આજના ફાસ્ટ યુગમાં મહિલાઑ ઘરકામની સાથે જોબ પણ કરતી હોય છે.અને આ બધાની અસર રસોડા પર પડે છે ઘણી વાર લોટ બાંધીને ફ્રિજમાં મૂકી દે છે. જયારે રોટલી બનાવી હોય તયારે ફ્રિજ માંથી લોટ કાઢી ને આપણ ને ગરમા ગરમ પીરસે છે.વધારે પડતાં મહિલા આ વસ્તુ સમય બચાવા માટે કરે છે.અને આ વાસી લોટનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર પડે છે. આ લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
વિશેષજ્ઞો માને છે કે જયારે પણ લોટ બાંધી અને તેને ફ્રિજમાં રાખીએ ત્યારે તેમાં રહેલા રસાયણોમાં ફેરફાર થાય છે જે આપણાં શરીર માટે હાનિકારક છે.
તાજો લોટ બાંધીને રોટલી કરવાથી તેમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે અને શરીર માટે તે ખૂબ જ ફાયદાકારક છે.