર એડવોકેટોએ પણ બાંહેધરીઆપી હતી.
બાર એસોસીએશનનું કાલે મળના જનરલ બોર્ડમાં હાલના પ્રમુખ બકુલ રાજાણીને પુન:નિયુકતી કરવાની બાર એસોસીએશનની બંધારણમા આવી કોઈ જોગવાઈ તેમજ બકુલ રાજાણીના સમર્થનમાં કરેલી સહીઓની ખરાઈ તેમજ સહી કરનાર વકીલો બારના મતદાર છે કે ‘વન બાર વન વોટ’ મુજબનો મતદાર છે કે કેમ તેથક્ષ જનરલ બોર્ડમાં બકુલ રાજાણીની પૂન: નિયુકિતની તરફેણમાં થનાર રદ કરવા એડવોકેટ નિરવ પંડયાએ બારને અરજી આપી હતી.
જનરલ બોર્ડમાં બકુલ રાજાણીની પ્રમુખ તરીકે પૂન: નિયુકતી ગંધ અન્ય વકીલ જુથમાં ગણગણાટ અને વિરોધનો શૂર ઉઠતા જેની સામે હાલના બારના પ્રમુખ બકુલ રાજાણીએ આવતી કાલે મળના જનરલ બોર્ડની બેઠક રદ કરવા બારના ઉપપ્રમુખ સેક્રેટરીને પત્ર લખતા જે અંગે બારે કાલે મળનાર જનરલ બોર્ડની બેઠક મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રમુખ બકુલ રાજાણીના નિર્ણયને વકીલોએ આવકારી અને બકુલ રાજાણીને ઉમેદવારી કરી ચૂંટણી જીતી બતાવવા આહવાન કર્યું છે.