કારખાનામાં એર કોમ્પ્રેસરની નળી વડે આચાર્ય કૃત્ય : બે સામે નોંધાતો ગુનો
લોકો મજાક મસ્તીમાં ક્યારેક ભાન ભૂલી ન કરવાનું કરી નાખે છે. જેના કારણે કયારેક તો તેમાં કોઈ નો જીવ પણ વઈ જાઈ છે.ત્યારે મોરબીના ઘૂટું ગામે એક ઘટના સામે આવી છે જેમાં બે મિત્રોએ મજાક મસ્તીમાં એક યુવાનના ગુદામાં એરકમ્પ્રેસર વડે હવા ભરી દેતા તેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે બનાવની જાણ પોલીસને થતા સ્ટાફે બે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ ઘુંટુ ગામની સીમમાં એન્ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનાની ગેલેઝ લાઇન વિભાગમા લગધીરપુર કેનાલ રોડ એન્ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનાના મજુર ઓરડીમા રહેતા મનોજભાઇ અને મેહુલભાઇ તેના મિત્ર કાનુભાઈ સાથે કામ કરતા હતા. ત્યારે સીરામીકના કારખાનાની ગેલેઝલાઇન ઉપર આવેલ એર કમ્પરેશનની હવાની નળી ચાલુ હોય તેવુ જાણવા છતા મસ્તી કરતા કરતા ચાલુ એરની નળી કાનુભાઈના ગુદાના ભાગે રાખતા તેમના પેટમા હવા ભરાય જતા પેટના અંદર આતરડાઓના ભાગે ઇજા પહોંચતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે સમગ્ર મામલે ભોગ બનનાર કાનુભાઈના મોટા ભાઈ અજયભાઇ કુશનુભાઇ ગોપએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મેહુલભાઈ રબારી અને મનોજભાઇ નામના બે ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધાતો છે.